આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 28 મે 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):

તમારા કામનો ભાર વધશે. ધંધામાં પણ લાભ થશે. ગૃહસ્થ જીવનમાં રોમાંસ અને પ્રેમની તકો મળશે. એકબીજા સાથે સારો વ્યવહાર કરશે. આજના દિવસે આ રાશિના જાતકોના દામ્પત્ય જીવનમાં પ્રેમમાં વધારો થશે. જીવન સાથી પર વધુ પ્રેમ ઉભરાશે. પ્રેમ જીવનમાં આવનારી તકલીફોનો સામનો કરવો પડશે. જીવનસાથી સાથે અણબનાવ થઇ શકે છે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. આજે તમારા ખર્ચમાં ઘટાડો થશે અને આવકમાં વધારો થશે. ધન સંપત્તિ ભેગી કરવામાં સફળ થશો. પરિવાર સાથે સારા ભોજનનો આનંદ માણો. પ્રેમજીવનના માટે તમારો આજની દિવસ કમજોર રહેશે. પરિણીત લોકોના લગ્નજીવનમાં થોડી સમસ્યા રહેશે. છતાં પણ તમે સંતૃષ્ટ રહેશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
પારિવારિક જીવન સુખી રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશે. ગૃહસ્થ જીવનમાં ખુશી વધશે અને પ્રેમ જીવન જીવતા લોકોને સારા પરિણામ મળશે. લગ્નજીવનમાં સારો સમય રહેશે. પરિણીત દંપતીઓને ખુશનુમા પળ વીતાવવાનો મોકો મળશે. તો પ્રેમ જીવનમાં દૂર રહેવાને કારણે સમસ્યા આવી શકે છે. આજના દિવસે તમારા પ્રિય પાત્ર સાથે સોશિયલ મીડિયા અને ફોન પર પ્રેમભરી વાતો થશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. કાર્ય સાથે જોડાયેલા પ્રયત્નો સાર્થક થશે, પરંતુ હજી પણ ઉતાર-ચઢાવ આવશે. કોર્ટ કેસોથી દૂર રહેવું સારું રહેશે. આવકમાં વધારો થશે અને બેંક બેલેન્સમાં પણ વધારો થઈ શકે છે. ગૃહસ્થ જીવન સુખી રહેશે. લવ લાઇફમાં પણ સારા સમાચાર મળશે. આજે તમારું પ્રિય પાત્ર તમારી સાથે વાત શેર કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Lio):
આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેશે. તમારા ખર્ચમાં વધારો થવાને કારણે મન થોડું દુ:ખી થશે, તેમ છતાં તમારી આવક વધશે, જેના કારણે તમે હળવા ખર્ચ કરી શકશો. કેટલાક લોકો વિદેશ જવાનો વિચાર કરશે અને કેટલાક લોકો કે જેઓ પહેલાથી વિદેશમાં છે તેમના દેશમાં પાછા ફરવાની તક મળશે. દામ્પત્ય જીવનમાં પ્રેમ વધશે અને જીવન સાથી કામની વાત કરશે. પ્રેમ જીવન જીવવાવાળાનો પણ સારો રસ્તો નીકળશે. તમારો મૂડ ધાર્મિક થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને નસીબનો સાથ મળશે, તમારા અટકેલા કામ થશે અને તમારી સ્થિતિને મજબૂત બનશે. આવકમાં પણ વધારો થવાને કારણે મન પ્રસન્ન રહેશે. પ્રેમ જીવનમાં આનંદનો સમય રહેશે અને એકબીજા સાથે ખુશહાલ પળો વિતાવશો. દાંપત્ય જીવનમાં તનાવ રહેનારાને કારણે કોઈ કામમાં મન નહીં લાગે. પ્રેમજીવનમાં જીવનારા લોકોને બચવાની સલાહ આપવામાં આવે છે.

7. તુલા – ર, ત (Libra):
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. તમે તમારી વર્તણૂક બદલવાનો પ્રયત્ન કરશો. લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરશે. ભાગ્ય પ્રબળ રહેશે, જેના કારણે તમને કાર્યોમાં જબરદસ્ત સફળતા મળશે. આવકમાં પણ વધારો થશે અને તમારું કામ જે આજકાલ અટકેલું છે તે ફરી શરૂ થશે. પ્રેમ જીવનમાં સારો સમય આવશે. તમારા પ્રિય પાત્ર સાથે જીવનારા લોકોને સારો સમય રહેશે. જીવન સાથી સાથે રોમાન્સનો અવસર મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
કૌટુંબિક સંતોષ અને પરિવારના સભ્યોનો ટેકો તમારા માટે મજબૂત પાયો બનાશે. કામ સાથે લગતી બાબતે તમારે ખૂબ કાળજીપૂર્વક કામ કરવું પડશે. તમારા વિરોધીઓ સક્રિય હોઈ શકે છે. ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. કૌટુંબિક જીવન માટે દિવસ સારો રહેશે. જીવન સાથી તમારી પર શક કરશે. પ્રેમજીવનમાં ખુશીની પળો આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

તમારા કામનો ભાર વધશે. ધંધામાં પણ લાભ થશે. ગૃહસ્થ જીવનમાં રોમાંસ અને પ્રેમની તકો મળશે. એકબીજા સાથે સારો વ્યવહાર કરશે. પ્રેમીઓ તેમના પ્રિયજનની સર્જનાત્મકતા જોઈને આનંદ અનુભવશે અને કંઈક નવું વિચારશે જેથી ભવિષ્યને સુંદર બને.વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન આજે શાંતિપૂર્ણ રહેશે અને પ્રેનીઓને સંબંધોમાં સારી ક્ષણોનો અનુભવ થશે. ક્યાંક સંબંધની વાતો થઈ શકે છે. સ્વાસ્થ્ય મજબૂત રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. કામ સાથે લગતા તમને સારા પરિણામ મળશે અને પારિવારિક જીવન પણ સુંદર રીતે વિતશે. તમે માનસિક રીતે મજબૂત થશો, જે તમને દરેક ક્ષેત્રમાં સારા પરિણામ આપશે.દાંપત્ય જીવનમાં તકલીફ આવી શકે છે. તેના જીવન વ્યવહારમાં પરેશાની આવી શકે છે. પ્રેમપ્રકરણમાં રહેનારા લોકો માટે આ સમય સારો રહેશે. પ્રિય વ્યક્તિ સાથે આજે કંઈક અલગ જ વાત થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
પારિવારિક સુવિધાઓનો આનંદ માણશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સામાન્ય રીતે આવકમાં વધારો થશે. લવ લાઈફ ખુશ રહેશે વિવાહિત જીવનમાં થોડો તણાવ આવી શકે છે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું પડશે. હળવો તાવ પરેશાન કરી શકે છે. લોકોને તેમના કામથી થોડી નિરાશા મળી શકે છે અને તેઓને લાગશે તેઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળી રહ્યું નથી, જેનાથી તેઓ થોડા દુ:ખી થઈ જશે પરંતુ હાર માનવી નહીં અને કામ કરતા રહેજો. વેપાર ધંધામાં લાભ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે, પરંતુ પરિવારમાં વડીલ વ્યક્તિની તબિયત બગડશે. તમારી આવક વધશે અને તમારું સન્માન પણ વધશે. દાંપત્યજીવનમાં તણાવની કમી રહેશે. પ્રેમજીવનમાં જીવવાવાળા લોકોને આજે કંઈક અલગ જ વસ્તુનો અહેસાસ થશે. કામના સિલસિલામાં કોઈ વૃદ્ધ વ્યક્તિની સલાહ કામ આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.