27 વર્ષની દિકરી પૂરમાં તણાઈ ગઈ, પિતાની પીડા, માતાના મરસિયા! ભલભલા રડી પાડવાના છે આ જોઈને
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામેલો છે અને ઘણા શહેરોમાં તો મેઘતાંડવ પણ જોવા મળી રહ્યુ છે, ત્યારે થોડા દિવસ પહેલા જ એક ખબર આવી હતી કે જૂનાગઢમાં એક પિતા-પુત્રી કારમાં જતા હતા અને આ દરમિયાન અચાનક સોનરખ નદીમાં પાણી આવી જતા ગાડી તણાઈ ગઇ. આ કારમાં પરણિત દીકરી દીપચંદા રાઠોડ તેના પિતા સાથે હતી અને કાર તણાવાથી તે બંને પણ તણાઇ ગયા.ત્યારે પિતા તો બચી ગયા પણ યુવાન દીકરીનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યુ હતુ.
પિતાની સામે જ દીકરી પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ
ત્યારે જમાવટ મીડિયા દ્વારા આ દીકરીના માતા-પિતાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં મૃતક દીકરીની માતાની તો એવી હાલત હતી કે તે જે મરસીયા ગાઇ રહ્યા હતા તેમાં પણ તેમની પીડા છલકાઈ રહી હતી. કોઇ પણ માં-બાપ સંતાનને પીડામાં જોઇ શકતા નથી, ત્યારે જે દીકરીને માતા-પિતાએ મોટી કરી હોય અને તે જ તેના પિતા સામે પાણીમાં તણાઇ જાય તો તે પિતા માટે કેટલા આઘાત સમાન હશે એની કોઇ કલ્પના ના કરી શકે.
માતાના મરસિયામાં પણ છલકાઇ રહી હતી પીડા
જૂનાગઢના પરિવારે ભારે વરસાદમાં આવેલા પૂરને કારણે પોતાની દીકરી ગુમાવી દીધી. મૃતકના પિતાએ જમાવટ મીડિયા સાથે વાત કરતા ગમગીન આંખોએ કહ્યું કે મારા હાથમાંથી મારી દીકરી જતી રહી. અફસોસ એક જ વાતનો છે કે આ માનવ મરે છે એનું મૃત્યુ આવે છે, એ હું ચોક્કસ માનું છું,
પિતા પણ આઘાતમાં
આઈખું ખૂટે ત્યારે માનવીને જવાનું જ થાય છે, પણ કુદરત રૂઠે એની સાથે જ્યારે શાસન, પ્રશાસન, જે સત્તાધીશો છે જેની જવાબદારી છે લોકોના સુખાકારીની, પણ જ્યારે એ પ્રયત્નો નથી થતાં એ બીજે વેડફાય છે ત્યારે બહુ દુખ સાથે કહેવું પડે છે આવું જ્યારે થાય છે, માનવના દ્વારા, માનવને જે રીતનો, માનવ હીતના કાર્યો થવો જોઈએ એ નથી થતાં.
જૂનાગઢમાં એવી પરિસ્થિતિ છે, કોઈ પણ પ્રકારના હીતના કાર્ય શાસન દ્વારા ક્યારે કરવામાં આવતા નથી. તેમણે આગળ જણાવ્યુ કે, કંઇ વિચારીએ કંઇ કરીએ એ પહેલા તો 5-10 સેકેન્ડ કે મીનિટોની અંદર જ અમને બધાને ફેંકી દીધા અને છાતી સુધી પાણી આવ્યા ત્યાં સુધી તો હું મારી દીકરીને શોધતો હતો. પાણીમાં શોધતો રહ્યો કે મારી દીકરી ક્યાં છે ?
દિપચંદા રાઠોડ ડો. સુભાષ યુનિવર્સિટીમાં લેકચરર હતી અને તેનો પતિ ભરત રાઠોડ માણાવદરના ખાંભલામાં એગ્રી યુનિવર્સિટીમાં કામ કરે છે. ત્યારે દિપચંદા કામને કારણે પિતાની સાથે રહેતી અને રજાના દિવસે પતિ પાસે જતી. જો કે, દિપચંદા કોલેજ પુરી કરી જ્યારે તેના પિતા સાથે કારમાં આવી રહી હતી ત્યારે ભરડાવાવ પાસે એક દીવાલ પડી અને તે પછી ત્રણ રિક્ષા, બાઇક, ટેમ્પો તણાયા.
દિપચંદાના પિતાએ તો વરસાદી પાણીમાંથી લોકોની મદદ કરીને તેમને બચાવ્યા.આ દરમિયાન તેઓ એકબીજાનો હાથ પકડીને પસાર થઇ રહ્યા હતા અને ત્યારે હાથ છૂટતા બધા ફંગોળાયા અને દિપચંદાએ થાંભલો પકડ્યો પણ આઇસર પાણીમાં ફંગોળાઇને આવ્યું અને તેની નીચે દબાઇ જતા આઇશર નીચેથી જ તેની લાશ મળી આવી. દિપચંદાના પિતાએ અન્ય 2 વ્યક્તિને રેસ્ક્યુ કરીને બચાવી લીધા પણ તેઓ તેમની દીકરીને ન બચાવી શક્યા. ત્યારે આ ઘટનાને લઇને પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો.
View this post on Instagram