શાહરુખની જેમ ઝરણામાં નીચે ઉતરીને પોઝ આપવા લાગ્યો યુવક, અચાનક પગ લપસ્યો અને તણાયો, હજુ સુધી કોઈ અત્તો પત્તો નથી, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે

ચોમાસાની અંદર અકસ્માત થવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. ઘણા લોકો નદી નાળામાં અને ઝરણા કિનારે નાહવા માટે જતા હોય છે અને ત્યાં પણ તેમની સાથે દુર્ઘટના સર્જાતી હોય છે. હાલ એવી જ એક દુર્ઘટના એક યુવક સાથે સર્જાઈ હતી, જે વીડિયો બનાવવા માટે એક ઝરણાં આગળ ઉભો રહીને પોઝ આપી રહ્યો હતો ત્યારે જ તેનો પગ લપસ્યો અને તે ઝરણામાં વહી ગયો હતો, આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના સામે આવી છે તામિલનાડુમાંથી. જ્યાં ગત બુધવારે ડિંડીગુલ જિલ્લાના કોડાઇકેનાલ પાસે એક 26 વર્ષીય વ્યક્તિ વીડિયો માટે પોઝ આપતી વખતે ધોધમાં પડી ગયો હતો. આ વ્યક્તિની ઓળખ અજય પાંડિયન તરીકે થઈ છે. આ વ્યક્તિ તેના અન્ય મિત્ર સાથે પુલવેલી ધોધ પર ગયો હતો. અજય થાંડિકુડીમાં ખાનગી રાજ્યમાં નોકરી કરતો હતો.

આ સમગ્ર ઘટના અજયના મિત્ર દ્વારા કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે તેની તસવીરો લઈ રહ્યો હતો. વીડિયોમાં અજયને ખડકો પર ઉતરતો દેખાય છે જ્યારે તેણે તેના મિત્રને વીડિયો બનાવવા કહ્યું. અજયનો મિત્ર તેનો વીડિયો અને તસવીરો લેતો હોય છે ત્યારે જ તે ધોધમાં પડી જાય છે. જેના બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક અજયની શોધખોળ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. ધ ન્યૂઝ મિનિટના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પુલવેલી ગામમાં ધોધ ખતરનાક માનવામાં આવે છે અને ધોધમાં પડીને ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખડક લપસણો બની શકે છે. વરસાદે પાનખરમાં પાણી અને પ્રવાહની ગતિ પણ વધારી છે. આવી જ એક ઘટનામાં, 16 જુલાઈના રોજ, બેંગલુરુનો 26 વર્ષીય આઈટી પ્રોફેશનલ સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે નીલગિરિસમાં સિઉરહલ્લા નદીમાં ડૂબી ગયો હતો.

Niraj Patel