આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 28 માર્ચ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ, હ (Cancer):
તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે. આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

5. સિંહ – મ, ટ (Lio):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. પ્રેમીઓ માટે સારો દિવસ છે એકબીજા સાથે સમય પસાર કરવાનો મૌકો મળશે. આજે મહિલા મિત્રોને ખરીદી કરવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોનું ભણવામાં મન લાગશે નહિ. આજે રસ્તા પર વાહન ચલાવતા તકેદારી રાખવી.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

7. તુલા – ર, ત (Libra):
નવા ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. તમારું નસીબ આજે તમને સાથ આપશે, તમારી આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. આજે ધાર્મિક પ્રવૃત્તિ તરફ મન લાગશે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આજે ઘરમાં કોઈની બીમારીની પાછળ ખર્ચ થશે. કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ડેવલપર્સનું કામ કરતા મિત્રો તેમના કામમાં સારો દેખાવ કરી શકશે. કોઈપણ નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવી. તમારો ખર્ચ બેજટ બહાર જઈ શકે છે. આજે પૈસાની લેણદેણમાં કોઈ નુકશાન થઇ શકે છે. ધનલાભ માટે સારો દિવસ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે તમારા દરેક કામનો અંત થશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે, પણ કામમાં એટલા પણ ગળાડૂબ ના રહેતા કે ઘર અને પરિવારના લોકોનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. તમારા કામથી દરેક લોકો ખુશ થશે પણ તમારા વાણી અને વર્તનના કારણે તમારા પ્રિયજનો તમારાથી દુઃખી થઇ જશે. પૈસાની જેટલી વધારે આવક થશે ખર્ચ પણ એટલો જ વધશે. દુરના અને ના ઓળખતા લોકો પાછળ વધારાનો ખર્ચ કરવાનું ટાળો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
પરિવાર સાથે સમય વિતાવવા માટે આજે સારો સમય છે. જો કોઈ જુનો કેસ કે કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો આજે અંત આવી શકે છે. નાણાકીય વ્યવહારને લઈને કોઈ બીજા અર આજે બહુ ભરોસો કરશો નહિ આજે બને ત્યાં સુધી કોઈ બીજાને ઉધાર પૈસા આપતા પહેલા પણ વિચાર કરજો નહિ તો તમારા પૈસા ડૂબવાના યોગ છે. બજેટને ધ્યાનમાં રાખીને જીવતા લોકો માટે આજનો દિવસ નિરાશા ભરેલો હશે તમે ઈચ્છો એ રીતે ખર્ચ નહિ કરી શકો. આજે તમારા સંતાનો પણ તમારાથી નારાજ થઇ શકે છે તો એમને તમારી પરિસ્થિતિ સમજાવો. દિવસનો અંત પરિવાર સાથે પ્રેમથી પસાર થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે. લગ્નઈચ્છુક મિત્રો માટે આજનો દિવસ સારો સાબિત થશે જો તમે ઈચ્છો તો આજે કોઈને પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.