ખબર

ચેતી ચેતજો! અહીંયા અડવાથી ગુજરાતમાં સેનાના 3 જવાનો કોરોનાની ઝપેટમાં, જાણો વિગત

કોરોના વાયરસનો ચેપ ના લાગે તેના માટે સૌથી જરૂરી છે સાવચેતી, ઘણીવાર સામાન્ય બાબતોના કારણે પણ આપણે કોરોના વાયરસની ચપેટમાં આવી જઈએ છીએ, આવો જ એક કિસ્સો ગુજરાતના વડોદરામાંથી સામે આવ્યો છે જ્યાં આર્મીના જવાનોએ એટીએમમાંથી પૈસા કાઢ્યા અને તેમને જ કોરોના લાગી ગયો.

Image Source

વડોદરામાં આર્મીના 3 જવાનોએ એક જ એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા અને ત્યારબાદ એ ત્રણેય જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સેના તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય જવાનોને સંક્ર્મણ એક એટીએમ બુથ દ્વારા થયો હોવાની આશંકા છે. કારણે ત્રણેય જવાનોએ એ જ દિવસે એકે જ એટીએમમાંથી પૈસા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોર્ન સંક્રમિત દર્દીઓના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. ગુરુવારના રોજ ગુજરાતમાં નવા 217 કેસ નોંધાયા હતા. જેમાં માત્ર અમદાવાદમાં જ 151 કેસ સામે આવ્યા હતા, અમદાવાદ બાદ સુરતમાં 41, વડોદરામાં 7 અને ભરૂચમાં 5 નવા કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 2624 પહોંચી ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.