આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 28 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
પૈસાનો કોઈપણ વ્યવહાર કરતા પહેલા તકેદારી રાખવી. આજે તમારી નજીકનો કોઈ વ્યક્તિ તમને દગો કરી શકે છે. લોટરી અને શેર માર્કેટમાં પૈસા રોકવા નહિ, પ્રેમીઓ માટે આજનો દિવસ ઘણો લાભદાયી છે. એકબીજા સાથે સમય પસાર કરી શકશો. આજે નોકરી કરતા મિત્રોને ધનલાભ થવાના યોગ છે. ઉચ્ચ પદના અધિકારી સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સારો રહેશે. ખાવા પીવામાં તકેદારી રાખવી. વેપારી મિત્રો માટે સમય અનુકુળ છે, નવા વેપારની શરૂઆત કરવા માટે સારો દિવસ. મહિલાઓને આજે સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

4. કર્ક – ડ, હ (Cancer):
આજે સ્થાયી અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. આજે ધનલાભ થશે, તમારા માથે આજે દેવું ઓછું કરી શકશો. આજે પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવાર સાથે કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ છે. આજે કોઈ તીર્થસ્થાનની મુલાકાત લઈ શકો છો. વડીલ મિત્રોને આજે જુનો ઘુટણનો દુખાવો હેરાન કરશે. નોકરી કરતા મિત્રોને કામને લીધે મુસાફરી કરવાના યોગ છે. આજે તમારી નામનામાં વધારો થશે. માન અને સન્માન મળશે. વેપારી મિત્રોને અચાનક ધનલાભ થવાના યોગ છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ, ટ (Lio):
જો તમારા પ્રેમસંબંધમાં શુષ્કતા આવી ગઈ છે તો એ પ્રેમના બગીચામાં આજે પ્રેમના પુષ્પો ખીલી શકે તેવા યોગ બની રહ્યા છે તો તમે સામેથી તમારા જીવનસાથીને મનાવી લો. આજે ખુબ યાદગાર દિવસ છે જે તમને પુરા જીવન પર્યત યાદ રહેશે. તમારા બાળકો અને પરિવારજનોની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે આજથી જ મહેનત કરવાની જરૂર છે. આજે કોઈ મહત્વની વસ્તુ ખોવાઈ જવાના પણ યોગ છે તો દરેક વસ્તુ ધ્યાનથી સંભાળીને રાખો નહિ તો ભવિષ્યમાં તકલીફ થશે. કોઈપણ પરિસ્થિતિમાં તમારે હાર માનવાની નથી તમારા દરેક સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

7. તુલા – ર, ત (Libra):
નવા ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. તમારું નસીબ આજે તમને સાથ આપશે, તમારી આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. આજે કોઈ ટૂંકી કે લાંબી મુસાફરી કરવાના યોગ છે. આજે ધાર્મિક પ્રવૃત્તિ તરફ મન લાગશે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આજે ઘરમાં કોઈની બીમારીની પાછળ ખર્ચ થશે. કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ડેવલપર્સનું કામ કરતા મિત્રો તેમના કામમાં સારો દેખાવ કરી શકશે. કોઈપણ નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવી. તમારો ખર્ચ બેજટ બહાર જઈ શકે છે. આજે પૈસાની લેણદેણમાં કોઈ નુકશાન થઇ શકે છે. ધનલાભ માટે સારો દિવસ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમારે વધારાના અને નકામા કામમાં તમારી શક્તિ વાપરવાની નથી. એના કારણે તમારો સમય પણ વેસ્ટ થશે અને તમારી મહેનત પણ નકામી જશે. આજે તમારા જીવનસાથી સાથે કોઈ અણબનાવની સંભાવના છે તો બને એટલો પ્રયત્ન કરો કે ઘરમાં તમારું વર્તન શાંત અને બોલવામાં ધ્યાન રાખો. આજે ઓફિસમાં પણ તમારા વર્તનના કારણે કોઈને દુઃખ ના પહોચે એની તકેદારી રાખજો. આજે રોકાણ માટેનો યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):
કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા તમારા ઉપરી અધિકારી અને વડીલોની સલાહ લેવાનું રાખજો. આજે બહુ ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય કરવાનો નથી. જો ભવિષ્યમાં તમે સારો ફાયદો મેળવવા માંગો છો તો તમારે તેની માટે આજથી જ શરૂઆત કરવાની છે બચત કરવા માટેની. સંતાનો પર્ત્યે બેદરકાર રહેશો નહિ. જીવનસાથી આજે તમારી સાંજ બનાવી દેશે, કોઈ સરપ્રાઈઝ મળવાની શક્યતા છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. આજે તમારા પ્રિયજનની તબિયત નરમ ગરમ રહેશે તેમને તમારા પ્રેમની હૂંફ આપો. જે મિત્રો કોઈને પ્રેમ કરતા હોય અને તેમને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા છે તો તેઓએ બહુ ઉતાવળ કરવી નહિ આજે પુરતી ચકાસણી કરો અને પછી જ કોઈ નિર્ણય કરજો નહિ તો તમારી દોસ્તી પણ નહિ રહે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો. નોકરી કરતા મિત્રોનું મન આજે વ્યાકુળ રહેશે. તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

નોકરી-ધંધો – આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

કૌટુંબિક-પારિવારિક – હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને? હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.