આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 28 જાન્યુઆરી 2020

0
Ads

1. મેષ – અ, લ ,ઈ (Aries):
પૈસા કમાવવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે પૈસાને કારણે અટકેલું કામ પૂર્ણ થશે. આજે કરેલ રોકાણથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળશે. આજે પરિવાર પૈસા ખર્ચ થશે. બહારનું ખાવામાં અને ખુલ્લું જમવાનું ખાવું નહિ, તબિયત બગડવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખો. વાતે વાતે ગુસ્સો કરવાવાળા મિત્રોને આજે ઓફિસમાં સાવચેત રહેવાની જરૂરત છે તમારી કહેલ વાતથી કોઈ તમારાથી નારાજ થઇ શકે છે.

આજે વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે. જે મિત્રો બહાર એટલે કે વિદેશમાં ભણવા જવા માંગે છે તેમની માટે આજે સારા સમાચાર આવશે. નોકરી અને વેપાર કરતા મિત્રોને મુસાફરી કરવાના યોગ છે. આજે વેપારી મિત્રોના અટકી ગયેલ પૈસા પરત મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે તમારા દરેક કામનો અંત થશે. તમે કરેલી આટલા સમયની મહેનત રંગ લાવશે, પણ કામમાં એટલા પણ ગળાડૂબ ના રહેતા કે ઘર અને પરિવારના લોકોનું ધ્યાન રાખવાનું ભૂલી જવાય. તમારા કામથી દરેક લોકો ખુશ થશે પણ તમારા વાણી અને વર્તનના કારણે તમારા પ્રિયજનો તમારાથી દુઃખી થઇ જશે. પૈસાની જેટલી વધારે આવક થશે ખર્ચ પણ એટલો જ વધશે. દુરના અને ના ઓળખતા લોકો પાછળ વધારાનો ખર્ચ કરવાનું ટાળો. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
પરિવાર અને સમાજમાં આજે તમારું માન અને સન્માન થશે. આજે તમારી મુલાકાત એ કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે થશે. જે મિત્રોના લગ્નજીવનમાં કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો તેનો અંત આવશે. આજે એક અનોખી તાજગી અને આત્મવિશ્વાસની અનુભૂતિ તમે તમારી અંદર કરી શકશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી બદલવા માંગતા વ્યક્તિઓ માટે આજનો સમય સૌથી બેસ્ટ છે. આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગો છો તો સોના ચાંદી અને મકાન જમીનમાં પૈસા રોકી શકો છો. આજે મિત્રો અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. ઘરમાં સારા સમાચાર આવવાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ, હ (Cancer):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. કાર્યક્ષેત્રમાં આજે અનેક નવી તકો ઉભી થશે. નોકરી માટે પ્રયત્ન કરતા મિત્રોને આજે સારી ઓફર મળવાના યોગ બની રહ્યા છે. આજે કોઈપણ નિર્ણય એકલા હાથે લેશો નહિ તમારા માતા પિતા અથવા વડીલમિત્રોની સલાહ લેવાનું રાખજો. આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

5. સિંહ – મ, ટ (Lio):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે નવું ઘર કે નવી જગ્યા ખરીદવાનું બની શકે છે. આજે પરિવારમાં કોઈ નાની વાતે મતભેદ થઇ શકે છે. આજે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આજે તમારે કોઈપણ જાણીતા કે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ કરવાની જરૂરત છે. તમારા ભવિષ્યના કોઈપણ પ્લાનની વાત આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સિવાય કોઈની સાથે કરતા નહિ. વેપારી મિત્રો માટે પણ આજનો સમય ઉત્તમ છે. તમારા કોમ્પીટીશનમાં રહેલ વેપારી એ તમારા કામમાં અડચણ ઉભી થશે પણ તમે તેમાંથી સરળતાથી બહાર આવી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર, ત (Libra):
પ્રેમી મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. જો તમે તમારા પ્રિયપાત્રને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ નાનકડી ભેટ સાથે તમારા મનની વાત તેમને જણાવી દો જવાબ પોઝીટીવ જ મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોને આજે સારા ઘરમાંથી માંગા આવશે. ઘણા સમય પહેલા કરેલ રોકાણથી તમને આજે સારો ફાયદો મળશે. જો તમે શેર માર્કેટમાં પૈસા રોકવા માટે વિચારી રહ્યા છો તો પહેલા કોઈ અનુભવી અને નિષ્ણાત વ્યક્તિની સલાહ જરૂરથી લેજો. તમારા નજીકના કોઈ સંબંધી તમારી પાસે પૈસા ઉધાર માંગવા માટે આવી શકે છે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં થોડી બેચેની જેવું જણાશે. સાંજના સમયે તબિયત બગડવાના યોગ છે. પ્રમોશન માટે આજે યોગ્ય સમય છે. તમારા ઉપરી અધિકારી સાથે દિલ ખોલીને વાત કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે ઘરમાં તમારી વાણી અને વર્તન પર ધ્યાન આપજો. તમારા વર્તનથી તમારા ભાઈ કે બહેનને ખોટું લાગી શકે છે. પિતાની તબિયત પર ખાસ ધ્યાન આપવું. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધશે. જે પણ મિત્રો લાંબા સમય માટે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગે છે તેમના માટે આજે સારો સમય છે. નોકરી કરતા મિત્રો પર આજે કામનો ભાર વધારે હશે. ઉપરી અધિકારીના પ્રેસરને કારણે તમારે સમય કરતા વહેલા કામ પૂર્ણ કરવાનું રહેશે. આજે તમારા સમાજમાં તમારી નામના થશે. સંતાનોના સારા રીઝલ્ટથી ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો સમય છે, તમે વિચારેલ દરેક કામ સમયસર પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : રાખોડી

10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
જે મિત્રો સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમણે પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. જે મિત્રો નોકરી કરે છે તેમને ઓફિસમાં કોઈપણ જાતની સિક્રેટ વાતો કરવી નહિ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનો સીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
શેર માર્કેટ અને કોમોડિટીમાં પૈસા રોકાણ કરવાથી ભવિષ્યમાં ધનલાભ થશે. જમીન અને મકાનમાં રોકાણ કરી શકશો. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. ઘરમાં સુખ સુવિધાના સાધન વસાવી શકશો. તણાવને કારણે માથાનો દુઃખાવો થઇ શકે છે. વધારે કામ કરવાથી બેચેની જણાશે કામમાંથી થોડો સમય કાઢીને આરામ કરો. વેપારી મિત્રો અને નોકરી કરતા મિત્રોને મુસાફરી કરવાના યોગ છે. તમારી ખુશીઓમાં વધારો થશે. જમીન અને મકાન લે વેચનું કામ કરવાવાળા લોકોને અચાનક ધનલાભ થવાના સંકેત છે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.