જ્યોતિષ શાસ્ત્ર

28 જુલાઇ રાશિફળ : આજે બુધવારના દિવસે ગણેશજીની કૃપાથી 6 રાશિના લોકોનો દિવસ રહેશે શુભ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોના દિવસની શરૂઆત નબળી રહેશે. શરૂઆતમાં કોઈ કામ ના કટો, દિવસ જેમ જેમ વીતશે તેમ દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. વેપારને લઈને કરેલા પ્રયત્નો સાર્થક રહેશે. આવકમાં વધારો થશે.પરીવાર અને કામને લઈને સંતુલન કરવું પડશે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. આવકમાં વધારો થશે. ખર્ચ પણ થશે પરંતુ ડરવાની જરૂરત નથી. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમી પંખીડાને સફળતા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેથી લાપરવાહીથી બચો, ખર્ચમાં વધારો થઇ શકે છે. પારિવારિક જીવન માટે આજનો દિવસ સારો છે. પરિવારવાળાનું સાનિધ્ય પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારી સ્થિતિ સારી રહેશે. કામની તારીફ થઇ શકે છે. ભાગ્યનો સાથ મળશે. પરિવારની મહિલાઓ તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે.  સ્વાસ્થ્ય બગડી શકે છે. માનસિક તણાવ પણ વધી શકે છે. ગૃહસ્થ જીવનમાં ખુશી મળશે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. કોઈ ધાર્મિક કામમાં હિસ્સો લઇ શકો છો. સામાજિકતા સારી રહેશે. પ્રેમ સમજી વિચારીને રહેવો જોઈએ. પરિવારજનો તરફથી કોઈ વાતને લઈને નારાજ થવું પડી શકે છે. આજનો દિવસ કામને લઈને સારો રહેશે. પરિવારની જવાબદારી સારી રીતે સમજશો.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો ઘણા વ્યસ્ત રહેશે. અચાનક અટકેલા કામ પૂર્ણ થશે. તો બીજી તરફ કોઈ કામ રોકાઈ શકે છે તેથી ખુશ પણ ના રહો અને દુઃખી પણ ના રહો. તમે કોઈ કામ કરવા માટે રણનીતિ અપનાવી શકો છો. કોઈ કામને લઈને આળસ ના કરો. પારિવારિક જીવનથી લઈને દાંમ્પત્ય જીવન સુધી સારા પરિણામ મળશે. કામને કારણે પૈસા મળશે. વધુ ખર્ચ થશે. પ્રેમ સંબંધ પણ ખર્ચનું કારણ બની શકે છે. તમે પ્રિય વ્યક્તિ માટે કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો. ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે.  સ્વાસ્થય સારું રહેશે. જોશ અને ઉત્સાહ સારો રહેશે. જલ્દી-જલ્દી કામ પૂરું કરી શકો છો.  પરિવાર સાથે સમય વીતશે.વાતાવરણ સારું રહેશે.પરિવાર સાથે સમય વિતાવીને રાહતનો શ્વાસ લેશો. આજનો દિવસ દાંમ્પત્ય જીવન માટે સારો રહેશે. પ્રેમી પંખીડા સારું પરિણામ મળશે. કોઈ પણ ક્ષેત્રમાં તમને લાભ થશે. સાથીઓ સાથે સારું વર્તન કરશો. કામ વધુ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો ખરીદીમાં જઈ શકે છે અને ત્યાંથી કોઈ કામ વગરની વસ્તુની ખરીદી કરી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. પારિવારિક વાતાવરણમાં ખુશ રહેશે. ઘરને સુંદર બનાવવાનો પ્રયાસ કરશો. ગુસ્સામાં નિયંત્રણ કરવું પડશે તો સફળતા મળશે. સંબંધમાં તિરાડ આવી શકે છે. ઘરમાં નાની-નાની તકલીફ આવી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તેના પ્રિય વ્યક્તિને લગ્ન વિષે કહી શકો છો. જેથી દિવસ સારો રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવ ભર્યું રહેશે. સંતાન તરફથી ખુશી મળશે. આજનો દિવસ કામને લઈને સારો રહેશે. નવો ધંધો શરૂ કરવાનો પ્લાન બનાવી શકો છો.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો સમસ્યામાંથી બહાર નીકળી શકશો. માનસિક તકલીફ દૂર થઇ શકે છે. તમે કોઈ મામલે નિર્ણય લઇ શકો છો. જેના કારણે તમે કોઈ યોજના વિષે જાણી શકશો. દાંમ્પત્ય જીવનમાં ખુશી રહેશે. જીવનસાથી કોઈ ગિફ્ટ આપી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. પરંતુ કામથી સંતુષ્ટ નથી થાય. નોકરી બદલાવવાને લઈને પ્રયાસ કરી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે, પ્રિય વ્યક્તિને મનની વાત જણાવશો. કઠિન પરિશ્રમના બળ પર દિવસને સારો બનાવવાનો પ્રયાસ કરશો.  ઝઘડો ના કરો. કામથી કામ રાખો અને ખુશ રહેવાની કોશિશ કરો..

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે ઘણી મહેનત કરવી પડશે. આવક વધારવા માટે કોઈ નવી યોજના બનાવી શકો છો. પ્રેમી પંખીડા થોડા કમજોર દેખાઈ શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. જીવનસાથી તરફથી પ્રેમ મળશે.પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો તણાવપૂર્ણ રીતે વીતશે. કોઈ ગંભીર સમસ્યા નહીં થાય પરંતુ પરેશાન થવાની આવશ્યકતા છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. કામને લઈને વધુ વ્યસ્ત રહેશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. યાત્રા પર જવું પડી શકે છે. જેનાથી તમને સફળતા મળશે. ઘરના નાના લોકોનો સહયોગ તમને ધંધામાં મળશે જેથી વેપારમાં સફળતા મળશે. જીવનસાથીને સ્વાસ્થ્યની પરેશાની થઇ શકે છે. ખર્ચમાં વધારો થશે જેથી થોડું ધ્યાન આપવું પડશે. પારિવારિક જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. પ્રિય વ્યક્તિની કોઈ પણ વાત ગળે ઉતરશે. ભાગ્યને સહારે કોઈ કામ ના છોડો. નહીં તો પરેશાની થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો પારિવારિક અને ગૃહસ્થ જવાબદારી રહેશે. પરિવાર સાથે વધુ સમય વિતાવશે. ઘરની જરૂરિયાત મુજબ ખર્ચ કરો. ગૃહસ્થ ખર્ચ કરવાથી આર્થિક બોઝ વધશે. કોર્ટ-કચેરીના મામલે આજનો દિવસ મજબૂત રહેશે. આજનો દિવસ સારો રહેશે. વેપાર મામલે આજનો દિવસ સામાન્ય રહેશે. જે લોકો નોકરી કરે છે તેને ઘણો પરિશ્રમ કરવો પડશે. મનમાં અલગ પ્રકારના વિચાર આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો ખુશ અને સફળ રહેશે. આજના દીવસે પ્રેમી પંખીડાંમાં સારા પરિણામ મળશે.પ્રિય વ્યક્તિ સાથેના સંબંધનું પાલન કરો.  ભવિષ્યની યોજના પર ધ્યાન આપો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન થોડું કમજોર રહેશે.  જીવનસાથી તેના ગુસ્સાને લઈને તમને દબાવવાની કોશિશ કરશે. શાંતિથી કામ કરવું બહેતર રહેશે. પારિવારિક જીવન ઠીક-ઠાક રહેશે. કામ પર ધ્યાન આપવું મુશ્કેલ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો મગજથી ઘણા પરેશાન રહેશે. ખર્ચમાં પણ વધારો થઇ શકે છે.કામને લઈને કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. ક્યાંય લાંબી યાત્રા પર જવાનું ટાળો. આવક સામાન્ય રહેશે. પરિવારનો માહોલ શાંત રહેશે.પ્રેમી પંખીડાને નિરાશા થશે. કોઈ કામ માટે થઈને ઉછીના પૈસા લેવા પડે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. ઘરના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેશે.