જ્યોતિષ શાસ્ત્ર

29 જૂન 2019 યોગિની એકાદશી શુભ મુહૂર્ત પૂજા વિધિ તેમજ પીપળાનો આ એક મહાઉપાય અવશ્ય કરો…

અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી એકાદશીને યોગિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે વર્ષ 2019માં યોગિની એકાદશીનું વ્રત 29 જૂન શનિવારના દિવસે આવે છે.

આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે એવી માન્યતા છે કે યોગિની એકાદશીના દિવસે વિધિ-વિધાનપૂર્વક ઉપાય કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આજે આપણે યોગિની એકાદશી વ્રત શુભ મુહૂર્ત પૂજા વિધિ તેમજ મહા ઉપાય જોઈશું…

Image Source

યોગિની એકાદશી વ્રત તિથિ શુભ મુહૂર્ત:-

  • વર્ષ 2019 માં યોગિની એકાદશીનું વ્રત 29 જૂન શનિવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ શરૂ 28 જૂન શુક્રવારે સાંજે 6: 36 મિનિટ પર
  • શાંતિથી સમાપ્ત 29 જૂન શનિવારે 6:13 મિનિટ પર.
  • 28 જૂન 6:36 મિનિટ પર એકાદશી શરૂ થાય છે પરંતુ સૂર્યદય 10 ની તિથી માં 5:30 વાગે થાય છે. 28 તારીખે ઉદયથી થી મળતી ન હોવાથી એકાદશી એ 29 જૂનના દિવસે આવે છે.
Image Source

યોગિની એકાદશી પૂજા વિધિ:-

યોગિની એકાદશીનું વ્રત રાખવા વાળા દરેક વ્યક્તિએ એક દિવસ પહેલા તેની તૈયારી કરી દેવી જોઈએ એક દિવસ પહેલા સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ એમ જ એકાદશી તિથિના દિવસે સૂર્યોદય પહેલા દૈનિક કાર્યમાં નિવૃત્ત થઈને સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો જોઇએ. ત્યારબાદ પૂજાઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા અને રાખીને પૂજા સામગ્રી ધૂપ દીપ અગરબત્તી કરવા ત્યારબાદ વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મહામંત્ર નો જાપ કરવો.

Image Source

યોગીની એકાદશીનું મહત્વ:-

સાસરામાં યોગિની એકાદશીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે બધી એકાદશી ની જેમ જ આ એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે આ માન્યતા છે કે જો પણ કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને ૮૮,૦૦૦ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. આ વ્રતના પ્રભાવથી વ્રત કરનાર વ્યક્તિના જીવનમાં દરેક પાપ દૂર થાય છે તેમ જ જીવનમાં ખુશીઓ પ્રાપ્ત થાય છે ધન યશ માન-સન્માન અને મનોકામનાની પ્રાપ્તિ થાય છે.

Image Source

યોગીની એકાદશી મહા ઉપાય:-

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે યોગિની એકાદશી ના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે પીપળના વૃક્ષની દિવ્યતા થી પરિપૂર્ણ માનવામાં આવે છે જેના કારણે આ દિવસે ભગવાન વિષ્ણુ જી ની સાથે સાથે પીપળના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે જેનાથી સુખ પ્રાપ્ત થાય છે યોગિની એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી વ્યક્તિને ધન યશ વૈભવ અને સન્માન સન્માન સાથે સાથે મનોકામના પૂર્તિ નું વરદાન મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks