જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 29 માર્ચ : ભોલેનાથની કૃપાથી સોમવારના દિવસે આ 5 રાશિઓના જાતકોના જીવનમાં આવશે મહત્વના પરિવર્તનો, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે. આજના દિવસે પરિવાર સાથે અતૂટ બંધન અને મજબૂતીનો ભાવ મહેસુસ કરશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે તમારી તારીફ થશે. કામમાં વધારો થશે. આજના દિવસે કાર્ય કુશળતાથયો તમારા બોસ પ્રભાવિત થશે. વેપારી વર્ગને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ઉત્તમ ભોજનનો આનંદ મળશે. ગૃહસ્થ જીવનમાં તકલીફ રહેશે. પ્રેમ જીવન રોમેન્ટિક રહેશે. એક બીજાની નજીક આવશો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે તમારી અંદર આત્મ સમ્માનમાં વધારો થશે જેનાથી કામમાં સફળતા મળશે. કામને લઈને આજના દિવસે સારા પરિણામ મળશે. આજના દિવસે કામમાં આનંદ મળશે. આજના દિવસે તમે કોઈ મુશ્કેલીથી ગભરાશો નહીં અને મહેનત કરશો. વિરોધીઓથી સાવધાન રહો. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીની દિલની વાત સમજશો. લવ લાઈફ જીવતા લોકો માટે આજના દિવસે તકલીફ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચામાં વધારો થશે. આજના દિવસે માનસિક ચિંતામાં વધારો થશે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી ધ્યાન આપો. કામને લઈને આજના દિવસે એવી સ્થિતિનો સામનો કરવો પડશે કે જેથી તમને લાગશે કે તમે વર્તમાન નોકરી બદલી લેવી જોઈએ. ધંધા કરતા લોકો માટે આવનરા દિવસો સારા રહેશે. આજના દિવસે નફો મળી શકે છે. સાસરિયા પક્ષ તરફથી તમને સારા પરિણામ મળી શકે છે. ગૃહસ્થ જીવનમાં પ્રેમ વધશે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સમસ્યાનું સમાધાન કરતા નજરે આવશો.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આવકમાં વૃદ્ધિ થશે. આજના દિવસે તમે તમારા તરફથી પુરી કોશીશ કરશો કે તમે મહેનત કરીને આગળ વધો અને કોઈ પણ રીતે આવકમાં વધારો કરો. તેનાથી તમારી આવક વધતી નજરે આવશે. પરિવારનો માહોલથી સમસ્યા થઇ શકે છે. તેથી તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરો. દાંમ્પત્ય જીવનમાં સુખ મળશે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે સુખ મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામના સારા પરિણામ મળશે. ધંધા કરતા લોકોને આજના દિવસે સફળતા મળશે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે કામ પર વધુ ધ્યાન આપશો કારણકે છેલ્લા ઘણા સમયથી તેમાં તકલીફ આવી શકે છે. હવે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. જેની અસર તમને જોવા મળશે. પરિવારનો માહોલ સારો રહેશે. લોકોનો સહયોગ મળશે. કોઈ પાડોશીઓ સાથે વિવાદ થઇ શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં ખુશી રહેશે. આજના દિવસે સંબંધ સારો રહેશે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે તકલીફનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે કોઈ જુના મિત્રો સાથે વાત કરી શકો છો. આજના દિવસે સ્વાસ્થ્યમાં સુધારો થશે જેથી મન ખુશ થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહપૂર્વક વીતશે. આજના દિવસે ભવિષ્યને લઈને પ્લાન કરશો. આજના દિવસે ઘરના વૃદ્ધની સલાહથી કોઈ કામ કરશો. આજના દિવસે તેના આશીર્વાદથી તમારા કામ થશે. નોકરી કરતા લોકોને આજના દિવસે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. જે લોકો વેપાર કરે છે તેના માટે આજનો દિવસ સારો રહેશે. કોઈ નવી યુક્તિનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને ફાયદો થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે પરિવારિક વિવાદનો યોગ બની રહ્યો છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશો. આજના દિવસે તમે જે કામ કરો છો તો તે નિપટાવવાની કોશિશ કરશો. માનસિક રીતે તમારે થોડી તકલીફનો સામનો કરવો પડશે. આજના દિવસે તમને થોડી ચિંતા રહેશે. ખર્ચમાં વધારો થશે આવક સારી રહેશે. પરિવારનું સુખ મળશે. દાંમ્પત્ય જીવનમાં આજના દિવસે પ્રેમ રહેશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને દિલની વાત કહેવામાં આનંદ આવશે. ઘર પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થશે. શારીરિક રીતે આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. માનસિક તણાવને દૂર કરવા માટે દોસ્તો અને પરિવાર સાથે સમય વીતાવશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચમાં વધારો થઇ શકે છે. જેનાથી તમને પરેશાની થશે. આવક સામાન્ય રહેશે. પરણિત લોકોને ગૃહસ્થ જીવનમાં સુખ મળશે. જીવનસાથી ની ક્રિએટિવિટી જોઈને તમને ખુશી થશે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે થોડી તકલીફનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે મિત્ર પાસેથી સહાયતા મળી શકે છે. કામને લઈને આજના દિવસે તમને સારા પરિણામ મળી શકે છે. ધંધો કરવા માટે આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજના દિવસે કંઈક જુદું અને અલગ કામ કરવાની ઇચ્છા રહેશે. આ રાશિના વ્યક્તિગત જીવનમાં ઉતાર-ચડાવ વચ્ચે ખુશીઓથી ભરેલું હશે. આજે તમે તમારામાં આશ્ચર્યજનક વિશ્વાસ જોશો. જોકે કેટલાક ખર્ચ પણ રહેશે. આજે પણ તમે કોઈની કાળજી નહીં લેશો. લવ લાઈફ જીવતા લોકો આજે ખુબ ખુશ દેખાશે. તેમને જેકપોટ મળી ગયો છે. ભાગ્ય આજે તમારી સાથે જોવા મળશે, જેથી કાર્ય સફળ થશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. જેનાથી કામમાં સફળતા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધન લાભ થવાનો ઈશારો કરી રહી છે. ધંધા કરતા લોકોને આજના દિવસે સારો નફો મળી શકે છે. આજના દિવસે ક્યાંકથી પૈસા આવી શકે છે. લવ લાઈફ જીવતા લોકોને આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે સંબંધમાં ખુશી મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ધંધો કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. ખુદ પર આત્મવિશ્વાસ રહેશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવી શકશો. આજના દિવસે મિત્રો સાથે મસ્તી કરી શકો છો. સરકાર તરફથી તમને કોઈ લાભ મળશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે ઘરની બધી જવાબદારી નિભાવવાની કોશિશ કરશો. સંતાન તરફથી સુખ મળશે. સાસરિયા પક્ષ તરફથી તમને કોઈ તકલીફ પડી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોનોઆજનો દિવસ કાળજી રાખવાનો છે. ગ્રહોની સ્થિતિ એ સંકેત આપી રહી છે કે પૈસાની તકલીફ થઈ શકે છે. આજના દિવસે ક્યાંય પણ નાણાંનું રોકાણ ન કરો અને તમારા પૈસા કોઈને ઉધાર ન આપો. સારું ભોજન લો કારણ કે ખોરાકને કારણે સ્વાસ્થ્ય કથળી શકે છે. ઘરમાં શાંતિ રહેશે. વૃદ્ધોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તેમના આશીર્વાદથી તમારું કાર્ય થશે. અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. કામના સંબંધમાં દિવસ ઉતાર-ચડાવથી ભરપુર રહેશે.