ખબર

ગુજરાતના આ મોટા શહેરોમાં આજથી કરફ્યૂ ઉઠાવી લેવાયો, જાણો વિગત

રાજ્યમાં કોરોનાના કેસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના આંકડામાં ચિંતાજનક વધારો થયો છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી 30 જિલ્લામાં કોરોના પેસારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2626 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112 એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

Image source

રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે.આ ઉપરાંત ડાંગ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. મૂળ ડાંગની એક યુવતીને કોરોના પોઝીટીવ થયા હોવાનુ જાણવા મળ્યુ છે.

Image source

કોરોનાના કેસોમાં સતત વધારો થવાના કારણે દેશમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું હતું અને રાજ્યમાં વધતા જતા કેસોના કારણે અમદાવાદ, સુરત અને રાજકોટને હોટસ્પોટ જાહેર કરાઈને કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું હતું. હવે આજથી ગુજરાતના આ ત્રણેય મહાનગરોમાંથી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે. જો કે લોકડાઉનનો અમલ પહેલાની જેમ જ કરવામાં આવશે.

Image Source

અમદાવાદમાં પણ કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે પણ લોકડાઉન 3 મે સુધી યથાવત રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2624 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 179 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ગુજરાતમાં સૌથી વધુ 1652 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જયારે સુરતમાં 456 કેસ નોંધાયા છે. અને વડોદરામાં 218 કેસ નોંધાયા છે.

Image Source

કર્ફ્યુ હટાવી લેવાતા હવે રસ્તા પર પોલીસ જવાનોની સંખ્યા પણ પહેલા કરતા ઓછી જોવા મળશે અને સ્થાનિકો પણ રસ્તા પર અવરજવર કરતા જોવા મળ્યા હતા.

કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં મંડરાયેલો છે ત્યારે ચીન બાદ ઇટલી કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થનારો દેશ હતો, પરંતુ હવે સુપર પાવર ગણાતો અમેરિકા દેશ પણ કોરોનાની ચપેટમાં બરાબર સપડાવવા લાગ્યો છે. અમેરિકાની અંદર કોરોનાનો કાળો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24  કલાકની અંદર જ અમેરિકામાં 3176 લોકોના મૃત્યુ થઇ ગયા છે. અને કુલ મૃત્યુ આંક 50 હજાર સુધી પહોંચવા આવ્યો છે.

Image Source

એએફપી દ્વારા આવેલા એક અહેવાલ મુજબ જણાવવામાં આવ્યું હતું કે અમેરિકામાં કોર્ન વાયરસના કારણે મારવા વાળા લોકોની સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. અમેરિકા એ પોતાની અર્થવ્યવસ્થા બચાવવા માટે વાયરસ સામે કોઈ યોગ્ય પગલાં લીધા નહોતા જેના કારણે આ વાયરસ દિવસેને દિવસે વધતો ગયો અને આજે લાખો લોકો તેની ચપેટમાં આવી ગયા છે અને હજારો લોકોના મૃત્યુ થયા છે.

ભારતમાં પણ આ વાયરસનો ખતરો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે છતાં પણ આપણા દેશમાં લોકડાઉનના કારણે આ વાયરસથી સારો બચાવ થઇ શક્યો છે જયારે ઇટલીમાં મહામારી સર્જ્યા બાદ આ વાયરસ અમેરિકામાં હવે તબાહી મચાવી રહ્યો છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.