આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 3 ડિસેમ્બર 2019

0
Advertisement

1. મેષ – અ,લ,ઈ (Aries):
સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે આર્થિક નુકશાન થવાની શક્યતા છે. આજે નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવી. પરિવારની કોઈ ચિંતાને કારણે માનસિક શાંતિ ભંગ થશે. દાંપત્યજીવન માટે આજનો સમય સૌથી શ્રેષ્ટ છે. જે પણ પ્રેમી મિત્રોને પ્રિયજન સાથે કોઈ મતભેદ છે તો તેમાં બદલાવ આવશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. આજે વેપારી મિત્રોને મુસાફરી કરવાના યોગ છે. વિદેશથી ધનલાભના યોગ છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સારો છે શિક્ષક તરફથી સારો સપોર્ટ મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
લગ્નઈચ્છુક મિત્રો માટે આજનો દિવસ સારો સાબિત થશે જો તમે ઈચ્છો તો આજે કોઈને પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. સાચી મજા આજે પ્રિયપાત્ર સાથે બહાર ફરવા જઈને માણો. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
દરરોજના પ્રમાણે આજનો દિવસ થોડો વધુ થકવી દેનારો સાબિત થશે. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે. સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી
7. તુલા – ર,ત (Libra):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પ્રાપ્ત થશે. લાંબા સમયથી પાર્ટનર સાથે ચાલી રહેલ ઝઘડાનો અંત આવશે. જે તમારા મનને થોડી શાંતિ આપશે. ઘરના દરેક સભ્યો આજે તમારાથી ખુશ રહેશે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે. થોડો આત્મવિશ્વાસ વધારવાની જરૂરત છે પછી કોઈપણ કાર્ય તમારી માટે અશક્ય નહિ રહે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here