ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે એટલે કે દેવ દિવાળીના દિવસે જ સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાંસોટના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલ એક કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી.
આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ અકસ્માતને પગલે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભાવનગરનો પરિવાર કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યો હતો અને એ દરમિયાન અકસ્માતની ઘટના બની.
ઘટનાની જાણ થતા જ હાંસોટ પોલિસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ પોોલિસ વધુ તપાસ કરી રહી છે.