જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 29 જુલાઈ : ગુરુવારનો દિવસ સાઈબાબાની કૃપાથી આ 5 રાશિના જાતકો માટે રહેશે શુભ, જાણો તમારી રાશિ તો નથી ને

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ રહેશે. જીવનસાથીની વાત માનીને નવું વિચારશો. લવ લાઈફ માટે દિવસ સારો છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી કોઈ વાતને લઈને અહંકારી થઇ શકે છે. લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. કામને લઈને આળસ નહીં પરંતુ મહેનતથી કામ કરવું પડશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. માનસિક તણાવની સાથે-સાથે આર્થિક તકલીફ પણ પડી શકે છે. કામને લઈને આજનો દિવસ ભાગદોડ ભર્યો રહેશે. આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશો. જેના કારણે તમારી વચ્ચે મનમુટાવ આવી શકે છે. આજના દિવસે કામ પર ધ્યાન એવું પડી શકે છે. ઘરમાં તકલીફ રહેશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે જીવનસાથી સાથે ખુલીને વાત કરશો. લવલાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ક્યાંય બહાર જવાનો પ્લાન કરી શકો છો. ઘરવાળા સાથે અથવા પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી શકો છો. કામને લઈને આજનો દિવસ સારો છે તેથી કામથી કામ રાખો. કોઈ વાતમાં સમય પસાર ના કરો. વરિષ્ઠ અધિકારી તમારા કામ પર ધ્યાન આપશે. આવક સારી રહેશે. કામ કુશળતા અને મજબૂત આત્મવિશ્વાસથી બધા જ કામ સારા કરવાની કોશિશ કરશો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. દાંમ્પત્ય જીવનમાં સુખ શાંતિ મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપશો. જેના કારણે કામમાં સારું પરિણામ જોવા મળશે. જમીન-મકાનથી જોડાયેલા મામલે સફળતા મળશે. આવકમાં વધારો થશે. ખર્ચ પણ વધુ થશે. ધાર્મિક કામમાં ખર્ચ થશે. પરિવારમાં પૈસાની આવક થશે. જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. દાંમ્પત્ય જીવન તણાવપૂર્ણ રહેશે. લવ લાઈફમાં આજનો દિવસ રોમાન્સ ભર્યો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. ખર્ચમાં વધારો થશે. બંને સાથે સારી રીતે ચાલશો. આજના દિવસે પૈસાની કમી નહિ આવે. અમુક કામ કરવાથી મનમાં ખુશી મળશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. તેથી તમારે સૌથી વધુ ધ્યાન તેના પર જ આપવું પડશે. અંગત જીવન સામાન્ય રહેશે. લવ લાઈફમાં તણાવ આવશે. લવ લાઈફમાં પ્રિય વ્યક્તિ તમે ગુસ્સો દેખાડી શકે છે. જીવનસાથી સાથેના સંબંધ સારા રહેશે. કામને લઈને દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોનો આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીનતાથી તમે બીમાર પડી શકો છો. ખાવા-પીવામાં ધ્યાન ના રાખવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. મનમાં ખુશીની ભાવના આવશે પરંતુ ખુલીને વ્યક્ત નહીં કરી શકો. અંગત જીવનમાં તેની કમી મહેસુસ થશે. જીવનસાથી સાથેના સંબંધ સારા રહેશે. પ્રેમી પંખીડા આજના દીવસે વાત ના કરી શકવાને કારણે અફસોસ વ્યક્ત કરશે. કામને લઈને વધુ ભાગદોડ કરવી પડશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે જમીન-મકાનથયો જોડાયેલા મામલામાં સફળતા મળશે.જેને લઈને સારો લાભ મળશે. ભાગ્યની સહાયથી કામમાં સફળતા મળશે. ભાઈ-બહેન સાથે ઝઘડો થઇ શકે છે. પરિવારમાં કોઈ ફંક્શન થઇ શકે છે. ઘરમાં લોકોનું આવવા-જવાનું થશે. લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ મજબૂત થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં સફળતા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. પરિવારમાં તણાવનું વાતાવરણ રહેશે, જેનાથી તમે દુ: ખી થશો. સારું ખોરાક ખાવાનું મન થશે. ખાનગી જીવન સામાન્ય રહેશે. જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના છે. સાવચેતી રાખવી. લવ લાઇફ સુમેળભર્યું રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારા પરિણામ મળશે. કામને લઈને દિવસ ઉતાર-ચડાવથી ભરેલો છે. કોઈ કાયદાકીય મુશ્કેલીમાં મુકવાનું ટાળો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે તમે ખુદ પર ધ્યાન આપશો. આજના દિવસે નવા વસ્ત્રો અથવા મનોરંજનના સાધનો ખરીદી શકો છો. પારિવારિક જીવન સારું રહેશે. દાંમ્પત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશનુમા રહેશે. માનસિક ચિંતા જરૂર થશે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. ભાગ્યનો સિતારો મજબુત રહેશે. આજના દિવસે પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિની તબિયત ખરાબ થઇ શકે છે. કામને લઈને આજના દિવસે ભાગદોડ થઇ શકે છે. પરંતુ પરિણામ સારા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જમીન સંબંધિત બાબતોમાં લાભ થશે.આવો સોદો થઇ શકે છે જે તમને ફાયદાકારક રહેશે. હળવા ખર્ચ થશે. કામના સંબંધમાં દિવસ સામાન્ય રહેશે, પરંતુ વધુ ભાગ દોડથી બચી જશે. આરોગ્ય ખરાબ થઈ શકે છે. અંગત જીવન સામાન્ય રહેશે. જીવનસાથી સાથે સંબંધ સારો રહેશે. સાસરિયાઓ સાથે પણ સારી વાતચીત થશે. પ્રેમ જીવનમાં રોમાંસ વધશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. પ્રેમ જીવનમાં ખુશહાલીનો ક્ષણ રહેશે. જીવનસાથીને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તેમની તબિયત બગડી શકે છે. તેમનો મૂડ પણ બગડશે. તેમને મનાવવાનો પ્રયાસ કરો. તમારું સ્વાસ્થ્ય વધઘટ થશે. કામકાજને લઈને દિવસ સારો છે. ભાગ્યની શક્તિ તમારા કાર્યમાં મદદ કરશે. આવક વધતાં તમારા મનમાં આનંદની લાગણી રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે આજે તમે કોઈ બીમારીથી પરેશાન થઈ શકો છો, તેથી તમારા ભોજન અને નિત્યક્રમનું ધ્યાન રાખો. માનસિક તણાવ ઓછો થશે. બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરશે. લવ લાઈફની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે.વિવાહિત લોકોના ગૃહસ્થ જીવન પણ આજે થોડીક સુધારણા સાથે આગળ વધશે. ભાગ્યનો વિજય થશે જેથી તમે કામને લઈને સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો.