કોરોના વાયરસના કારણે આખી દુનિયા ત્રાહિમામ પોકારી રહી છે. હાજરો પરિવારો બેઘર થઇ ગયા છે. ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેને જાણીને આપણું પણ કાળજું કંપી ઉઠે. ઘણા બાળકો અનાથ બની ગયા છે. આ દુઃખ એજ સમજી શકે જેને આ મહામારીમાં કોઈ પોતાનાને ખોયા છે. આવી જ એક ઘટના શામલીમાંથી સામે આવી રહી છે. જ્યાં એક હસતો રમતો પરિવાર ઉજળી ગયો. કોરોનાના કારણે ત્રણ બાળકો અનાથ બની ગયા. તેમના માથા ઉપરથી માતા-પિતા અને દાદા દાદીની છત્રછાયા હંમેશા માટે ચાલી ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર શામલીના ગામ લીસાઢ નિવાસી ખેડૂત મંગેરામ મલિક ખેતી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. પરંતુ કોરોનાએ એવો કહેર વરસાવ્યો કે પરિવારના ચાર સભ્યોને લઇ ડૂબ્યો. કોરોનાની પહેલી લહેરમાં મંગેરામનો 40 વર્ષીય દીકરો લોકેન્દ્ર મલિક કોરોના પોઝિટિવ આવ્યો હતો.
લોકેન્દ્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પિતા મંગેરામ શામલીની એક હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા. સારવાર દરમિયાન લોકેન્દ્રની તબિયત વધારે ખરાબ થવાના કારણે એપ્રિલ 2020માં કોરોનાના કારણે તેની નિધન થઇ ગયું. લોકેન્દ્રની મોતથી પરિવારના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો. લોકેન્દ્રના નિધન બાદ પરિવારમાં કમાવનારું પણ કોઈ ના રહ્યું.
લોકેન્દ્રને ત્રણ બાળકો હતો. જેમાં મોટો દીકરો 13 વર્ષીય હિમાંશુ, 11 વર્ષીય દીકરી પ્રાચી, અને એક 10 વર્ષીય દીકરો પ્રિયાંશુ છે. લોકેન્દ્રના નિધન બાદ તેના પિતા મંગેરામ અને તેમના પત્ની શિમલા આ દુઃખને સહન ના કરી શક્યા અને તેમનું પણ થોડા સમય બાદ જ નિધન થઇ ગયું. હજુ આ પરિવાર આ દુઃખમાંથી બહાર નહોતો આવ્યો ત્યાં લોકેન્દ્રની 40 વર્ષીય પત્ની સવિતા પણ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનો શિકાર બની ગઈ.
સતત તાવ આવવા છતાં પણ પરિવારમાં પહેલા થઇ ગયેલી ત્રણ મોતના ડરથી તે એટલી ગભરાઈ ગઈ કે શામલી જવાની હિંમત પણ ના કરી શકી. બાળકોના વારંવાર કહેવા છતાં પણ સવિતા તૈયાર ના થઇ તો બાળકોએ તેની જાણકારી તેમના મામાને આપી દીધી. સવિતાના ભાઈ સંજુને જાણકારી મળતા જ તે આવી ગયો.
સંજુ પોતાની બહેનને શામલી લઇ ગયો અને ત્યાંની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સીટીસ્કેન કરાવ્યું. જ્યાં તેના ફેફસામાં 90% કરતા પણ વધારે સંક્ર્મણ મળી આવ્યું. જેના બાદ 30 એપ્રિલના રોજ સવિતાએ દમ તોડી દીધો. એક જ વર્ષમાં પરિવારના ચાર સભ્યોના નિધનથી બાળકો ઉપર પણ દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.
હવે પરિવારની જવાબદારી 13 વર્ષના હિમાંશુનાં ખભે આવી પડી છે. હવે તે જ પોતાની બહેન પ્રાચી અને ભાઈ હિમાંશુની દેખરેખ રાખી રહ્યો છે સાથે જ પોતાની ખેતીનું કામ પણ સાચવે છે. પ્રિયાંશુ અને પ્રાચી સતત રડી રહ્યા છે અને મોટોભાઈ હિમાંશુ તેમને હિંમત આપી રહ્યો છે.