29 વર્ષીય યુવાનનું હૃદય રોગથી મોત, પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, જાણો અંદરની વિગત
29-year-old man died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, જેમાં મોટાભાગના ઓછી ઉંમરના યુવાનો હોય છે. ઘણા લોકોને જિમમાં કસરત કરતા કરતા તો કોઈને ડ્રાઈવ કરતા કરતા પણ હાર્ટ એટેક આવી જતા હોય છે. તો હવે તો નાની ઉંમરના લોકોને પણ ખેતી કામ કરતા કરતા પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે હાલ વડોદરામાં પણ હાર્ટ એટેકના મામલાઓ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. હાલ જ એક 29 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવી છે.

સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં આવેલ અશોક વાટિકામાં રહેતા અને સ્કૂલ વાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહેલા 29 વર્ષીય કરણ પવાર નામના યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવક એસ.એસ.જી હોસ્પિટલમાં પહોંચે એ પહેલા જ તેનું મોત થઇ ગયું હતું. તબીબે હોસ્પિટલમાં જોતા જ તેને મૃત જાહેર કર્યો અને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

યુવકના મોતથી પરિવારમાં માતમ :
યુવકનું મોત થતા જ પરિવારમાં માતામાં છવાઈ ગયો હતો. તેના પરિવારે જણાવ્યું હતું કે અગાઉ કરણને નશો ખેંચાવવાની સમસ્યા હતી. જેના બાદ તેને સારવાર પણ કરાવી હતી. લો બ્લડ પ્રેશરના કારણે આ સમસ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. પરંતુ ગતરોજ અચાનક તેને છાતીમાં દુખાવો ઉપાડ્યો અને હાર્ટ એટેક આવતા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે વડોદરામાંથી એક પછી એક આવી ઘટનાઓ સામે આવતા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
અન્ય ઘટનાઓ પણ આવી સામે :
આ ઉપરાંત વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મૂળ વડોદરા અને હાલ કુવૈતમાં રહેતા 40 વર્ષીય પ્રકાશ ચૌહાણ નામના યુવકને પણ હાર્ટ એટેક આવતા જ તેનું મોત થયું હતું. પ્રકાશ કુવૈતમાં દરજી કામ કરતો હતો અને ત્યારે જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. તેના મોત બાદ પણ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઉપરાંત ચાણસ્માના રણાસણ ગામના મહિલા સપરાંચના પતિ દીકરીના ઘરે ગયાઃ તા ત્યાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત નીપજ્યું હતું.