જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 29 જાન્યુઆરી : શુક્રવારનો દિવસ આ 5 રાશિના જાતકો માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ ખાસ રહેવાનો છે આજે તમને કોઈ જુના મિત્ર સાથે ભેટો પણ થઇ શકે છે. જે તમારા માટે લાભદાયક પણ બનશે. નવા ધંધામાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખુબ જ સારો છે. ભવિષ્યમાં તમને તેના સારા લાભ મળશે. જીવનસાથી પાસેથી આજે તમને કોઈ વાતે જીવનઉપયોગી સલાહ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):  વૃષભ રાશિના જાતકોને આજે કોઈ પારિવારિક સમસ્યા સતાવી શકે છે. આજે પરિવારનું કોઈ સદસ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. જેને લઈને મન પણ ઉદાસ રહશે. આજે જો શક્ય હોય તો પોતાનું મગજ પોતાના કામકાજમાં વધારે પરોવી રાખવું તમારા માટે લાભકારક હશે. પરણિત લોકોના જીવનમાં આજે ગૃહક્લેશ થવાની સંભાવના છે, પ્રેમી પંખીડાઓએ આજના દિવસે પોતાના પ્રેમીને દિલમાં રહેલી વાત જણાવી દેવી ફાયદાકારક રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવવા વિશેનો વિચાર કરી શકો છો. આજે તમને પરિવારનો પણ ભરપૂર સાથ મળશે. આજે જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાનો સંભાવના પણ છે. લગ્ન ઇચ્છુક લોકોને લગ્ન માટે સારા સંબંધો મળી શકે છે. પરણિત લોકોનું જીવન ખુશી ભરેલું રહેશે. પ્રેમી પંખીડાઓ આજે થોડા તણાવના મૂડમાં જોવા મળશે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિ જાતકોએ આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આજે તમને કાર્યસ્થળ ઉપરથી કેટલીક નવી બાબતો જાણવા મળશે, જે તમારા જીવનમાં ફાયદાકારક બનશે. આજે તમારા બોસ તમારી મહેનત અને કામ જોઈને ખુશ થતા જોવા મળશે, જેનો પણ લાભ મળી શકે છે. પરણિત લોકો આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધ માટે વાત કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને આજના દિવસે આર્થિક સમસ્યા તકલીફનું કારણ બની શકે છે. આજે તમે પૈસાની પાછળ વધારે ભાગતા જોવા મળશો પરંતુ સફળતા તમારાથી એક ડગલું આગળ જોવા મળશે. આજે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. પરણિત લોકોને આજે પોતાના પાર્ટનરનો સાથ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેવાનો છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજે ભક્તિમય જોવ મળશે. આજે તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરાવી શકો છો અથવા તો કોઈ દેવસ્થાન ઉપર પરિવાર સાથે જઈને પણ દર્શન કરી શકો છો. આજે તમારા શરીરમાં એક ઉર્જા જોવા મળશે. જેના કારણે પરિવાર પણ પ્રફુલ્લિત હશે. પરણિત લોકોને આજે કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ ખાસ બનશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ જીવનની મૂંઝવણો માટે કોઈ વડીલ વ્યક્તિની સલાહ લેવાની જરૂર છે. આજે લીધેલું કોઈનું માર્ગદર્શન તમારા જીવનમાં ખુબ જ ઉપયોગી બનશે. નોકરી ધંધામાં આજનો દિવસ ખુબ જ સારો રહેવાનો છે. પરિવારમાં કોઈ પ્રસંગનું આયોજન પણ થઇ શકે છે. પરણિત લોકો આજે હળવાશના મૂડમાં નજર આવશે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધમાં આજે એક ડગલું આગળ વધતા જોવા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકો આજે પોતાના કામને લઈને ગંભીર થતા જોવા મળશે. આજે જો કોઈ પાર્ટનરશીપમાં ધંધો કરવાનું વિચરતા હોય તો જરા સાચવીને કરજો. લાંબા સમયે નિરાશા મળવાના ચાન્સ રહેલા છે. નોકરી ધંધા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરણિત લોકોને આજે સાસરી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ખુશ નજર આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. જેના કારણે આજે તમે ખુશ નજર આવશો. આજના દિવસે તમારા ઘરે તમારા કોઈ ગમતા વ્યક્તિ આવવાના કારણે ખુશી મળશે. લાંબા સમય બાદ પરિવાર સાથે બેસીને તમે આનંદ માણી શકશો. પરણિત લોકો આજે બહાર જમવા માટે જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ પણ આપી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આજે યાત્રાનો યોગ બની રહ્યો છે. વ્યવસાયના જરૂરી કામ માટે આજે દોડવું પડી શકે છે. જેના કારણે મન અશાંત રહેશે. નોકરી કરતા લોકોના માથે આજે કામનું ભારણ રહેશે. પરંતુ આજે તમને તેનું યોગ્ય ફળ પણ મળવાનું છે. આજના દિવસે પોતાની માતાની તબિયતને લઈને સાવચેતી રાખવાની જરૂર છે. પરણિત લોકો આજે એકબીજાથી નારાજ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):  કુંભ રાશિના જાતકોએ આજે શેર બજારમાં રોકાણના કારણે સામાન્ય નુકશાન થઇ શકે છે. આજે તમે પારિવારિક જવાબદારીઓ વચ્ચે ઘેરાયેલા જોવા મળશો. આજે કોઈ બાબતને લઈને તમારા મનમાં ઊંડી ચિંતા ચાલશે. સાંજે તમે થોડા હળવાશના મૂડમાં નજર આવશો. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર પાસે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓને આજે કોઈ વાતને લઈને મનદુઃખ થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુબ જ કામકાજ ભરેલો રહેશે. આજે તમે માનસિક શાંતિની તલાશમાં જોવા મળશો. આજે તમે કોઈ ધાર્મિક ગુરુની શરણમાં જઈ શકો છો. જેના કારણે તમારું મન શાંત બનતું જોવા મળશે. નોકરી ધંધામાં આજનો દિવસ સામાન્ય રહેશે. પરણિત લોકો આજે જીવનમાં કોઈ મહત્વના નિર્ણય વિશે ચર્ચા કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજા સાથે સારો સમય પસાર કરી શકે છે.