ઉત્તરાખંડ દુર્ઘટનામાં ખોવાયેલા મજૂરો માટે નેહા કક્કરે આપ્યું અધધધ લાખ રૂપિયાનું દાન, થઇ રહી છે ચર્ચાઓ

નેહા કક્કરે મજૂરો માટે ખોલ્યો ખજાનો, જાણો

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાની અંદર બનેલી દુર્ઘટનાનું દુઃખ આખા દેશને છે, ઘણા બધા લોકો આ આપદામાં મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન બોલીવુડની સિંગર નેહા કક્કર પણ મદદ માટે આગળ આવી છે.

નેહા કક્કરે ચમોલીમાં બનેલી આ દુર્ઘટનામાં લાપતા થયેલા લોકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે.  “ઇન્ડિયન આઇડલ 12″ના આગામી એપિસોડમાં આ જાહેરાત જોવા મળશે. શોમાં ભાગ લઇ રહેલા પવનદીપ ઉત્તરાખંડના મુખ્યમંત્રી દેવેન્દ્ર સિંહ રાવતને આ આપદામાં પ્રભાવિત મજૂરોના પરિવારને મદદ કરવાની અપીલ કરી રહ્યા છે.

પવનદીપના પ્રદર્શન બાદ નેહા કક્કર તેને કહે છે કે, “તમે એક શાનદાર ગાયક છો જેને અમે બધા ઓળખીએ છીએ. જેવી રીતે તમે લાપતા મજૂરોના પરિવારનું સમર્થન કરી રહ્યા છો અને બધાને તેમના પરિવારને મદદ કરવાનો આગ્રહ કરો છો. આ મિશનમાં હું તમારી સાથે છું. હું ઉત્તરાખંડમાં અમારા ખોવાયેલા મજૂરોના પરિવારને ત્રણ લાખ રૂપિયા દાન કરવા માંગુ છું. હું બધાને સમર્થનમાં આપવા અને પરિવારને મદદ કરવાનો આગ્રહ કરું છું.”

નેહાની આ જાહેરાતના કારણે સોશિયલ મીડિયામાં લોકો તેના આ કામની પ્રસંશા કરી રહ્યા છે. નેહા આ શોની અંદર ઘણા લોકોને મદદ કરી ચુકી છે. ગયા અઠવાડીએ તેને ગીતકાર સંતોષ આનંદને પણ 5 લાખની મદદ કરી હતી.

Niraj Patel