શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યા ને ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમાવસ્યા તિથિના દિવસે સ્નાન અને દાન-પુણ્યનું ખાસ મહત્વ હોય છે. આદિવાસે સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે તેમજ સુખ-સમૃદ્ધિની કામના માટે આ વ્રત રાખે છે. તેમજ પીપળના વૃક્ષની પૂજા અર્ચના કરે છે. પંચાંગ અનુસાર 2019 માં શનિ કેતુ સાથેના ગોચર નીચે એન્ટી અને સોમવતી અમાવસ્યા એકસાથે ૩ જૂને ઉજવવામાં આવશે. જ્યોતિષનુ માનીએ તો આ દુર્લભ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે.

સોમવતી અમાવસ્યા તિથિ તેમજ શુભ મુહૂર્ત:-
- 2019માં સોમવતી અમાવસ્યાનું વ્રત 3 જુન સોમવારના દિવસે આવે છે.
- અમાવસ્યા તિથિ આરંભ 2 june 2019 રવિવાર 4:39 મિનિટ
- અમાવાસ્યા તીથી સમાપ્ત 3 june 2019 મંગળવાર 3:31 મિનિટ પર.

સોમવતી અમાવસ્યા પૂજા વિધિ:-
- વર્ષમાં જે પણ અમાવસ્યા સોમવારના દિવસે આવે છે તેને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે.
- સોમવારે ભગવાન શિવની આરાધના માટે ખાસ માનવામાં આવે છે આ દિવસે અમાવસ્યા નુ વિશેષ મહત્વ છે.
- સુહાગન સ્ત્રીઓ આ દિવાસે પતિની તેમજ સંતાનના દીર્ઘાયુ માટે વ્રત રાખે છે તેમજ પૂજા અર્ચના કરે છે સોમવારે સોમવતી અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ તેમ જ તુલસીની પૂજા કરવી.
- આ દિવસે પીપળના વૃક્ષને જળ આપે તેની 108 વાર પરિક્રમા કરવી.
- આ દિવસે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી પૂજા કરવાથી મહિલાઓને સંતાન તેમજ પતિની લાંબી મરણનો વરદાન પ્રાપ્ત થાય છે.

સોમવતી અમાવસ્યાનું મહત્વ:-
- સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામા આવે છે.
- એવી માન્યતા છે કે આ દિવસે પીપળના વૃક્ષ અને પરિક્રમા તેમજ પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિનો વાસ થાય છે. તેમજ આ દિવસે દાન પુણ્ય અને પૂજા કરવાથી જીવનની દરેક પ્રકારની મુશ્કેલી દૂર થાય છે અને પિતૃદોષ દૂર થાય છે.
- સોમવારથી અમાવસ્યાના દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીનો પૂજન કરવાથી મહિલાઓ ને અખંડ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિનું વરદાન પ્રાપ્ત થાય છે તેમજ વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

સોમવતી અમાવસ્યા ઉપાય:-
- પૌરાણિક કથાઓ અને માન્યતા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે વિધિ-વિધાન સાથે અમુક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
- એવી માન્યતા છે કે સોમવતી અમાવસ્યાના દિવસે સૂર્ય તેમજ તુલસીને જળ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી દરેક પરેશાની દૂર થાય છે.
- સોમવતી અમાવસ્યાના દિવસે તુલસીજીની 108 વાર પરિક્રમા કરવાથી લાભકારી તેમજ જીવનમાં સફળતા અપાવશે.
- સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષ ની એકસો આઠ વખત પરિક્રમા કરી દૂધ-દહીં હળદર અને કાળા તલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં અને તેમજ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
- સોમવતી અમાવસ્યાના ૧૪૯ વર્ષો પછી આ અદભુત સંયોગ બની રહ્યો હોવાથી આ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ દીર્ધાયુ, અપાર ધન ની પ્રાપ્તિ થાય છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks