જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 28 એપ્રિલ : માતાજીની કૃપાથી બુધવારનો દિવસ આ 6 રાશિના જાતકો માટે રહશે ખુબ જ ખાસ, જાણી લો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): કાયદાકીય મામલાના કારણે તણાવ રહી શકે છે. અનુમાન નુકશાનદેહ સાબિત થઈ શકે છે, જેથી રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી. પારિવારીક મોર્ચા પર દિવસ સારો રહેશે. વિલંબમાં પડેલી વ્યવસાયિક યોજનાઓ શરૂ થશે. બીજાને રાજી કરવાની તમારી પ્રતિભા ફાયદો કરાવશે. આજે જીવનસાથીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):લાભ મેળવવા સકારાત્મક ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. આજે તમે સારા પૈસા બનાવી શકો છો. પરંતુ આ પૈસા તમારા હાથમાંથી નીકળી ના જાય તેની સાવધાની રાખવી. ઘરમાં પરિવાર સાથે અણબનાવ રહે. આજે તમે બીજા દિવસોની તુલનામાં પોતાના લક્ષ્યોને સારી રીતે નક્કી કરી શકશો. જો પરિણામ તમારી આશા પ્રમાણે ના આવે તો નિરાશ ન થવું.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): તમારૂ તીખુ વલણ મિત્રો માટે પરેશાની પેદા કરી શકે છે. કામમાં ધીમી પ્રગતિ માનસીક તણાવનું કારણ બની શકે છે. કોઈ સંબંધી-મિત્ર તરફથી સારા સમાચારથી દિવસની શરૂઆત થશે. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે. તમારી કોમ્યુનિકેશન અને કામ કરવાની રીત અસરદાર રહેશે. જીવનસાથીનો આજે એક અનોખો જ અંદાજ જોવા મળી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):માનસિક તણાવથી બચવા આજે ચિંતા કરવાનું ટાળવું. ખર્ચ કરવાથી દુર રહેવું, નહીં તો ખીસ્સુ ખાલી શકે છે. માનસીક સ્થિતિ સ્થિર ન હોય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. પરિવારની મદદ મળી શકે છે. વડીલ તથા પરિવારને વિશ્વાસમાં રાખી નિર્મય લેવો. જીવનસાથી સાથે કોઈ ખાસ નવી યોજના બનાવો, જિંદગી ખુબસુરત જોવા મળશે.

5. સિંહ – મ, ટ (Leo): જ્યારે તમે કોઈ નિર્ણય લો, તો બીજા લોકોની ભાવનાઓનું ખાસ ધ્યાન રાખો. આજે તમે બીજો લોકોની વાત માનીને નિર્ણય કરશો, તો આર્થિક નુકશાન લગભગ નક્કી છે. કોઈ પણ કાલે કરીશું તેવું ના રાખશો, કમર કસીને કામને વળગી રહો. જો તમે તમારા કામ પર ધ્યાન આપશો તો સફળતા અને પ્રતિષ્ઠા તમારી હશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. તંગી અને આર્થિક સ્થિતિ નબળી રહેતા અનેક કામ વચમાં અટકી શકે છે. આર્થિક મામલે વધારે ગંભીરતા રહેતા ઘરમાં તણાવ ઉભો થઈ શકે છે. સહકર્મીઓ સાથે સારો સહયોગ મળી શકે તેમ નથી. પરંતુ ધૈર્ય રાખવું. આજનો દિવસ બીજા માટે મદદરૂપ થવામાં પસાર કરવો, આ સકારાત્મકતા તમારી છબી સારી બનાવશે.

7. તુલા – ર, ત (Libra):આજે કામ-કાજમાં વ્યસ્ત રહી શકો છો. પરિવારને સમય નહી આપી શકાય. વ્યસ્ત દિવસમાં તબીયતનું ધ્યાન રાખવું. કામકાજમાં કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે. જેથી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દુર રહેવું. કોઈ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવી શકે છે, જે રસ્તે તમને મોટુ નુકશાન થઈ શકે છે. સાંજ બાદ માનસીક તણાવમાં ઘટાડો થશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): તમારી ગેરજવાબદારી પરિવારની ભાવનાને ઠેસ પહોંચાડી શકે છે. આજે જબાન પર લગામ રાખવી, કેમ કે તે તમારા વિરુદ્ધ જઈ શકે છે, અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે છે. બેન્ક સાથેના જોડાયેલા કામમાં સાવધાની રાખવી. કાર્યક્ષેત્રમાં દિવસ સારો રહેશે. ચિઠ્ઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીની તબીયત ચિંતાનું કારણ બની શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): મનોવૈજ્ઞાનિક ડર તમને બેચેન કરી શકે છે. સકારાત્મકત વિચારો તમને આ મુશ્કેલીમાંથી બચાવશે. આર્થિક રીતે સુધાર ચાલતા તમે સરળતાથી લાંબા સમયથી વિલંબમાં રહેલ ઉધાર ચુકવી શકશો. પરિવાર સાથે આરામનો સમય વિતાવો. તમારી પત્ની-પતિને ભાવાત્મક સહયોગ આપો. વ્યવસાયિક મિટીંગમાં મોટી-મોટી વાતો ન કરવી, પોતાની જીભ પર લગામ રાખવી નહીં તો પ્રતિષ્ઠાને નુકશાન પહોંચી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):તમારો આત્મવિશ્વાસ અને આજની ઓછી મહેનત તમને આરામ કરવા માટે પુષ્કળ સમય આપશે. ચોક્કસ આર્થિક સ્થિતિમાં સુધારો થશે – પરંતુ ખર્ચમાં પણ વધારો થશે. તમારી પરિસ્થિતિ અને જરૂરિયાત જાણતા હોય તેવા મિત્રો સાથે જાઓ. તમે તમારા જીવનમાં આજના દિવસને ક્યારેય ભૂલી શકશો નહીં, જો તમે આજે પ્રેમમાં ડૂબવાની તક ગુમાવશો નહીં તો. તમારા પ્રયત્નોને યોગ્ય દિશા આપો અને જે તમને અસાધારણ નફો આપશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): જિંદગીને ભરપુર માણવા માટે મહત્વકાંક્ષાઓ પર કાબુ રાખો. વધારે ખરીદી કરવાથી બચવું, જે હોય તમારી પાસે તોનો ઉપયોગ કરો. જુઠુ બોલવાથી બચવું, જે સબંધો બગાડી શકે છે. પોતાના કામમાં તેજી લાવવા માટે તમે ટેકનીક સાથે જોડાયેલી વસ્તુમાં રોકાણ કરી શકો છો. જે તમને ફાયદો કરાવી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): બેચેની તમને પરેશાન કરી શકે છે. ખુલ્લુ વાતાવરણ અને સકારાત્મક વિચાર તમને મદદગાર સાબિત થશે. યાત્રા તમને થકાન અપાવશે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે મજા કરવા માટે દિવસ સારો છે. તમારા જીવનસાથીનો મિજાજ પરેશાન કરી શકે છે. આજે દિવાસ્વપ્ન જોવામાં સમય ન વિતાવશો, તમને એવું લાગશે કે બીજા લોકો તમારી કામ કરી દેશે, પરંતુ તે સાચુ નથી. આજે બધી વસ્તુ તમારા અનુકુળ નહીં થાય.