અજબગજબ આપણા તહેવારો ખબર ધાર્મિક-દુનિયા પ્રસિદ્ધ

કોરોનાકાળમાં ગણેશોત્સવ નિમિત્તે એકદમ નવા જ કોરોનાનો ખાતમો બોલાવે એવા ગણપતિના મસ્ત મસ્ત 27 નારા

દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહયા હતા એ ગણેશ ઉત્સવ શરુ થઇ ગયો છે. 10 દિવસનો આ ઉત્સવ દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો કે હાલમાં કોરોનાના ખતરાને જોતા દરવર્ષની જેમ મોટા ઉત્સવો નહિ ઉજવવામાં આવે છતાં ભક્તોની ભક્તિમાં કોઈ ખોટ રેહવાની નથી. ભક્તો પોતાના ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરી અને આ ઉત્સવને મનાવશે.

ગણેશોત્સવના આ પાવનપર્વમાં ઘરે ઘરે રોજ 10 દિવસ સુધી ગણપતિ બાપાની આરતી કરવામાં આવશે અને આરતી બાદ બોલવાના કેટલાક સરસ મઝાના નારા અમને તમને આજે આપીએ છીએ, જે જોર જોરથી બોલજો. ગણપતિ બાપાને આપણે સૌ મળી અને પ્રાર્થના કરીશું કે તે આ મહામારીમાંથી આપણને ખુબ જ જલ્દી ઉગારે.10 દિવસના ગણેશ ઉત્સવ દરમ્યાન ગણેશજીની સાધના આરાધના કરવાથી ભક્તોને ચિંતાથી મુક્તિ મળે છે અને તેમની મનોકામનાઓ પુરી કરે છે. ભગવાન શ્રી ગણેશ પોતાના દરેક સ્વરૂપમાં પ્રસન્નતા અને ખુશીઓનું વરદાન આપે છે. ભગવાન ગણેશની દરેક આરાધના અત્યંત ફળદાયી અને સુખ આપનાર હોય છે.

તો ચાલો આ ગણેશ ઉત્સવ નિમિતે આજે આપણે ગણેશજીના કેટલાક નારાઓ જોઈએ, જે બોલવાની અને બોલાવવાની ખૂબ જ મજા આવશે.

1.) કોરોના વાયરસનો ખતરો આખી દુનિયામાં ફેલાઈ ગયો, અને માણસોને ઘરની અંદર ક્વોરેન્ટાઇન થવું પડ્યું, પણ હવે બાપ્પા આવી ગયા છે. હવે તો કોરોના ક્વોરેન્ટાઇન થશે.


2.) કોરોનાનું અસલી નામ તો કોવિડ છે. અને જેમ ક્રિકેટમાં ધોની સચિન અને દ્રવિડ બેટિંગ કરતા હતા એમ હવે બાપ્પા પણ કોરોના સામે બેટિંગ કરી અને કોરોનાને દુનિયાની બાઉન્ડ્રી બહાર મોકલશે.


3.) આ કોરોનાએ તો બધાને માસ્ક પહેરાવતા કરી દીધા. ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જે બહાર માસ્ક પહેર્યા વગર નીકળતો હશે, પણ હવે બહુ થયું, આપણે બધા માસ્ક પહેરીને ફરીએ અને કોરોના એમ જ રખડે, હવે બાપ્પા જ કોરોનાને માસ્ક પહેરાવવાના છે.


4) આજે બાપ્પા આવી ગયા છે અને ભક્તો તેમના સ્વાગતની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક ભક્તોને આશા છે કે ગણપતિ બાપ્પા આવશે અને કોરોના ભગાવશે.


5.) ગણપતિ બાપ્પા આવતાની સાથે ભક્તો પણ હવે કોરોનાને ચેતવણી આપે છે. બાપ્પા આવતા હવે કોરોનાની પણ ખેર નથી.


6.) જેમ ફિલ્મોમાં દુનિયાને બચાવવા માટે એવેન્જર આવતા હોય છે એમ આ વર્ષે ગણપતિ બાપ્પા સૅનેટાઇઝર બનીને આવશે, અને કોરોનાનો ખાતમોં બોલાવી દેશે.


7.) છેલ્લા કેટલાય મહિનાથી લોકડાઉન લાગેલું છે. હાલમાં થોડી છુટછટો મળી ગઈ છે પરંતુ પહેલાની જેમ હજુ સંપૂર્ણ લોકડાઉન નથી ખુલ્યું, પણ હવે બાપ્પા પોતાના હોમ ટાઉનમાં આવી રહ્યા છે. તો લોકડાઉન પણ સંપૂર્ણ ખુલી જ જશે.

8) ગણપતિ બાપાનો આ નારો એવો છે કે નાના બાળકોને પણ બોલવાની ખૂબ જ મજા આવશે. કારણ કે આ એક ઇંગ્લિશની કવિતા જેવો નારો છે.


9) આ નારો તો આપણામાંથી લગભગ બધાએ જ મોટે મોટેથી બોલ્યો હશે, ખરુંને!


10) આપણા બધાના જ ફેવરેટ ગણપતિ બાપાને સુપર કહેવા માટે આનાથી વધુ સારો નારો બીજો કયો હોઈ શકે!


11) દેવતાઓમાં પણ જો કોઈ સિંઘમ હોઈ શકે તો એ છે ગણેશજી, એટલા એમના માટે આ નારો બેસ્ટ છે!


12) ભલે ચાઈનામાં કે કોરિયામાં ગણેશજીની પૂજા ન થતી હોય, પણ એનાથી આપણને શું ફેર પડે!


13) રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણાતા ગણેશજી આપણા બધાના જ બોડીગાર્ડ તો છે જ ને!


14) કોને ગોટા ભાવે છે? અને ભાવતા હોય તેથી પણ શું? ગણપતિ બાપા તો મોટા જ રહેવાના ને!


15) આ પણ કોઈ કહેવાની વાત છે? આટલા જોરશોરથી સ્વાગત અને પછી ધામધૂમથી વિદાઈ કર્યા બાદ પણ બીજા વર્ષે તેમના આવાની રાહ જોવાતી હોઈ ત્યારે આપણા હીરો તો ગણપતિ બાપા જ કહેવાય ને!


16) જે દેવની પૂજા કોઈ પણ શુભ કાર્ય કરતા સમયે સૌથી પહેલા થતી હોય એ બ્યુટીફૂલ તો હોવાના જ!


17) આ વાતમાં કોઈ જ શાક નથી કે ગણપતિ બાપા આપણા સૌના છે.


18) ગણપતિ બાપા ફર્સ્ટ કલાસ છે એટલે જ તેમના ભક્તો પણ ફર્સ્ટ કલાસ રહે છે.


19) ફિલ્મોમાં ભલે પ્રભાસ બાહુબલી હોય પણ આપણા માટે તો ગણેશજી જ બાહુબલી છે ને!


20) દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજી હેન્ડસમ ન હોય તો બીજું શું હોય!


21) ડુંગળી બટાકા સસ્તા હોય કે ન હોય, પણ ગણેશજી તો હંમેશા જ હસતા રહેવાના ને! કારણ કે ક્રોધિત થવાની તેમની વૃત્તિ જ નથી.


22) ગુજરાતીઓ પણ જલેબી-ફાફડા કરતા વધુ પ્રેમ ગણેશજીને કરે છે.


23) ભરૂચની ફેમસ ખારી સીંગ, ગણપતિ બાપા સુપર કિંગ


24) આમાં કહેવાનું ન હોય, ગણપતિ બાપ બેસ્ટ છે, હતા અને રહેશે…


25) આમાં કહેવાની જરૂર ન હોય, ગણપતિની બોલબાલા તો હંમેશા જ રહેવાની છે.


26) ગણપતિ બાપા પણ ગીત ગાતા હશે ને કે ‘મેં હું ડોન’


27) ગણપતિ બાપા તો હંમેશાથી સુંદર છે, અને હંમેશા સૌથી પહેલા તેમની જ પૂજા થશે.

મિત્રો, જો તમને ગણેશજીના આ નારા ગમે તો આગળ જરૂર શેર કરજો અને તમે પણ કોમેન્ટમાં લખો એક નારો..જય ગણપતિ બાપા

નીચે તમામ નારા સાથે એક વિડીયો બનાવીને મુક્યો છે જરૂર જુઓ:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.