ખબર

જાણો કઈ રીતે 27 વર્ષનો યુવાન બન્યો રતન ટાટાનો સૌથી માનીતો સલાહકાર

દેશના જાણીતા ઉધોગપતિ રતનટાટા સાથે કામ કરવું સૌ કોઈના નસિબમાં નથી હોતું. આજે બધા જ લોકો મુકેશ અંબાણી અને રતન ટાટાની કંપનીમાં કામ કરવા માટે તત્પર હોય છે. પરંતુ તમને રતન ટાટા સામેથી ફોન કરીને નોકરી ઓફર કરે તો તે તમારા માટે તે સપનાથી ઓછું ના હોય. આવી જ કંઈક સત્ય વાર્તા ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી છે.

Image Source

બુધવારે 27 વર્ષના શાંતનું નાયડુએ આ કહાનીને શેર કરી છે.આ લખાય છે ત્યાં સુધી,આ 1.8 હજાર લોકોએ શેર કરી ચુક્યા છે. ‘હ્યુમસ ઓફ બોમ્બે’માં શાંતનુંએ જણાવ્યા અનુસાર, રતન ટાટા અને તેની મુલાકાત 2014માં થઇ હતી.

2014માં એન્જીનીયરીંગનું ભણતર પૂરું થયાબાદ શાંતનું પૂનામાં ટાટા મોર્ટસના એક યુનિટમાં કામ કરી રહ્યો હતો. એક દિવસ તે રાતે નોકરીથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે ફૂલઝડપે આવેલી કારે એક કૂતરાને કચડી નાખ્યો હતો. શાંતનુંને પશુઓ પ્રત્યે વિશેષ લગાવ હોય તે દુઃખી થઇ ગયો હતો.

ત્યારબાદ ખબર પડી કે, અંધારાને કારણે અકસ્માતમાં ઘણા કૂતરોના મોત થાય છે. શાંતનુંએ આ સમાધાન માટેનું વિચારી લીધું હતું. આ કામમાં શાંતનુંએ તેના મિત્ર સાથે મળીને રસ્તા પરના કુતરાના ગળામાં રેડિયમ વાળા ટકાઉ પટા પહેરાવ્યા હતા. જોતજોતામાં આ પટા શહેરના બધા જ કુતરાના ગળામાં બાંધી દીધા હતા.

શાંતનું દ્વારા કરવામાં આવેલા આ કામની જાણકારી થોડા મહિના બાદ રતનટાટા પાસે પહોંચી હતી. રતન ટાટાએ શાંતનુંને મુંબઈ સ્થિત ઓફિસે આવીને મળવાનું કહ્યું હતું. શાંતનુંની રતન ટાટા સાથેની આ મુલાકાત દોસ્તીમાં પરિણમી હતી. ત્યારબાદ રતન ટાટાએ શાંતનુંના કાર્ય માટે ફંડ પણ આપ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે,રતન ટાટા અવિવાહિત હોવાને કારણે તેનો કોઈ પરિવાર તો છે નહીં. રતન ટાટાનો પશુ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. રતન ટાટાના ઘરમાં રહેલા તેના કુતરા પણ તેની માટે ખાસ છે.

Image Source

શાંતનુંએ જણાવ્યું હતું કે, થોડા મહિના બાદ તેને રતનટાટાને જણાવ્યું હતું કે, તે એમબીએ કરવા માટે કોર્નેલ યુનિવર્સીટી જાય છે. શાંતનુંએ રતન ટાટાને જણાવ્યું હતું કે, તે એમબીએ કર્યા બાદ ટાટા કંપની માટે જ સેવા દેવા માંગે છે તે સમયે રતન ટાટાએ ખુશી વ્યક્ત કરી હતી.એમબીએ કર્યા બાદ શાંતનું 2018માં પરત આવ્યો ત્યારે રતન ટાટાએ શાંતનુંને ફોન કરી મોટી જવાબદારી સોંપી હતી.

Image Source

રતન ટાટાએ શાંતનુંને કહ્યું હતું કે, તારી પાસે ઓફિસમાં ઘણું જ કામ કરાવવાનું છે. શું તું મારો આસિસ્ટન્ટ બનીશ?” શાંતનુંને આ વાત નવી લાગતી હતી. તેને સપના જેવું લાગતું હતું. પણ આ હકીકત હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને રતન ટાટાને જવાબ આપ્યો કે, ‘હા જરૂર.’

Image Source

શાંતનું છેલ્લા 18 મહિનાથી રતન ટાટા સાથે તેમના ટ્રસ્ટ માટે કામ કરી રહ્યો છે. શાંતનુંએ કહ્યું, “મને હજુ વિશ્વાસ નથી તો કે હું મારા સપનામાં જીવી રહ્યો છું. મારી ઉંમરના લોકો સારા મિત્રો અને ગુરુની શોધમાં કેટલું સહન કરે છે. હું નસીબદાર છું કે મને આ બધું મળ્યું છે. રતન ટાટા કોઈ સુપરહ્યુમનથી ઓછા નથી.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.