સેલમાં 2500 રૂપિયામાં ખરીદ્યો ચીની માટીનો વાટકો, નીકળ્યો 3 કરોડનો ખજાનો, જાણો એવું તો શું છે તેમાં ખાસ ?

ભાઈએ એક સેલમાંથી ફક્ત ૨૫૦૦ રૂપિયામાં ખરીદ્યો વાટકો, હવે ખબર પડી બની ગયો કરોડપતિ, જાણો એવું તો શું છે આ વાટકામાં ?

આપણે ઘણી એવી વસ્તુઓ જોઈએ છીએ, જે દેખાતી હોય ખુબ જ સામાન્ય જેવી પરંતુ તેની કિંમત સાંભળીને આપણે પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલ એવી જ એક વસ્તુની કિંમત ખુબ જ ચર્ચામાં છે. (photo source getty)

અમેરિકાની અંદર એક 2500 રૂપિયાનો ચીની માટીથી બનેલો વાટકો 3.6 કરોડમાં વેચાઈ શકે છે. હવે દરેકના મનમાં વિચાર આવે કે એવું તો શું હશે આ વાટકાની અંદર કે હરાજીની અંદર તેને ત્રણ કરોડ રૂપિયાથી પણ વધારે કિંમત આપીને કોઈ ખરીદવા માંગશે ?

રિપોર્ટ પ્રમાણે આ કટોરો એટલા માટે ખાસ છે કે કારણ કે આ 15મી સદીની ચીની કલાકૃતિઓમાંનો એક છે. ચીની માટીથી બનેલા આ વાટકાને 35 અમેરિકી ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો, જ્યારે તેની બોલી 15,000થી 500,000 ડોલર વચ્ચે રાખવામાં આવી છે. સૌથી ઊંચી કિંમત ચુકવનારને આ વાટકો આપવામાં આવશે. જેની હરાજી 17 માર્ચના રોજ થવાની છે.

ફૂલો અને બીજી ડિઝાઇનના ભૂરા રંગના ચિત્રો વાળા આ સફેદ વાટકાનો વ્યાસ લગભગ 6 ઇંચ છે. આ હરાજી સોથબીમાં થવાની છે. આ વાટકો દુનિયાની અંદર હાજર રહેલા એવા 7 વાટકાઓમાં છે જેની 17 માર્ચના રોજ ન્યુયોર્કમાં હરાજી કરવામાં આવશે.

સોથબીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કલા વિભાગના ચીની કામોના પ્રમુખ મૈકએટરે જણાવ્યું કે, “આ તરત જ સ્પષ્ટ થઇ ગયું કે અમે હકીકતમાં કંઈક અનોખું જોઈ રહ્યા છે. પેઇન્ટિંગની શૈલી, કટોરાનો આકાર, અહીંયા સુધી કે ભૂરો રંગ પણ આ ચીની માટીના વાસણનું 15મી શતાબ્દીના હોવાનું પ્રમાણ છે.” તેમને એ પણ ખાતરી કરી છે કે આ વાટકાને 1400માં દશકમાં બનાવવામાં આવ્યો હતો.

જો કે આ વાટકો કેટલો જૂનો છે તેનું કોઈ વિજ્ઞાનિક પરીક્ષણ કરવામાં નથી આવ્યું. ફક્ત પ્રશિક્ષિત લોકો અને વિશેષજ્ઞો દ્વારા તેનું 15મી શતાબ્દીમાં બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાટકો ખુબ જ મુલાયમ અને ચીકણો છે. તેની ચમક રેશમી અને રંગ-ડિઝાઇન એ અવધિના હિસાબથી ખુબ જ વિશિષ્ટ છે.

Niraj Patel