જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૨૭ નવેમ્બર :શનિદેવની કૃપાથી આ ૯ રાશિની જિંદગીમાં થઈ ખુશીઓનો વરસાદ, બધી જ તકલીફ થશે દૂર

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ખર્ચમાં કમી આવાથી તમને રાહત મળશે. આજના દિવસે આવકમાં વધારો થશે. રોકાણ કરવામાં સફળતા મળશે. પરિવાર સાથે ભોજનનો આનંદ મળશે.
કામને લઈને સમસ્યા થઇ શકે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમારું કામ સરળ થશે. પરણિત લોકો દાંમ્પત્ય જીવનમાં ખુશી રહેશે અને પ્રેમી પંખીડા માટે આજનો દિવસ બહાર ફરવા જવા માટે સારો રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશી લઈને આવશે. કામને લઈને વ્યસ્ત રહેશે. આજના દિવસે જીવનમાં કોઈ તફ્લીકનો સામનો કરવો પડી શકે એમ છે. આજના દિવસે તમે માનસિક રીતે મજબૂત રહેશો. આજના દિવસે તમને સારા પરિણામ જોવા મળશે. પરણિત લોકોના જીવનમાં ખુશી મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. પ્રેમી પંખીડા માટે આજનો દીવસ ફાયદેમંદ રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે. પ્રેમી પંખીડા તેના જીવનને ખુબસુરત બનાવવા માટે તેની પસંદગીનું કામ કરશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજનો દિવસ તમારા માટે સાધારણ ફળદાયક રહેવાનો છે. કોર્ટ કેસો સાથે જોડાયેલા મામલામાં દિવસ સારો રહેશે. ખર્ચ થોડો વધારે રહેશે, તેમ છતાં તમારી સારી આવકના કારણે ખુશ રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે. વિવાહિત જીવનમાં સુખ આવશે. કામને લઈને ઉતાર-ચડાવનો સામનો કરવો પડશે. તમારા મિત્રોમાં છુપાયેલા દુશ્મનોથી સાવચેત રહો, આજે તેઓ તમને પરેશાન કરી શકે છે. કોઈ પણ વાત પર દરેક પર વિશ્વાસ ન કરો અને તમારી અંગત વાત કોઈને ના કહો.

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે અને તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. તમારી આવક પણ વધશે અને તમે તમારી જાતને પ્રેમ કરશો અને તમારો સ્નેહ વધશે. પ્રેમ જીવનમાં તમને સફળતા મળશે. જે લોકો વિવાહિત છે તેમને પણ આજે ખુશી મળશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી કાળજી લેશો. પ્રેમી પંખીડાને આજના દિવસે ખુશી મળશે. કામને લઈને પોતાનો વિશ્વાસ કરવાથી સારા પરિણામ મળશે. આજે તમને નવી સોંપણી મળી શકે છે જેમાં તમને તમારી કાર્યક્ષમતા બતાવવાની તક મળશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકોને આજના દિવસે ધ્યાન રાખવી પડશે. કામને લઈને દિવસ શાનદાર રહેશે. આજના દિવસે તમને તમારી મહેનતનું ફળ મળશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ કમજોર રહેશે. આજના દિવસે ધ્યાન કામ પર ધ્યાન આપો. આજના દિવસે પરિવારને તમારી જરૂરિયાત પુરી પાડી શકે છે. આજના દિવસે બુદ્ધિનો ઉપયોગ કરવાથી આવકમાં વધારો થશે. આજના દિવસે તમારા જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. જે તમારી સમસ્યામાંથી બહાર કાઢવામાં તમારી મદદ કરશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકોનો આજનો દીવસ મધ્યમ રહેશે. આજના દિવસે કોઈ નકારાત્મક વાતથી ખુદને દૂર રાખો. પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પરેશાની થઇ શકે છે. તમારા માતાજી પાસેથી તમને સુખ મળી શકે છે અને પિતાજીનું સ્વાસ્થ્ય સારું રહેશે. આવકમાં વધારો થશે. માન સમ્માનમાં વધારો થશે. સમાજમાં લોકોનો સાથ મળશે. પરણિત લોકોને કોઈ મદદ કરવી પડશે. પ્રેમી પંખીડા આજે ખુશ નજરે આવશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકોને આજના દિવસે મધ્યમ ફળ મળશે. કામને લઈને આજના દિવસે ઉતાર-ચડાવ આવી શકે છે. કામને લઈને સારા પરિણામ મળશે. ભગવાન પર ભરોસો રાખીને સારો વ્યવહાર કરો. આજના દિવસે આવકમાં ઘટાડો થઇ શકે છે. સ્વાસ્થ્યની સમસ્યા થશે. આજના દિવસે તમે બીમાર થઇ શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે કોઈ તકલીફનો સામનો કરવો પડી શકે એમ છે. આજના દિવસે કોઈ પ્રિય વ્યક્તિ સાથે વાતચીત દરમિયાન અણબનાવ થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે રોકાયેલા કામ ઝડપથી પુરા થશે. આજના દિવસે માનસિકતા પ્રસન્ન રહેશે. દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. વેપારના સિલસિલામાં સારું પરિણામ મળશે. આજના દિવસે વેપારમાં નવો પ્રયાસ કરશો. આજના દિવસે બિઝનેસ પાર્ટનર સાથે સારો સંબંધ રાખશે. જો તમે કોઈ નોકરી કરો છો તો આજના દિવસે મહેનતનું ફળ મળી શકે છે. પ્રેમી પંખીડાને આજના દિવસે સારા સમાચાર મળી શકે છે. પ્રિય વ્યક્તિ સાથે પ્રેમ ભરી વાત કરવાથી ખુશ થઇ શકો છો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ખર્ચમાં ઘટાડો થઇ શકે છે. જેનાથી થોડી રાહત મળશે.કોઈ કારણ વગર યાત્રા પર જવું પડી શકે છે. આજના દિવસે માનસિક રીતે થોડું કષ્ટ થશે. આજના દિવસે થોડા વ્યસ્ત રહેશો. કામને લઈને દિવસ સારો છે. આજના દિવસે વિરોધીઓ પ્રબળ રહેશે. તેથી સાવધાની રાખો. પારિવારિક જીવનમાં ખુશી મળશે. આજના દિવસે સંતાન તરફથી ખુશી મળશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોએ આજના દિવસે સારું ફળ મળી શકે છે. આજના દિવસે વધુ આવકથી તમે ખુશ નજરે આવશો. પ્રેમીપંખીડાને આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે અટકેલા કામ પુરા થશે જેનાથી ખુશી મળશે. આજના દિવસે પરિવારનો સાથ મળશે. કામને લઈને કરેલા પ્રયાસ રંગ લાવશે. આજના દિવસે આવકમાં વધારો થશે. આજના દિવસે દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. જીવનસાથી સાથે આજના દિવસે સારું વર્તન કરી શકો છો. આજે પાસે બેસીને મનની સમસ્યા સાંભળી શકો છો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવાર અને ધંધામાં સારો તાલમેલ રહેશે. જેના કારણે સારું પરિણામ મળશે. આજના દિવસે ધંધા માટે સારો દિવસ છે. આજના દિવસે કોઈ નવી શરૂઆત કરી શકો છો. આજના દિવસે સાથે કામ કરનાર લોકોને સારું પરિણામ મળી શકે છે. આજના દિવસે કાર્યકુશળતાથી ખુશ થશો. દાંમ્પત્ય જીવન ખુશીઓથી ભરપૂર રહેશે. પ્રેમીપંખીડાને સારા પરિણામ મળી શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિ તમને કોઈ ગિફ્ટ આપી શકે છે. આજના દિવસે કોઈ નવી યોજના બનશે જેનાથી આર્થિક લાભ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને આજના દિવસે મધ્યમ ફળદાયી રહેશે. પ્રવાસ કરવા માટે સારો સમય છે. યાત્રાનું સારું પરિણામ મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. જેનાથી રોકાયેલા કામ પુરા થશે. કામને લઈને કરેલી મહેનત સફળ થશે તેથી વધુ ધ્યાન આપો. સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે નહીં તો બીમાર પડી શકો છો. ઋતુમાં બદલાવ આવવાને કારણે ખુદનું ધ્યાન રાખો. દાંમ્પત્ય જીવનમાં પ્રેમ વધશે અને તણાવમાં કમી આવશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.