અમરેલી : કૂવામાંથી એક સાથે 3 પરપ્રાંતિય મજૂરોની લાશ, મચી ગયો ખળભળાટ

અમરેલીનાં લાલાવદર ગામના કૂવામાંથી ત્રણ મૃતદેહો મળતા હડકંપ, પતિ-પત્ની અને નણંદ ત્રણેયે એકસાથે પડતું મૂક્યું- જાણો

ગુજરાતમાંથી ઘણીવાર સામૂહિક આપઘાતની ખબર સામે આવે છે. ત્યારે હાલમાં અમરેલીમાંથી જે કિસ્સો સામે આવ્યો તે ખૂબ જ ચોંકાવનારો છે. લાલાવદર ગામની સીમમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પતિ-પત્નિ અને બહેને કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હોવાનું સામે આવ્યુ છે.

કૂવામાંથી એકસાથે ત્રણ મૃતદેહો મળતા હડકંપ

ઘટનાની જાણ ગામનાં રહીશોને થતા તેઓએ તાત્કાલીક અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી અને તે બાદ ત્રણેય મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના લાલાવદર ગામની સીમમાં આવેલ અલ્પેશભાઇની વાડીમાં પરપ્રાંતિય પરિવાર ખેતમજૂરી કરતો હતો અને તેમણે બે દિવસ પહેલા જ કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ હતું.

ઘટનાનું કારણ અકબંધ

ત્યારે આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તેઓએ અમરેલી ફાયર વિભાગની ટીમને કરી હતી અને તે બાદ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ત્યારે હવે આ મામલે તપાસ ચાલી રહી છે. મૃતકોની વાત કરીએ તો, તેમાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખિયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા અને જાનુબેન અંતુરભાઈ દેવરખિયાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પરિવારે આત્મહત્યા કેમ કરી તેને લઇને તપાસ ચાલી રહી છે.

Shah Jina