અમદાવાદની યુવતી સાથે મૈત્રી કરારનું આવ્યું ભયંકર પરિણામ, એક જ પરિવારના 3 લોકોનો આપઘાત કર્યો

સાળી સાથે મૈત્રી કરાર નો ખતરનાક અંજામ આવ્યો, એક જ પરિવારના 3 લોકોએ કર્યો આપઘાત- જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા જ રહે છે, જે થમવાનું નામ જ નથી લઇ રહ્યા. ઘણીવાર આર્થિક તંગી, પ્રેમ સંબંધ કે પછી કોઇ અન્ય કારણોસર કેટલાક લોકો આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના ભુગુપુરમાંથી આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 લોકોએ જીવન ટૂંકાવી લીધુ છે અને તે પણ મૈત્રી કરારને કારણે. સુરેન્દ્રનગરના ચુડાના ભુગુપુર ગામના એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Image source

અમદાવાદની યુવતી સાથે મૃતક યુવકે મૈત્રી કરાર કર્યા હતા અને તે બાદ યુવકને અને તેના પરિવારને યુવતી અને તેના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેને કારણે યુવક અને તેની માતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો અને પિતરાઈ ભાઈને આ મામલે લાગી આવતા તેણે પણ ટ્રેન નીચે પડતું મૂકી દીધુ. આ મામલે પોલીસે કાર્યવાહી કરી ચાર લોકોની અટકાયત કરી છે અને 12 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

Image source

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ચુડાના ભૃગુપુર ગામમાં રહેતા યુવકે અમદાવાદની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા. મૃતકની પત્ની અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ બીજી યુવતી સાથે તેણે મૈત્રી કરાર કર્યો હતો અને આ વાત યુવતીના પરિવારજનોને પસંદ ન આવતા તેઓ અવારનવાર મૃતકના ઘરે આવતા અને ઝઘડો કરતા. આ સિલસિલો ચાલુ રહેતા આખરે કંટાળી યુવક અને તેની માતાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો

Image source

અને પછી 24 કલાકમાં જ તેના પિતરાઈ ભાઇએ પણ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. માનસિક ત્રાસ મામલે મૃતક યુવકે પોલીસમાં અરજી પણ કરી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આત્મહત્યા કરી હતી. પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા મૃતદેહો સ્વીકારવામાં ન આવતા કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયા હતા.જો કે, આપઘાતની ઘટના બાદ સફાળી જાગેલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી એક જ પરિવારના 3 લોકોને મરવા મજબૂર કરનાર 4 લોકોની અટકાયત કરી અને 12 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

Image source

આરોપીઓની અટકાયત બાદ મૃતદેહોનો પરિવારજનોએ સ્વીકાર કર્યો અને અંતિમવિધિ કરવામાં આવી હતી.ન્યુઝ 18 ગુજરાતીના રીપોર્ટ અનુસાર, લક્ષ્મણભાઇ પરમાર અમદાવાદના બાપુનગરમાં રહેતા હતા અને 16 વર્ષ પહેલા તેમના લગ્ન શારદાબેન સાથે થયા હતા.જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેમની આંખ તેમની સાળી પાયલબેન સાથે મળી જતા બે મહિના પહેલા જ પાયલબેન સાથે મૈત્રી કરાર કર્યો હતો. જે પાયયબેનના પરિવારને મંજૂર નહોતા.

Shah Jina