જ્ઞાન-જાણવા જેવું હેલ્થ

સુતા પહેલા આ 3 અંગો પર આ તેલ લગાવવાથી તમને મળશે અદ્દભુત ફાયદા

રાઈનું તેલ(સરસવનું તેલ) આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે કેમ કે તેમાં આયરન, કેલ્શિયલ, મેગ્નેશિયમ, ફૈટી એસિડ અને બીટા-કેરોટીન ખુબ સારી માત્રામાં હોય છે. જેને લીધે ઘણા લોકો રસોઈ પણ રાઈના તેલમાં જ બનાવે છે. આ સિવાય રાઈનું તેલ તમારા વાળ અને સ્કિન માટે પણ ખુબ સારું માનવામાં આવે છે.

Image Source

રાઈનું તેલ શરીરના અંગો પર લગાડવું ખુબ જ ફાયદેમંદ છે. આ વાતને ખુબ ઓછી મહીલાઓ જાણે છે અને ચીકણું હોવાને લીધે તેનાથી દૂર ભાગે છે પણ તમે જો આ તેલનો ઉપીયોગ શરીરના આ ત્રણ અંગો પર રાતે સુતા પહેલા કરશો તો તમને સ્વાસ્થ્યને લાગતા અદ્દભુત ફાયદાઓ થશે.

1. પગના તળિયા પર લગાવો તેલ:
જો તમને પગના સાંધામાં દુઃખાવાની ફરિયાદ છે તો રાઈના તેલથી મસાજ કરવાથી તમને ફાયદો મળી શકે છે. રોજ રાતે સુતા પહેલા પગના તળિયામાં રાઈના તેલથી મસાજ કરવામાં આવે તો આંખોની રોશનીમાં વધારો થાય છે. આ સિવાય તેનાથી શરીર મજબૂત અને સ્વાસ્થ્યમંદ બને છે.

Image Source

આજે દરેક કોઈ વધતા વજનથી ચિંતિત છે એવામાં જો રાતે સુતા પહેલા પગના તળિયામાં મસાજ કરવામાં આવે તો તેનાથી શરીરમાં રહેલું ફેટ દૂર થાય છે અને વજન ઓછું થાય છે, અને લોહીનું પરિભ્રમણ પણ સારી માત્રામાં થાય છે.

2. વાળમાં રાઈના તેલથી મસાજ:
રાતે સુતા પહેલા વાળમાં રાઈના તેલથી મસાજ કરવાથી વાળને મજબૂતી અને પોષણ મળે છે. રાઈના તેલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે શરીરની ત્વચાને કોઈપણ જાતના ચેપ લાગવાથી બચાવે છે. આ સિવાય રાઈના તેલમાં રહેલા તત્વ તમારા વાળને લાંબા સમય સુધી સફેદ થતા અટકાવે છે.

Image Source

ખોળો, ખંજવાળ, વાળનું ખરવું વગેરે સમસ્યાઓથી બચવા માટે તેલને નવશેકું કરીને હલકા હાથે વાળના મૂળમાં મસાજ કરો. જેનાથી વાળને પણ સુરક્ષા મળશે અને રાતે ઊંઘ પણ સારી આવશે.

3. નાભિ પર લગાવો રાઈનું તેલ:
રિસર્ચકર્તાઓનું કહેવું છે કે હોઠોના ફાટવા પર કે સૂકા થઇ જવા પર નાભિમાં રાઈનું તેલ લગાડવાથી ફાયદો મળે છે. હોઠનું સૂકાપણું દૂર કરવા અને સ્કિન સુંદર બનાવવાની સાથે સાથે નાભિમાં રાઇનું તેલ લગાડવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ અને આંખોમાં થનારી બળતરા પણ દૂર થાય છે.

Image Source

તમે પણ આ દરેક સમસ્યાઓથી બચવા માંગો છો તો રોજ રાતે સુતા પહેલા રાઈના તેલના બે થી ત્રણ ટીપા તમારી નાભિ પર લગાવો, આવું કરવાથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થઈ જશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.