ખોડિયાર માતાજીના મંદિરમાં ત્રણ-ત્રણ સિંહોએ કરી મેજબાની, જુઓ ધારીના ગળધરા મંદિરનો વાયરલ થઇ રહેલો વીડિયો

ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં 3 સિંહે શિકાર કર્યો, વીડિયો વાઇરલ

ગુજરાતની અંદર ગીર વિસ્તારની અંદર સિંહો અવાર નવાર રસ્તાઓ ઉપર ફરતા પણ જોવા મળે છે. ઘણીવાર સિંહોને રસ્તા ઉપર લટાર મારવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહે છે. ત્યારે હાલ ઘારીના ગળધરામાં આવેલા ખોડિયાર મંદિરમાં ત્રણ સિંહોની મેજબાની માણતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે સિંહો મારણ કરી અને પોતાનો શિકાર મંદિરના પટાંગણમાં લઈને આવ્યા છે. અને ત્રણ સિંહો તેમના શિકારને આરોગતા જોવા મળી રહ્યા છે. આ દૃશ્યોને કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવામાં આવ્યો હતો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાની અંદર સિંહોની સંખ્યા વધવાના કારણે સિંહો ગમે ત્યાં ઘુસી જવાની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે તેના ઘણા વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે. સિંહો ભૂખ્યા તરસ્યા હોવાના કારણે આમતેમ ભટકી રહ્યા છે, જેના કારણે લોકોમાં પણ ભય ફેલાયેલો છે. સિંહોના ભોજનની વ્યવસ્થા કરવાની જરૂર છે.

Niraj Patel