આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 27 માર્ચ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે તમારે કોઈપણ ઉપર વિચાર્યા વગર ભરોસો કરવાનો નથી. તમારી એક ભૂલ આજે તમને ઘણું નુકશાન પહોચાડી શકે છે. આજે પ્રેમીઓ માટે સારો દિવસ છે પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગતા હોવ તો કરી શકશો જવાબ પોઝીટીવ મળશે. પારિવારિક જીવન આજે થોડું તણાવ ભરેલું હશે. વડીલોની તબિયત ખાસ સાચવવી. આજે ગળા સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી શોધી રહેલ મિત્રોને સારી કંપનીમાં નોકરી મળશે અથવા કોઈ નાનો વેપાર શરુ કરવાનો રસ્તો મળશે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં મહત્વના પ્રોજેક્ટ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે ખાવા પીવાની બાબતમાં તમારે ઘણી કેર કરવાની જરૂરત છે. વધારે પડતું તીખું અને તળેલું ખાવાનું ઇગ્નોર કરો. સંબંધોના વહેણમાં એટલા પણ ના વહી જશો કે ત્યાંથી પાછું આવવું મુશ્કેલ થઇ જાય. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ, હ (Cancer):
આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

5. સિંહ – મ, ટ (Lio):
આર્થિક પરીસ્થિતિ માટે હજી વધારે સતર્ક રહેવાની જરૂરત છે. આજે શેર બજાર અને કોમોડિટી માર્કેટમાં પૈસા રોકવાથી બચો. નોકરી કરતા મિત્રોને તેમના કાર્યસ્થળ પર કોઈ પરિવર્તન થવાની સંભાવના છે. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળશે. મહિલાઓ માટે આજનો દિવસ સામાન્ય હશે બસ રસ્તા પર ચાલતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખવી. સંતાનની તબિયત નરમ ગરમ રહેશે. આજે પ્રેમી મિત્રો એકબીજાથી થોડા દૂર થઇ શકે છે. આજે તમે એક્સ્ટ્રા ઇન્કમ કમાવવા માટે ઘણી મહેનત કરશો જેમાં તમને સફળતા મળશે. આજે પરિવાર અને જીવનસાથી તરફથી સહકાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
અચાનક ધનલાભના યોગ છે, પગાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ કમાવવા માટેનો મૌકો મળશે. ઘર સજાવટ અને સંબંધીઓ પાછળ ખર્ચ થશે. પ્રેમીઓ માટે આજે બહુ સાચવવાનો દિવસ છે. કોઈપણ અગત્યનો નિર્ણય લેતા પહેલા સમજી વિચારી લેવું. આજે સંબંધો તૂટી પણ શકે છે. વિદ્યાર્થીઓને ભણવામાં અને સ્વાસ્થ્યમાં તકલીફ થશે. આજે કામ કરવામાં મન લાગશે નહિ. પૈસા કમાવવા માટે તમે સતત મહેનત કરી શકશો. તમને સફળતા જરૂર મળશે. માતા પિતાની સલાહ જરૂર લેજો. ઘરમાં પરિવર્તન આવશે જે તમને ખુશ કરશે અને સંબધો મજબુત બનાવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

7. તુલા – ર, ત (Libra):
આજે તમારી વધારાની અને ગુપ્ત પૈસાની લેણ-દેણની લોકો સામે આવી શકે છે કોઈપણ વ્યવહાર કરતા પહેલા તમારી આસપાસના લોકો વિષે ખાસ તકેદારી રાખવી. આજે પરણિત મિત્રોની મુશ્કેલીઓ વધી શકે છે. ઓફિસમાં કોઈ કામમાં મન લાગશે નહિ. સાંજના સમયે બેચેની ના કારણે તમે આજે આપેલ કામ પૂર્ણ કરી શકશો નહિ. આજે મિત્રો તરફથી તમને સહકાર મળશે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
નવી ઊર્જા અને શક્તિ તમને મહેસુસ થશે. આજે વિદ્યાર્થી મિત્રોએ તેમના ખરાબ અને ખોટી સંગત વાળા મિત્રોથી દૂર રહેવાની જરૂરત છે. કોઈપણ નિર્ણય કરતા પહેલા જે તે વિષયે સંપૂર્ણ જાણકારી લેવી અને ભવિષ્યમાં તેનાથી થવાવાળા ફાયદા અને નુકશાનની ચકાસણી કરવી. નોકરી કરતા મિત્રોને વધારાની આવક વધારવા માટેના અનેક રસ્તાઓ મળશે. અમુક મોટી નામના વાળા વ્યક્તિ સાથે મુલાકાત તમને ભવિષ્યમાં ફાયદો અપાવશે. પ્રેમીઓ માટે પણ સારો દિવસ છે સાંજનો સમય એકબીજા સાથે વિતાવી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
આજે અફવાઓથી દૂર રહેવું સમાચારની કે વાતની પુરતી ખાતરી ના કરો ત્યાં સુધી કોઈપણ ઉતાવળે નિર્ણય લેશો નહિ. આજે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આવે તો આજે કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ પૈસા ડૂબવાના ચાન્સ વધુ છે. આજે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાના યોગ છે તો કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થશો નહિ. જુના મિત્રો સાથે વાત કરીને તમારો દિવસ બની જશે. આજે કામના સ્થળે તમારી ઓળખ બનશે અને તમારા કામની નોંધ લેવાશે જેનાથી તમને નજીકના ભવિષ્યમાં ખુબ ફાયદો થશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો. આજે દિવસના અંતે કોઈને કોઈ સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
ધનલાભ મળશે, માનસિક ઉર્જાનું લેવલ ઊંચું હશે. આજે પારિવારિક જીવન સારું હશે તમને તમારા મિત્રો અને પરિવાર તરફથી સપોર્ટ મળશે. આજે પ્રેમીઓ વચ્ચે વાદ વિવાદ થઇ શકે છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્ય સારું રહશે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનશે, અનેક જૂની બીમારીઓ આજે દૂર થશે. નવા વેપાર શરુ કરવા માટે સૌથી ઉત્તમ સમય છે. તમારા ભવિષ્ય સાથે જોડાયેલ અમુક નિર્ણય કે મહત્વના પ્લાન આજે કોઈની સાથે ચર્ચા કરશો નહિ. તમારી મહેનતનું ફળ તમને જ મળવું જોઈએ.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – સંતાન સાથે હવે વધુ નજીક આવી શકશો, મિત્રોનો સહકાર મળશે. નાનકડા કામમાં પરિવાર સાથે વધુ સફળતા મળશે. ધાર્મિક કાર્યક્રમનું આયોજન આ વર્ષે કરી શકશો. દિવાળી સમયે ઘરમાં કોઈ અકસ્માત થાય એવા યોગ છે. એકબીજાનું વધુ ધ્યાન રાખવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.