સુરત બન્યુ ગુજરાતનું ક્રાઇમ કેપિટલ, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા ત્રણ હત્યાના બનાવો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરત શહેરમાંથી ઘણા હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિત હવે સુરતમાં કાબૂમાં રહી નથી ત્યારે હવે હત્યાના કિસ્સાઓને લઇને લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરૂદ્ધ પણ ગ્રીષ્માની હત્યા બાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે. ત્યારે સુરતમાં છેલ્લા 24 કાલકમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે.

હત્યાના બનાવો બાદ લાગી રહ્યુ છે કે હવે શહેરમાં કોઇ ગુનેગારોને કાયદાનો ડર જ રહ્યો નથી. ઉઘના વિસ્તાપમાં એક મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભેસ્તાનમાં એક દારૂના અડ્ડા પર બાઇટિંગને લઈને ઝઘડો થયો હતો જેમાં બે અજાણ્યા ઈસમોએ એકનું ગળું દબાવી જમીન પર પાડી દીધો હતો અને તે બાદ ભાગી ગયા હતા જે બાદ ભાગદોડ મચી ગઇ હતી.

Image source

આ દરમિયાન બેભાન અવસ્થામાં સિવિલ લવાયેલા યુવકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક વસીમ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેની પત્ની સાત માસનો ગર્ભ પણ ધરાવે છે. મૃતકના મિત્રો અનુસાર લીંબાયતથી કેટલાક ઘોડા લઈ પાંડેસરા આશાપુરી ગોવાલક નગર આવ્યા હતા. ત્યારબાદ વસીમ રાજભાઈ સોલાપુરી સાથે ભેસ્તાનના એક અડ્ડા પર ખાવા-પીવા ગયા હતા.

જ્યાં કેટલાક ઈસમો આવીને બાઇટિંગ માગતા વસિમે એક વાર બાઇટિંગ આપ્યા બાદ બીજીવાર આવતા પૈસા આપી દુકાનમાંથી લઈ લેવા કહ્યું હતું. વસીમનું ગળુ દબાવી ઇસમોએ તેને જમીન પર પાડી દીધો, જયારે તે લોકોએ તેને બેભાન હાલતમાં જોયો તો હુમલાખોરો નાસી ગયા હતા. આ ઉપરાંત બીજી એક ઘટના પણ પાંડેસરામાંથી સામે આવી હતી. જયારે પાંડેસરામાં એક યુવકની માર મારી હત્યા કરી દેવાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ત્યારે એક ટેબલ મૂકવાના ઝઘડામાં એજન્ટ દ્વારા ડાયમંડ વર્કરની હત્યા કરાઇ હોવાની પણ વિગત સામે આવી છે. જણાવી દઇએ કે, 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની પાસોદરા વિસ્તારમાં પરિવારની સામે જ ફેનિલ ગોયાણી નામના યુવકે તેને રહેંસી નાખી હતી. ઉઘના નવસારી રોડ પર એક ખંડેર મકાનમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી છે. મહિલાના માથામાં ઇજા પહોંચાડી હવાનું તપાસમાં બહાર આવ્યુ છે, ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલિસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપી હતી.

ગ્રીષ્મા વેકરિયાની વાત કરીએ તો, તેને ફેનિલ ગોયાણી નામના યુવકે માતા અને ભાઇની નજર સામે જ રહેંસી નાખી હતી. છેલ્લા લગભગ એકાદ વર્ષથી ફેનિલ ગ્રીષ્માને હેરાન કરતો હતો અને તેને પરિવાર દ્વારા સમજાવવામાં પણ આવ્યો હતો છત્તાં તે ગત શનિવારના રોજ ઘરે આવ્યો અને ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યુ હતુ. તે બાદ તેણે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલિસે તેને હોસ્પિટલ ખસેડ્યો હતો અને બાદમાં કસ્ટડીમાં લઇ લીધો હતો.

Shah Jina