OMG: 83 વર્ષના દાદાજીએ 27 વર્ષની યુવતી સાથે બંધાયા લગ્નગ્રંથિથી, તેની પ્રેમ કહાની છે આવી કંઈક

0

પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. માણસને પ્રેમ ગમે તે ઉંમરે અને ગમે તે વ્યક્તિ સાથે થઇ જાય છે. કહેવામાં આવે છે કે પ્રેમને કોઈ સીમા નથી નડતી. પરંતુ ઇન્ડોનેશિયામાં એક અનોખી પ્રેમ કહાની સામે આવી છે. જેમાં 27 વર્ષની યુવતીને 83 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી લીધા છે. બન્ને લોકો આને પહેલી નજરનો પ્રેમ બતાવે છે.

Image Source

આ સંબંધમાં ઉંમરને લઈને થોડી મુશ્કેલી છે. આવો જાણીએ આ પ્રેમ કહાની વિષે. 83 વર્ષીય સુદીર્ગોએ 27 વર્ષીય નુરૈની સાથે લગ્ન કર્યા છે. હાલ સુદીર્ગોના મોટા પુત્રની ઉંમર 51 વર્ષ છે. તો બીજી તરફ નુરૈનીના પિતાની ઉંમર સુદીર્ગોના મોટા પુત્રની ઉંમર કરતા પણ ઓછી છે. તો આનો મતલબ એ કાઢી શકાય કે, નુરૈની તેના પિતાથી પણ મોટા ઉંમરના શખ્સની સૌતેલી માતા બની છે.

Image Source

નુરૈનીના માતા-પિતા સુદીર્ગો પાસે એક મામલામાં સલાહ લેવા ગયા હતા. ત્યારે આ બન્નેની મુલાકાત થઇ હતી. મીડિયા સાથેની વાતચીતમાં નુરૈનિએ કહ્યું હતું કે, પહેલી નજરમાં અમને બન્નેને પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ અમે લોકો કોઈના કોઈ બહાને મળતા રહેતા હતા. સુદીર્ગોને 8-પૌત્ર અને પૌત્રીઓ છે. બીજા લોકો માટે આ પ્રેમને સમજવો બહુજ મુશ્કેલ છે.

Image Source

તો સુદીર્ગોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઉંમરના એવા પડાવ પર છું કે, જ્યાં રોમેન્ટિક રિલેશન જેવું કંઈ હોતું નથી. પરંતુ નુરૈનીને મળ્યા બાદ મને અલગ જ લાગણી મહેસુસ થઇ હતી. ત્યરબાદ મેં મારા પ્રેમનો ઈઝહાર કરી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. ત્યરબાદ તે પણ લગ્ન માટે રાજી થઇ ગઈ હતી.

બન્નેના સંબંધની ખાસ વાત તો એ છે કે, નુરૈનીના પરિવારજનોને આ બન્નેના લગ્નથી કોઈ તકલીફ નથી. આ લોકો બન્નેના સંબંધને આસાનીથી અપનાવી લીધો હતો. પરંતુ સુદીર્ગોના બાળકોને આ બન્નેના સંબંધથી પરેશાની છે. સુદીર્ગોના મોટા પુત્રએ આ બાબતે ઘણી વાર ચિંતા પણ જતાવી છે.

Image Source

એક સ્થાનિક અખબાર સાથેની વાતચીતમાં નુરૈનીએ કહ્યું હતું કે, મારા પતિના બાળકોએ મને ઘણીવાર પૂછ્યું હતું કે હું મારી ઉંમરના યુવક સાથે કેમ લગ્ન નથી કરતી. સુદીર્ગોની પુત્રી ટાર્ટીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં ખુદે નુરૈની સાથે વાત કરી હતી. પરંતુ તેને સાફ-સાફ કહ્યું હતું કે, તેને મારા પિતા જ પસંદ છે. બન્નેના એકબીજા સમર્પણને જોઈને અમે પણ આ સંબંધને હા કહી દીધી હતી.

Image Source

ગત 18 ઓગસ્ટ બન્નેએ પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ બન્નેના લગ્નમાં ગામના લોકો પણ શામેલ થયા હતા. જણાવી દઈએકે નુરૈનીના આ પહેલા લગ્ન છે. જયારે સુદીર્ગોના ચોથા લગ્ન છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.