ભણેલી ગણેલા હોશિયાર લોકોને કેમ આત્મહત્યા કરવી પડે છે? 19 વર્ષની દીકરીએ હોસ્ટેલમાં જ….
આગળના ઘણા સમયથી તમિલનાડુમાંથી એક પછી એક વિદ્યાર્થીના આત્મહત્યાના મામલાઓ સામે આવી રહ્યા છે, અને હજુ પણ આવી ઘટનાનો થમવાનું નામ જ નથી લઇ રહી. એવામાં એક અન્ય આત્મહત્યાની ઘટનનાને લીધે સનસની મચી ગઈ છે. અહીંની 19 વર્ષની સુમતિ નામની વિદ્યાર્થીની, જે નર્સિંગના સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી તેણે ગત શનિવારે સાંજે તેણે પોતાની જ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું લીધુ.
મળેલી જાણકારીના આધારે સુમતિ તિરુવરકાડુમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી અને તેણે પોતાના જ રૂમમાં ફાંસી લગાવીને જીવન ટૂંકાવી લીધુ. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને શવને પોસ્ટરમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું. આ મામલો સીબી-સીઆઈડીને સોંપવામાં આવ્યો છે. પોલીસની ટીમે ઘટનાસ્થળે તપાસ કરી હતી અને સુમતીના માતા-પિતા સાથે પણ પૂછપરછ કરી છે. આ સિવાય પોલીસ સુમતિનો ફોન જપ્ત કરીને તેના કોલ ડિટેલ્સની જાણકારી મેળવી રહી છે. આત્મહત્યાનુ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

જણાવી દઈએ કે આગળના અમુક સમયથી તમિલનાડુમાં આ ચોથી ઘટના બની છે, તેના પહેલા કલ્લાકુરીચી માંથી 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ 13 જુલાઈના રોજ આત્મહત્યા કરી હતી, આ મામલામાં પોલીસે પ્રિન્સિપાલ, પ્રબંધક સહીત અન્ય લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. આ સિવાય વિલ્લુવરમ જિલ્લામાં થયેલી એક ઘટનામાં બી ફાર્મની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ કોલેજના પહેલા માળથી કૂદીને આત્મહત્યા કરી રહી.

આ સિવાય હાલમાં જ 12માં ધોરણમાં ભણતી વીદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે. ગત બુધવારે તેનું શવ તેના ઘરની બહારથી જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં તેણે અભ્યાસને લગતી સમસ્યાની વાત કહી છે. આ સિવાય શિવકાશીમા પણ 11માં ધીરની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી, જેમાં પોલીસ તપાસ કરી રહી છે.

પ્રદેશમાં આવી રીતે વધતા જતા વિદ્યાર્થીનીઓના આત્મહત્યાના કેસમાં મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મહત્યાની પ્રવૃત્તિથી દૂર રહેવા અને સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસિત કરવાની અપીલ કરી છે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે,”વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી મેળવવા માટે ભણવા નથી આવતા. શિક્ષકોએ તેમને આત્મવિશ્વાસ, સાહસ અને દ્રઢ સંકલ્પ આપવો જોઈએ. વિદ્યાર્થીઓ વિશેષ રૂપે છોકરીઓને બહાદુરીથી મુશ્કેલઓ, અપમાન અને બાધાઓનો સામનો કરવી જોઈએ…મારી ઈચ્છા છે કે તમિલનાડુના દરેરક વિદ્યાર્થીઓએ બૌદ્ધિક રૂપે હોંશિયાર બનવાની સાથે સાથે શારીરિક અને માનસિક રૂપે પણ મજબૂત વ્યક્તિત્વના રૂપે વિકસિત થવાની જરૂર છે.