3 જુલાઈ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
જો તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમારે કોઈનાથી ડરવાની જરૂરત નથી. તમારા દરેક સારા કામમાં ઈશ્વર તમારી સાથે જ હશે. આજે તમારા પરિવારમાં કોઈની તબિયત નરમ ગરમ રહી શકે છે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમને પૈસા કમાવવા માટેના અનેક અવસર મળશે. તમારી માનસિક ઊર્જા એક ઉચ્ચ લેવલ પર જ હશે. આજે પારિવારિક જીવનમાં સરળતા રહેશે. તમે પરિવાર સાથે કોઈ મુસાફરી કરવા જઈ શકો છો. તમારા કામના સ્થળે પણ તમને લાભ મળશે. આજે સ્વાસ્થ્ય થોડી બગડવાની શક્યતા છે. આજે અમુક કામો પૂર્ણ કરવામાં તમને ઘણી મુશ્કેલીઓ આવશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો હશે. ભણવામાં મન લાગશે નહિ. વેપારી મિત્રો આજે પોતાનો બિઝનેસ વધારવામાં સફળ રહેશે. આજે આર્થિક સ્થિતિ મજબુત બનશે. સાંજના સમયે બાળકો સાથે વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઓફિસમાં અને ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે
4. કર્ક – ડ,હ (Cancer):
વેપારમાં રોકાયેલ પૈસા પરત મળશે. લોટરીથી તમને સારો ફાયદો મળશે. આજે સ્ટોક માર્કેટમાં પણ પૈસા રોકી શકો છો, તેનાથી તમને ધનલાભ થશે. જો કોઈ કોર્ટ કે કચેરીનો કેસ છે તો તેમાં સફળતા મળવામાં હજી સમય લાગી શકે છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. આજે તમારા વાણી અને વર્તનથી કોઈનું મન દુભાય નહિ તેની ખાસ તકેદારી રાખજો. સંતાન અને જીવનસાથીની તબિયત આજે બગડી શકે છે. આજે પરિવારમાં બધાએ ખાવા પીવા પર ધ્યાન રાખવું તબિયત બગડવાના યોગ છે. વિદેશ જવાવાળા મિત્રો માટે સારા સમાચાર આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
5. સિંહ – મ,ટ (Lio):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. તમારી માતાનું ધાર્મિકતા તરફ વધારે જુકાવ રહેશે. માતાની તબિયત થોડી નરમગરમ રહેશે. પારિવારિક જીવન અનુકુળ રહેશે. તમે બંને એકબીજાને સમજી શકશો, દરેક સમસ્યા તમે બંને મળીને સુલઝાવી શકશો. જીવનસાથી કોઈ નોકરી કે વેપાર કરી રહ્યા છે તેમને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત થશે. આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ નાની વાતે તમને ગુસ્સો આવી શકે છે પણ તમારે તમારા ગુસ્સા પર અને વાણી વર્તન પર કાબુ રાખવાનો રહેશે. નોકરી અને વેપાર એર્થે મુસાફરી કરવાની થશે જે તમને લાભ આપશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
શેર અને કોમોડિટી સાથે જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થઇ શકે છે. વધારે ઉત્સાહમાં આવીને કોઈપણ નિર્ણય લેવાનો નથી નુકશાન થવાના યોગ છે. કોઈની પણ પીઠ પાછળ વાતો કરવી નહિ. આજે પ્રેમીઓ માટે દિવસ યોગ્ય છે. જેમના લગ્ન નથી થઇ રહ્યા તેમને હજી થોડા સમય માટે રાહ જોવી પડશે. આજે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં સફળતા મળશે. આજે ઓફિસમાં થોડી વધારે મહેનત કરવી પડશે પણ તેનાથી તમને ધનલાભ થશે. પૈસાની સમસ્યા પહેલા કરતા ઓછી થઇ જશે. આવક વધવાની સાથે સાથે ખર્ચમાં પણ વધારો થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
દરરોજના પ્રમાણે આજનો દિવસ થોડો વધુ થકવી દેનારો સાબિત થશે. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે. સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
વાહન સાથે જોડાયેલ ખર્ચમાં વધારો થશે. આજે સુખ અને સુવિધા સાથે જોડાયેલ સાધન પર ખર્ચ થશે. ભાઈ અને બહેન સાથે સંબંધો વધુ મજબુત થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અથવા પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. આજે સંતાન તરફથી ચિંતા વધુ જણાશે. આજે તમારા પ્રિયજન સાથે સમય પસાર કરો. તેમના મનની વાતો સમજો. નોકરી કરતા મિત્રોને આજે સાંજના સમયે તબિયત બગડી શકે છે. મકાન અને જમીન ખરીદીના યોગ બની રહ્યા છે, પૈસાની કોઈપણ લેવડદેવડ કરતા પહેલા સાવધાની રાખજો આજે કોઈ તમને દગો કરી શકે છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

કૌટુંબિક-પારિવારિક – જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here