‘તારી સરસ સ્માઈલ છે, સ્ટેશને જઈ મજા કરીએ’, સિટી બસમાં ગર્લ્સની છેડતી કરતા 3 કંડક્ટરોને હોશિયાર માતાએ ફિલ્મી સ્ટાઈલથી ઝડપી પાડ્યા

ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ અને મહિલાઓ સાથેના છેડતીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે BRTS બસમાં પણ છોકરીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતમાંથી હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તેમાં સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની સગીરાની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. આંખ મારી સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરી એવી ગંદી કોમેન્ટ પણ કંડક્ટર દ્વારા કરવામાં આવી હતી. વળી બસમાં ફરજ બજાવતા કંડક્ટરે પણ સગીરાની મદદ કરવાની તસ્દી ન લીધી.

જે બાદ ગભરાયેલી સગીરાએ માતાને કોલ કરતા તેઓ અમિષા ચાર રસ્તા પાસે આડા ઉભા રહી બસ રોકવાનો પ્રયાસ કર્યો, જોકે, બસ અટકાવી નહિ અને આ દરમિયાન દિલ્હીગેટ પાસે બસ અટકાવી હતી.માતાએ કંટ્રોલરૂમમાં પણ જાણ કરી હતી અને ત્યારે મહિધરપુરા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને બસમાં બેઠેલા ત્રણેય બદમાશોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મહિધરપુરામાં રહેતી 17 વર્ષની સગીરા તેની બહેનપણી સાથે 20 તારીખના રોજ સાંજે ડુમસ રોડ ગોવર્ધન નાથજીની હવેલી પાસેથી સિટી બસમાં બેસીને ઘરે આવતી હતી

ત્યારે બસમાં ભીડ વધારે હોવાને કારણે બેસવાની જગ્યા ન હોવાથી તેઓ પાછળના ભાગે ઊભા રહ્યા હતા. આ દરમિયાન એક યુવકે સગીરાને સ્પર્શ કર્યો અને કહ્યુ કે, બસમાં ભીડ વધારે હોવાથી ભૂલથી લાગી ગયો હશે.જો કે, કંડક્ટરે કહ્યું કે, આગળ જગ્યા છે અને તે બાદ તેઓ આગળ ઊભા રહ્યા. ત્યારે ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા સ્ટીલના પોલમાં તરૂણીનું મોઢું અથડાયું અને પછી તે તેની મિત્ર સાથે બસમાં પાછળના ભાગે ઊભી હતી. ત્યારે જેણે સ્પર્શ કર્યો હતો તે યુવકે એવી કોમેન્ટ કરી કે બસ ધીમે ચલાવો મારૂં મોઢુ અથડાય,

જે બાદ યુવકના બે મિત્રો પણ બસમાં કોમેન્ટ કરવા લાગ્યા અને તરૂણીને આંખ મારી કહ્યુ- સ્માઇલ સરસ છે, સ્ટેશન જઈને મજા કરી. આ દરમિયાન તરૂણીનો માતા સાથે ફોન ચાલું હોવાથી તેણે ગભરાયેલી હાલતમાં માતાને અમિષા ચાર રસ્તા આવી જવા કહ્યું હતું.કિશોરીને અમીષા ચાર રસ્તા પાસે ઉતરવાનું હતુ અને તેમ છતાં બદમાશોએ બૂમો પાડી અને બસને સ્ટેશને જ ઊભી રાખવાની વાત કરી હતી. ત્યારે બસ ઊભી રખાવવા સગીરાની માતા આડી ઊભી રહી. છેવટે સગીરાની માતાએ મોપેડ લઈ સ્ટેશન પાસેના સર્કલ પર બસ ઊભી રખાવી પોલીસ બોલાવી દીધી હતી.

પ્રતિકાત્મક તસવીર

સગીરાએ કંડકટરને ફરિયાદ કરી તો તેણે કહ્યું કે તારે શું કરવું છે. આ મામલે સગીરાની માતાએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે આધારે પોલીસે સિટી બસના 3 કંડક્ટરો શાહરૂખ ફારૂક શેખ, જયદીપ કીમજી પરમાર અને સમીર નાસીર રમઝાનશા સામે છેડતીનો ગુનો નોંધ્યો છે અને તેમની અટકાયત કરી છે. જો કે, એવું પણ સામે આવ્યુ છે કે, ફરિયાદમાં છેડતી કરનારે સગીરાને સ્પર્શ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમ છત્તાં પોલીસે પોક્સો એક્ટની કલમ નથી લગાવી.

Shah Jina