27-year-old man suffered a heart attack in Aravalli : ગુજરાતમાં હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનોને હાર્ટ એટેકના મામલાઓ વધારે જોવા મળી રહ્યા છે જે ખુબ જ ચિંતાનો વિષય છે. રોજ બરોજ કોઈને કોઈ ખબર સામે આવતી જ હોય છે જેમાં કોઈ યુવક કે કીશોરનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોય, ત્યારે હાલ વધુ એક ખબર સામે આવી છે જેમાં એક 27 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થવાના કારણે સમગ્ર ગામમાં માતમ છવાયો છે.
રાજપીપળામાં ફરજ બજવતો હતો યુવક :
આ ઘટના સામે આવી છેઅરવલ્લીના મોડાસામાંથી. જ્યાં આવેલા ઈડાડી ગામમાં રહેતા 27 વર્ષીય ચૌધરી અશિત વિનોદભાઈ નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. યુવક રાજપીપળા ખાતે LI માં ફરજ બજાવતી હતો. ત્યાં જ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો, જેના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતની ખબર સાંભળતા જ તેના પરિવારમાં માતમ છવાયો હતો.
પરિવાર આઘાતમાં :
આ ઉપરાંત ઈડાડી ગામના પણ જુવાન જોધ યુવકનું મોત થવાના કારણે શોકનો માહોલ છવાયો હતો. યુવક રાજપીપળામાં સરકારી વિભાગમાં LI તરીકે ફ્રિજ બજાવતો હતો. તેના પરિવારને આ અંગે જાણ થતા જ પરિવાર તાત્કાલિક રાજપીપળા દોડી ગયો હતો, પરંતુ ત્યાં દીકરાનું મોત થતા જ પરિવાર આઘાતમાં આવી ગયો હતો. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સતત આવી હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે અને તેમાં પણ યુવાનો આવી ઘટનાઓનો ભોગ વધુ બનતા હોય છે.
ખુબ જ ગંભીર છે કાર્ડિયાક એરેસ્ટ :
કેટલાય યુવાનોને ક્રિકેટ રમતા તો કોઈને જિમની અંદર પણ હાર્ટ એટેક આવ્યા હોવાના મામલાઓ સામે આવી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા સ્કૂલમાં ભણતા બાળકોને પણ હાર્ટ એટેક આવતા જોવા મળી રહ્યા છે. કાર્ડિયાક એરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી છે અને શરીરના મહત્વપૂર્ણ અવયવોમાં લોહીનો પ્રવાહ પણ બંધ થઇ જતો હોય છે. જો તેને સમયસર સારવાર નામ મળે તો તે મોતનું પણ કારણ બની શકે છે.