IPL 2021નો બીજો ફેઝ UAEમાં ચાલી રહ્યો છે. ત્યારે અહીં ક્રિકેટના રોમાંચ સાથે સાથે ગ્લેમરનો તડકો પણ લાગી રહ્યો છે. IPL 2021ના બીજા ફેઝમાં કેટલીક હસીનાઓ છે જે છવાઇ ગઇ છે. તો ચાલો જાણીએ આ હસીનાઓ વિશે.
1.સાશા ડિકોક : મુંબઇ ઇન્ડિયન્સના ઓપનર ક્વિટન ડિકોકની પત્ની સાશા ડિકોક ઘણીવાર સ્ટેડિયમમના સ્ટૈંડસમાં જોવા મળે છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ સાથે તેની સાથી મિત્રતા છે. ડિકોકના લગ્ન કર્યા પહેલાથી જ સાશા IPLમાં ચીયરલિડર હતી.
2.તમન્ના વાહી : તમન્ના વાહી IPL સિઝન દરમિયાન UAEનો ટ્રાવેલિંગ એક્સપીરિયંસ શેર કરતી નજર આવી હતી. તે એક એંકર, પ્રેઝેંટર અને ઇન્ફ્લુએંસર છે. તેનો જન્મ અબૂ ધાબીમાં થયો હતો અને તે ત્યાં જ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 80 હજારથી વધુ ફોલોઅર્સ છે. છેલ્લા દિવસોમાં આ હસીના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.
3.નવનીતા ગૌતમ : RCBના બોલર કાઇલ જેમીસન ડગઆઉટમાં બેસી કૈંપની એક છોકરીને સ્માઇલ કરતા જોઇ હશે. તે બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ મીમ્સ વાયરલ થવા લાગ્યા અને જેમીસનની મજાક ઉડાવવામાં આવી. વાયરલ તસવીરમાં જે છોકરી જોવા મળી રહી છે તે બેંગ્લોર ટીમની મસાજ થેરેપિસ્ટ છે. તેનું નામ નવનીતા ગૌતમ છે અને તે કેનેડાની નાગરિક છે.
4.આશ્રિતા શેટ્ટી : સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી મનીષ પાંડેની પત્ની આશ્રિતા શેટ્ટી IPL 2021 દરમિયાન તેના પતિને ચિયર કરતી જોવા મળી રહી છે. તેની સ્માઇલ બધાને દીવાના બનાવી દે તેવી છે. આશ્રિતા સાઉથ ઇંડિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મશહૂર છે. તેણે ઇન્દ્રજીત અને ઉધયમ એનએચ 4 જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.
5.કાવ્યા મારન : કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની દીકરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની દીકરી અને પૂર્વ કેંદ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યા સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તે પહેલીવાર વર્ષ 2018માં ટીમ SRHને ચિયર કરતી જોવા મળી હતી.