પાકિસ્તાનના કરાચી શહેરમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલા વિમાન પીકે-8303માં કુલ 99 લોકો સવાર હતા જેમાંથી 97 લોકોના મૃત્યુ થયા છે, આ દુર્ઘટના બાદ તપાસમાં ઘણી એવી બાબતો સામે આવી રહી છે જે જાણીને ઘણા પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. પાયલટની ભૂલ ઉપરાંત હવે બીજી એક બાબત સામે આવી છે જેના દ્વારા સુરક્ષા એજન્સી ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે.

એક અધિકારીએ ગુરુવારના રોજ જણાવ્યું કે વિમાનના મલબામાંથી શોધકર્તાઓને અને બચાવ અધિકારીઓને અલગ અલગ દેશોના નાણાં મળી આવ્યા છે. જેની કિંમત લગભગ 3 કરોડ જેટલી થાય છે. અધિકારીએ જણાવ્યું કે તેના માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કે આટલી મોટી રોકડ રકમ એરપોર્ટની સુરક્ષા અને સામાનની તપાસ દરમિયાન કેવી રીતે આવી છે.

અધિકારિણઃ જણાવ્યા અનુસાર આ ધનરાશિ બે થેલાની અંદર ભરેલી હતી. હવે આ ઘટના બાદ સુરક્ષા એજણાસીઓ ઉપર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પાકિસ્તાનની અંદર બનેલી આ સૌથી મોટી વિમાન દુર્ઘટના છે. અત્યાર સુધી આ ઘટનામાં મૃત્યુ પામેલા 43 લોકોના શબને તેમના પરીઓવાર સુધી પહોંચાડવામાં આવ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.