હેલ્થ

વધેલા વજનને ઘટાડવા માટે આ રીતે ઘરે જ બનાવી લો ડીટોક્સ વોટર, ફાયદા જાણીને હેરાન રહી જશો

આજના આધુનિક સમયમાં વધેલા વજનથી ઘણા લોકો પીડાય છે, અને તેને ઘટાડવા માટે કેટ કેટલાય ઉપયો પણ કરતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે પાણી પીવાથી પણ તમારા વજનમાં ઘટાડો થઇ શકે છે. હા, એ સાચું છે પરંતુ એ પાણી ડીટોક્સ વોટર હોવું જોઈએ.

Image Source

ડોકટરનું પણ કહેવું છે કે ડીટોક્સ વોટર પીવાથી શરુરનું વજન ઘટી શકે છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે, ડીટોક્સ વોટર પાચનક્રિયા મજબૂત બનાવે છે, અને શરીરમાંથી ઝેરી પદાર્થોને પણ બહાર કાઢવામાં મદદ કરે છે. તો આજે અમે તમને ખાસ ડીટોક્સ વોટર કેવી રીતે બની શકાય તે તમને જણાવીશું. તમે ત્રણ પ્રકારે ડીટોક્સ વોટર બનાવી શકો છો. ચાલો જાણી કઈ રીતે ડીટોક્સ વોટર બનાવવુ.

Image Source

1. લીંબુ અને આદુ દ્વારા બનાવવામાંઆવેલું ડીટોક્સ વોટર: લીંબુ અને આદુના ગુણોથી બનાવવામાં આવેલું આ પીણું સવારે ખાલી પેટે પીવું જોઈએ. આ તમારા શરીરને તાકાત આપે છે અને તમારા મેટાબોલિજ્મને પણ સારું રાખે છે. આ પીણું બનાવવા માટે તમારે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો વાટીને નાખી. દેવો આ પીણાને રોજ સવારે બે ગ્લાસ પીવું અને મહિનામાં જ તમને તેની અસર દેખાશે.

Image Source

2. દાલચીની ડીટોક્સ પીણું: દાલચીનીનો સ્વાદ અલગ અલગ પ્રકારનો હોય છે. તેની તીખી સુગંધ શરીરને શાંતિ આપનારી હોય છે. વજન ઓછું કરવામાં પણ દાલચીની ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી તમારું મેટાબોલિજ્મ તો મજબૂત બનશે જ સાથે સાથે તેમાં ફેટને ઓગાળવાંની તાકાત પણ હોય છે. એક કન્ટેનરની અંદર થોડું હળવું ગરમ પાણી લેવું અને તેમાં એક ચમચી દાલચીનીનો પાવડર ભેળવી દેવો. સૂતી વખતે આ પીણાંનું સેવન કરી લેવું જેનાથી થોડા જ સમયમાં તમને ચિત્કારિક ફાયદા જોવા મળશે.

Image Source

3. કાકડી અને પુદીનાનું ડીટોક્સ ડ્રિન્ક: કાકડી અને પુદીનાનું ડીટોક્સ ડ્રિન્ક ખુબ શાનદાર છે. તે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે. આ ઉપરાંત તેનો સ્વાદ અને ખુશ્બુ પણ લાજવાબ હોય છે. આ ડીટોક્સ ડ્રિન્ક બનવવા માટે તમારે એક કપ પાણીની અંદર કાકડીના ટુકડા અને થોડા પુદીનાના પાન લઈને ભેળવવાના છે. થોડીવાર આ પાણી તમે દિવસમાં ગમે તેટલીવાર પી શકો છો.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.