મનોરંજન

28 વર્ષના લગ્નજીવનમાં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની પત્ની ગૌરીમાં આવ્યા આટલા બધા બદલાવ, ફોટા જોઈને તમે પણ હેરાન રહી જશો

શાહરુખ ખાનનું ભારતીય ફિલ્મ જગતમાં એક આગવું જ નામ છે તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં તેના ઘર “મન્નત”માં રહે છે. બોલીવુડના કિંગખાન તેની પત્ની ગૌરીને ખુબ જ પ્રેમ કરે છે. કેટલાય એવોર્ડ શૉ દરમિયાન બંને સાથે જોવા પણ મળે છે અને અવાર નવાર શાહરુખ પોતાની પત્નીના પ્રેમ વિશે તેના ચાહકોને જાહેરમાં પણ જણાવે છે.

Image Source

શાહરુખ અને ગૌરીનાં લગ્નને 28 વર્ષ જેટલો થઇ ગયો છે છતાં બંને વચ્ચેનો પ્રેમ આજે પણ સદાબહાર રહેલો જોવા મળે છે તેની પાછળનું કારણ ગૌરી છે. શાહરુખ અને ગૌરી વચ્ચે એક સમય એવો પણ આવી ગયો હતો જેના કારણે બંનેને અલગ પણ થવું પડતું પરંતુ ગૌરીની સમજણ ના કારણે તેને સંબંધને ટકાવી લીધો અને આજે પણ બંને સુખી લગ્નજીવન વિતાવી રહ્યા છે.

Image Source

ગૌરીની ઉંમર 49 વર્ષની થઈ ચુકી છે છતાં સુંદરતામાં તે કોઈ બોલીવુડની હીરોઇનથી સહેજ પણ ઓછી નથી લાગતી. પોતાના શરીર અને સુંદરતાની કાળજી તેને આજે પણ રાખી છે. લગ્નના 28 વર્ષના સમયગાળા દરમિયાન પણ ગૌરી એકદમ યંગ લાગી રહી છે. આ 28 વર્ષોના સમયગાળા દરમિયાન ગૌરીમાં ઘણા બદલાવો આવ્યા છે. 28 વર્ષ પહેલાના તેના ફોટા જોઈને કોઈ એમ પણ ના કહી શકે એ આ એજ ગૌરી છે.

Image Source

શાહરુખ અને ગૌરીની મુલાકત 1984માં એક કોમેન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં થઇ હતી. ત્યારે ગૌરીની ઉંમર માત્ર 14 વર્ષ હતી. આ પાર્ટીમાં ગૌરીને જોઈને જ શાહરુખ તેની પાછળ પાગલ થઇ ગયો હતો. ગૌરીને બીજા કોઈ સાથે ડાન્સ કરતા જોઈને શાહરૂખને જલન પણ થવા લાગી. ઘણા દિવસો સુધી શાહરુખ ગૌરીની પાછળ ફરતો રહ્યો, ગૌરી જે પાર્ટીમાં જતી ત્યાં પણ શાહરુખ  એની પાછળ પાછળ પહોંચી જતો. પરંતુ વાત કરવાનો કોઈ અવસર મળતો જ નહીં.

Image Source

એક મિત્ર દ્વારા ગૌરીનો ફોન નંબર મળતા તેને વાત કરવાની શરૂઆત કરી અને બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. શાહરુખ અને ગૌરી બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ ગૌરી હિન્દૂ અને શાહરુખ મુસ્લિમ હોવાના કારણે ગૌરીનાં પરિવારવાળા રાજી પણ નહોતા. વળી શાહરુખ પાસે એ સમયે એટલા પૈસા પણ નહોતા છતાં બંને એ લગ્ન કરવા માટે ખુબ જ મહેનત કરી અને અંતમાં 1991માં સમાજની પરવા કર્યા વગર લગ્ન કરી લીધા.

Image Source

શાહરુખ અને ગૌરીનાં લગ્નને 28 વર્ષનો સમયગાળો વીતી ગયો આ 28 વર્ષોમાં શાહરુખ અને ગૌરી બંનેમાં ઘણા બદલાવ આવી ગયા છે. શાહરુખ તો ફિલ્મી દુનિયામાં રહેતો હોવાના કારણે ચમકદાર રહી શક્યો પરંતુ ગૌરી પણ આધુનિક ફેશન અને પોતાની આગવી કાળજી દ્વારા પોતાની સુંદરતામાં પણ વધારો કરતી રહી. ગૌરી અને શાહરૂખના એ સમયના ફોટા જોઈને કોઈને પણ માનવામાં ના આવે કે આજે જે ગૌરી દેખાઈ રહી છે એ જૂના ફોટામાં પણ એજ છે.

Image Source

બોલીવુડના કિંગ શાહરુખ ખાનની પત્ની હોવા છતાં પણ ગૌરીએ પોતાનું અલગ નામ અને ઓળખ ઉભી કરી છે. તે રેડ ચિલીઝ એન્ટરટેટમેન્ટની કો-ઓર્નર છે. 2004માં તેને પહેલી ફિલ્મ “મેં હુ ના” પ્રોડ્યુસ કરી હતી.

Image Source

2012માં ગૌરીએ ઇન્ટિરિયર ડિઝાઈનરના કામની પણ શુરુઆત કરી. મુંબઈ સ્થિત જુહુમાં ગૌરીનો લકઝરીયસ ઇન્ટિરિયર ડિઝાઇન સ્ટોર છે.