ખબર

દેશમાં શું ફરીથી લાગી શકે છે લોકડાઉન? જાણો અમિત શાહે આ સવાલના જવાબમાં શું કહ્યું

કોરોના સંક્ર્મણ દેશની અંદર ફેલાયે ઘણો સમય થઇ ગયો છે, શરૂઆતમાં લોકડાઉં લાગ્યું કર્યા બાદ હવે મોટા પ્રમાણમાં છૂટછાટો પણ મળી રહી છે ત્યારે વચ્ચે વચ્ચે એવી ખબરો પણ આવે છે કે દેશભરમાં ફરીથી લોકડાઉન લાગી શકે છે. ત્યારે આ વાતનો જવાબ દેશના ગૃહમંત્રી અમિત શાહે જ ઝી ન્યુઝ સાથેની વાતચીત દરમિયાન આપ્યો હતો.

Image Source

અમિત શાહને જયારે એક સવાલ રૂપે પૂછવામાં આવ્યું કે આખી દુનિયામાં હવે કોરોનાની બીજી લહેર આવી રહી છે ત્યારે ત્યારે ઘણી જગ્યાએ લોકડાઉનનું પણ બીજું ચરણ શરૂ થઇ ગયું છે. શું ભારતમાં પણ બીજા લોકડાઉન વિશે તમે લોકોએ વિચારી રાખ્યું છે?

Image Source

આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું કે: “ના. હાલ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અમે એક સાવધાનીનું મોટું અભિયાન ચલાવ્યું છે. ગામડે ગામડે, શાળા-શાળા સુધી, પોલીસ સ્ટેશન સુધી, આંગણવાડી સુધી, હેલ્થવર્કર્સ સુધી દરેક ઘર સુધી આ માટે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં સુધી રસી ના શોધાય અને જ્યાં સુધી આની દવા ના બની જાય ત્યાં સુધી માસ્ક પહેરવું, બે ગજનું અંતર જાળવવું, અને દિવસમાં અનેકવાર હાથ ધોવા, આ ત્રણ વસ્તુઓ ઉપર ભાર મૂકવો.

Image Source

અમિત શાહે આગળ જણાવ્યું કે: “જ્યાં સુધી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે તો હું માનું છું કે લોકડાઉન વખતે જ અમે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય રીતે સુધારી લીધુ હતું અથવા ભારતમાં કોવિડ સામે લડવા માટે કહી શકો છો કે દુનિયાનું સૌથી સારું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેના પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યા છે કે કયા સ્ટેજ પર કઈ દવા આપવાની છે, રિપોર્ટ કયા પ્રકારે કાઢવાનો છે.”

Image Source

દેશમાં લોકડાઉનના જવાબમાં તેમને કહ્યું કે: “જયારે દેશમાં લોકડાઉન લાગ્યું ત્યારે વિપક્ષના કેટલાક નેતા વિશેષ કરીને રાહુલ ગાંધી કહેતા હતા કે આખો દેશ બંધ કરી દીધો. લોકડાઉન કરવાની જરૂરિયાત નહોતી. આજે તેમને ખબર નથી કે લોકડાઉન ના કરવામાં આવતું તો તે સમયે કોરોનાનો પીક આવતા જ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના લાખો કરોડો લોકો મરી જતા.”