ખબર

ગુજરાતમાં કોરોના થાકી ગયો, છેલ્લા ૨૪ કલાકના આંકડા જાણીને તમને રાહત થશે- જાણો વિગત

છેલ્લા ૧ મહિનાથી ભારતમાં કોવીડનો રાફડો ફાટ્યો છે અને રોજ હજારો લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. આજે ગુજરાતમાં એક રાહતના સમાચાર આવ્યા છે કારણકે છેલ્લા ૨૪ કલાકના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં ગુજરાતમાં 158 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં આપણા રાજ્યમાં કોવીડના ન્યુ 2820 કેસ નોંધાયા છે.

બીજી બાજુ કોવીડને લીધે વધુ 140 દર્દીના નિધન થયા છે. રાજ્યના નાગરિકોને રાહત આપતા સમાચાર એ છે કે, ગત 10 દિવસથી ગુજરાતમાં સાજા થનારા દર્દીની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં જે ઝડપે ઉછાળો આવતો હતો એ ગતિમાં ઘટાડો થયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 11,999 પેશન્ટ સ્વસ્થ થઈને ઘરે જઈ ચુક્યા છે.

ગુજરાતમાં વેક્સિનેશનની ગતિ ઘણી સ્પીડથી ચાલી રહી છે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4616 કોવીડ કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 55 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1309 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 347 કેસ નોંધાયા છે. વડોદરામાં 497 કેસ, જ્યારે ગ્રામ્યમાં 439 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 397 કેસ અને ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે.

સારા સમાચાર એ છે કે આજે 11,999 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં જેટલા લોકોને કોવીડ થયો તેમાં 452275 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 147499 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 747 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે