ખબર

સુરત પીપલોદમાં ગ્રાહકો યુવતિ સાથે માણી રહ્યા હતા મજા અને અચાનક આવી ગઇ પોલિસ, અંદરનો નજારો જોઇ પોલિસ પણ ચોંકી ઉઠી

સુરતમાં કુલ 7 રૂપ લલનાઓ ગંદુ કામ કરતા ઝડપાઇ, 3 થાઈલેન્ડની હતી…૧ કલાકનો ભાવ જાણીને ચકિત થઇ જશો

રાજયમાંથી ઘણીવાર સ્પાની આડમાં કે બ્યુટી પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હોય છે. પોલિસને બાતમી મળતા જ રેડ પાડવામાં આવે છે અને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પોલિસ ઘણીવાર આવા દેહ વેપારના ધંધામાંથી કેટલીક યુવતિઓને મુક્ત પણ કરાવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી વડોદરા, સુરત અને રાજકોટમાં પોલિસ આવા દેહ વેપારનો ધંધો કરતા લોકો પર કાર્યવાહી કરી રહી છે. હાલમાં ફરી એકવાર ગુજરાતના સુરતમાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા  દેહ વેપારના ધંધા પર ઉમરા પોલીસે રેડ પાડી હતી અને 3ની ધરપકડ કરી હતી. પોલીસે થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત પણ કરાવી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, રવિવારના રોજ રાત્રે કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો કે, પીપલોદમાં સેન્ટ્રલ મોલ સામે SNS સીનર્જી બિલ્ડિંગમાં રેડ પર્લમાં સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલે છે. ઉમરા પોલીસે રેડ પાડી અને આ ધંધો ચલાવતા પ્રમોદકુમાર યાદવ,સંજય બાબુ બગડિયા અને સાગર કિશોર સિહોરાની ધરપકડ કરી છે.

આરોપી પ્રમોદ આ દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. જ્યારે સંજય અને સાગર ગ્રાહક છે. પોલીસે તેમની પાસેથી 4 ફોન, રોકડા રૂ.7720 અને 4 કોન્ડોમ કબજે કર્યા છે. સંચાલક પ્રમોદ ગ્રાહકો પાસે રૂ. 2 હજાર લેતો હતો તેમાંથી 1 હજાર યુવતીઓને આપતો અને 1 હજાર પોતે રાખતો હતો.

ગ્રાહકોનો સંપર્ક ફોન અને સોશિયલ મીડિયાથી કરવામાં આવતો હતો. સ્પામાંથી કુલ 7 યુવતી મળી હતી. તેમાંથી 3 થાઈલેન્ડની વતની છે જ્યારે 4 યુવતીઓ ભારતના અલગ-અલગ રાજ્યની છે. પોલીસે યુવતીઓનો જવાબ લખીને તેમને જવા દીધી હતી. પોલિસે આ યુવતિઓને મુક્ત કરાવી હતી. પોલિસ અનુસાર થાઈલેન્ડની યુવતીઓ ટૂરીસ્ટ વિઝા પર આવી હતી.