હેલ્થ

આ 3 પ્રકારનું મસાલા વાળું ડ્રીંક્સથી તમારો વજન ચોક્કસ ઉતારશે, લાખો લોકોને ફાયદો થયો

દુનિયામાં જો સૌથી મુશ્કિલ કામ છે તો તે છે વજન ઓછું કરવું. કહેવામાં આવે છે કે 25 ટકા વ્યાયામ અને 75 ટકા યોગ્ય ડાઈટ દ્વારા વજન ઓછું કરી શકાય છે. વજન ઓછું કરવા માટે ખોરાકમાં ફાઈબર એન પ્રોટીન વધારે માત્રામાં લેવું જોઈએ.

Image Source

જ્યારે પીવા માટે એવી વસ્તુઓ લેવી જોઈએ જેનાથી તમારા શરીરીનું મેટાબોલિઝમ્સ વધી શકે. વજન ઓછું કરવા માટે તમારા રસોઈ ઘરમાં જ એવા ઘણા મસાલાઓ ઉપલબ્ધ છે, જે એક દવાનું કામ પણ કરે છે. આ મસાલાના પીણા દ્વારા તમે તમારું વજન સહેલાઈથી ઓછું કરી શક્શો. આવો તો તમને જણાવીએ આ ડ્રિંક્સ વિશે.

Image Source

1. તજનું પાણી:

Image Source

ભૂખને નિયંત્રણ કરવામાં તજ ખુબ જ મદદરૂપ છે. આ સિવાય તજથી શરીરનું મેટાબોલિઝમ્સ પણ વધે છે. બ્લડ શ્યુગર કંટ્રોલ રાખવામાં પણ તજ ખુબ જ અસરદાર છે. જો તમે વજન ઓછું કરવામાં લાગેલા છો તો તજને ખાવાની સાથે સાથે તેનું પાણી પણ પીઓ. શરીરમાં જામેલી ચરબી તજના પાણીથી દૂર થઇ જશે.

કેવી રીતે બનાવવું તજનું પાણી:

Image Source

એક ગ્લાસ પાણીની અંદર તજનો એક નાનો ટુકડો નાખીને પાણીને ઉકાળી લો. આ પાણીને 3 મિનિટ સુધી ઉકાળો. સવારે અને રાતે સુતા પહેલા આ પાણીને લગાતાર એક મહિના સુધી પિતા રહો, તમને જલ્દી જ ફર્ક દેખાવા લાગશે.

2. જીરાનું પાણી:

Image Source

જીરાનું પાણી શરીરમાં મેટાબોલિઝમ્સને વધારે છે અને કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો આપે છે. પાચનની સમસ્યાને પણ જીરાનું પાણી દૂર કરી દે છે, આ સિવાય તે શરીરમાં ઈંસુલિનની માત્રા પણ જાળવી રાખે છે.

કેવી રીતે બનાવવું જીરાનું પાણી?:

Image Source

એક ગ્લાસ પાણીમાં એક મોટી ચમચી જીરા નાખીને પાંચ મિનિટ સુધી ઉકાળો. ઉકાળવાને બદલે તમે રાતે જીરાને એક ગ્લાસ પાણીમાં પણ મૂકી શકો છો અને સવારે આ પાણી પી લો અને જીરાને પણ ચાવીને ખાઈ જાઓ, તમને તમારા શરીરમાં ટૂંક સમયમાં જ ફર્ક દેખાવા લાગશે.

3. અજમાનું પાણી:

Image Source

અજમા પેટને લગતી દરેક સમ્યાઓ માટે રામબાણ માનવામાં આવે છે. આ સિવાય વજન ઓછું કરવા માટે પણ અજમા ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. અજમા શરીરમાં મેટાબોલિઝમ્સને વધારે છે અને સાથે જ શરીરમાં ગરમી ઉત્પન્ન કરીને ચરબીને ઓછું કરે છે. અજમાનું પાણી લગાતાર એક મહિના સુધી રોજ સવાર-સાંજ પીવાથી જલ્દી જ તમારું વજન ઓછું થવા લાગશે.

કેવી રીતે બનાવવું અજમાનું પાણી?:

Image Source

25 ગ્રામ જેટલા અજમાના દાણાને એક ગ્લાસ પાણીમાં રાખી દો. બીજા દિવસે પાણીને ગાળીને પાણી પી લો. તમારા શરીરમાં ટૂંક સમયમાં જ ઘણો ફર્ક દેખાશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.