જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 29 ઓક્ટોબર : માતાજીની વિશેષ કૃપા આજના શુક્રવારના દિવસે 7 રાશિના જાતકોને મળવાની છે, આજે આવશે સમસ્યાઓનો અંત

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. આજના દિવસે માનસિક સ્થિતિ સારી નહીં રહે. આજના દિવસે તમે કોઈ નિર્ણય લેવામાં અસમર્થ રહેશો.સ્વાસ્થ્યને લઈને આજનો દિવસ થોડો મુશ્કેલી ભર્યો રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહ ના બનો. પરણિત લોકોના જીવનમાં સમસ્યા રહેશે. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેના માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે પ્રિય વ્યક્તિ સાથે યાત્રા પર જઈ શકો છો. કામને લઈને આજના દિવસે તમને મહેનતનો લાભ મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોને આજનો દિવસ નાજુક રહેશે. આજના દિવસે ખર્ચ પર લગામ રાખવી પડશે નહિ તો ખર્ચ વધી જશે. સ્વાસ્થ્યને લઈને પણ ખર્ચ થઇ શકે છે. આજના દિવસે વિરોધીઓથી પણ સમસ્યા થઇ શકે છે. આજના દિવસે તમારા વિરોધીઓ તમને બગડવાનો પ્રયાસ કરી શકે છે. લવ લાઈફ માટે દિવસ અનુકૂળ છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને મળવામાં તકલીફ પડશે. આજના દિવસે જો તમે તેને મળો છો તો કોઈ વાતને લઈને સમસ્યા થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં પ્રેમ જોવા મળશે. આજના દિવસ સંબંધ સારા રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. સંતાન તરફથી પ્રેમ મળશે. આજના દિવસે તમે કોઈને પ્રેમ કરો છો તો પ્રિય વ્યક્તિનો સાથ મળશે. કામને લઈને સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે. આજના દિવસે કામને અલગ રીતે કરવાથી ખુશી મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કામને લઈને વધુ માથાકૂટ કરવી પડશે નહીં તો કામમાં ગડબડ થઇ શકે છે. આજના દિવસે પરિવારને પણ સમય આપવો પડશે. પરિવારના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને કમજોર થઇ શકે છે. જેનાથી માનસિક રીતે તણાવ આવશે. આજના દિવસે કોઈ પણ કામ ઠંડા મગજથી વિચારવું જોઈએ. તો જ તમે તમારી પરિસ્થિતિ પર કાબુ મેળવી શકશો. આજના દિવસે કોઈ યાત્રાથી બચો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આજના દિવસે તમને નવી ઉર્જા મળશે અને જીવનમાં આગળ વધવાનો મોકો મળશે. આજના દિવસે તમે જો કોઈને પ્રેમ કરો છો તો પ્રેમજીવનમાં સફળતા મળશે. પ્રિય વ્યક્તિ સાથે સારો સમય વિતાવશો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે કોઈ સમસ્યા આવી શકે છે. જીવનસાથી અને તમારી વચ્ચે કોઈ તનાવ આવી શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાની ભર્યો રહેશે. આજના દિવસે કામમાં વિલંબ થઇ શકે છે. આજના દિવસે અટકેલા કામ પુરા થઇ શકે છે. પરિવાર તરફથી તમને કોઈ ખુશી મળશે. આજના દીવસે પરિવાર સાથે સારો તાલમેલ રહેશે. દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. સાસરિયાના લોકો તમારું કામ કરશે. લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે. સંપત્તિ સંબંધિત મામલામાં તમને લાભ થશે. આજના દિવસે ઘણા કામ અટકી શકે છે. પૈસાનું રોકાણ કરવાથી બચો. કામને લઈને આજના દિવસે તમારે વધુ મહેનત કરવી પડશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે વિરોધીઓ સક્રિય રહેશે. દાંમ્પત્ય જીવનમાં દિવસ ખરાબ રહેશે. આજના દિવસે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે પ્રિય વ્યક્તિની વાત માનવી જોઈએ. કોઈ વાતનો તણાવ સંબંધમાં ના આવવા દો. સ્વાસ્થ્ય મામલે ધ્યાન રાખવું પડશે. આજના દિવસે પરિવારનો સાથ મળશે. કામને લઈને સારા પરિણામ મળી શકે છે. ધંધામાં લાભ થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોનો દિવસ ભાગદોડ ભર્યોં રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ બીમારી થઇ શકે છે. જેનાથી માનસિક ચિંતા રહેશે. આ સાથે જ ખર્ચ કરવો પડશે. આર્થિક રીતે તમને બોઝ પડી શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. જેથી કોઈ એવું કામ ના કરો જેથી જીવનસાથી પરેશાન થાય. જે લોકો કોઈને પ્રેમ કરે છે તો તેને દિલની વાત બતાવવાનો મોકો મળશે. વિદેશ જવાની સંભાવના છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે ઘણા કામ પુરા થશે. આજના દિવસએ તમે કોઈ લોન ચૂકવી શકો છો જેનાથી તમને ઘણી રાહત મળશે. આવક વધવાથી તમને ખુશી મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે મિત્રોને મળવા જઈ શકો છો. આજના દિવસે તમે કોઈ પાર્ટીમાં સામેલ થઇ શકો છો. પરણિત લોકો માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. આજના દિવસે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. મનમાં ખુશી થશે. આજના દિવસે તમે બધા કામ જલ્દી જ કરવા માંગશો. પરિવારમાં કોઈ ચિંતા રહેશે. કામને લઈને આજના દિવસે તમારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. પરણિત લોકોને કામમાં જીવનસાથીની મદદ મળશે. જે લોકો પ્રેમ કરે છે તેને લવલાઈફમાં દિવસ સામાન્ય રહેશે. કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. જેના કારણે આજે નિરાશ થઇ શકો છો. કામમાં કોઈ ગડબડી થઇ શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે યાત્રા પર જવાનું થઇ શકે છે. આ યાત્રાથી તમને ખુશી મળશે. આજના દિવસે તમને ઉર્જા મળશે. પરિવારને આજે કોઈ કામને કારણે તમારી જરૂરત પડી શકે છે. પિતાજી સાથે સંબંધ પર અસર પડશે. તેનું સ્વાસ્થ્ય પણ કમજોર રહેશે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી થી તમને ફાયદો થશે. આજના દિવસે કામને લઈને થોડા વ્યસ્ત રહેશો. કામને લઈને આજના દિવસે કોઈ કમી રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે આજના દિવસે કામને લઇને વધુ સમય ફાળવવો પડશે. તો પરિવારમાં પણ આજના દિવસે તમારી જરૂર રહેશે. પરિવારમાં કોઈ વાતને લઈને ખેંચતાણ થઇ શકે છે. આજના દિવસે તમે ખાવાપીવામાં ધ્યાન નથી આપી શકો જેથી સ્વાસ્થ્ય કમજોર રહેશે. આજના દિવસે પરણિત લોકો માટે મિજાજ ગરમ રહેશે જેના કારણે તમારી વચ્ચે ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.