ભાવનગરની સગીરા પર ગેંગરેપ કેસમાં ASP શફીન હસને 24 કલાકમાં દાખલ કરી હતી ચાર્જશીટ, ત્રણેય નરાધમોને કોર્ટે આપી ખતરનાક સજા
ગુજરાત રાજય સહિત દેશભરમાંથી અવાર નવાર સગીરા સાથેના દુષ્કર્મના અથવા તો ગેંગરેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. છેલ્લા થોડા સમય પહેલા ભાવનગરમાંથી એક સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં આરોપીઓ સગીરાનું અપહરણ કરી તેને અવાવરુ જગ્યા પર લઇ ગા હતા અને ત્યાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયાના માત્ર 24 જ કલાકમાં ભાવનગરના એએસપી શફીન હસને પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને આધારે ચાર્જશીટ કરી દીધી હતી અને કોર્ટે 52 દિવસમાં આ કેસનો ચુકાદો પણ આપી દીધો છે. આ કેસમાં ત્રણ આરોપીઓને ભાવનગર કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની સજા ફરકારી છે.
મનસુખ ભોપાભાઈ સોલંકી, સંજય છગન ભાઈ મકવાણા, મુસ્તુફા શેખ નામના ત્રણેય દોષિતોને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગત જોઇએ તો, ભાવનગરના તળાજા રોડ પર ટોપ થ્રી સર્કલ નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર પુત્રી કે જે માનસિક અસ્વસ્થ છે તેને ચોકલેટ અને બિસ્કિટ-વેફરની લાલચ આપી ઇકો કારમાં લઇ જવામાં આવી હતી. જે બાદ તેઓ અલંગ તરફ રવાના થયા હતા. પહેલા તો સગીરાને મનસુક સોલેકી ચોકલેટની લાલચે ઉઠાવી ગયો હતો અને રસ્તામાંથી તેના બે મિત્રો સંજય અને મુસ્તુફાને પણ તેણે લીધા હતા.

આ દરમિયાન થોડે દૂર જઇ ત્રણેય નરાધમોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ મામલની જાણ પીડિતાના પરિવારને કરાતાં સગીરાની માતાએ 13 ફેબ્રુઆરીના રોજ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને જા બાદ પોલીસે પોક્સો તથા 376 સહિત કલમો નોંધી ફરિયાદ દાખલ કરી અને આરોપીઓને ઝડપી લઇ માત્ર 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ કોર્ટે સેન્સેટીવ માની ઝડપી ચલાવવાનો નિર્ણય કર્યો હતો અને આ કેસ 52 દિવસમાં 12 મુદતમાં જ ચુકાદા સુધી પહોંચી ગઇ હતી.

આ દરમિયાન સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી સાઇકોલોજી ડોક્ટરોની પણ સલાહ લઇ જુબાની અને મેડિકલ સર્ટિફિકેટ લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ફોરેન્સિક સાઇન્સ લેબોરેટરીના રિપોર્ટ માટે ઝડપી કામગીરી કરી માત્ર પાંચ દિવસમાં રિપોર્ટ પણ મેળવેલો અને કેસ દરમિયાન મૌખિક 26 તથા દસ્તાવેજી 72 પુરાવા અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતા. ત્યારે હવે અદાલતે 52 દિવસમાં આ કેસનો ચુકાદો આપી દીધો છે. ત્રણેય આરોપીઓને કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે.