26 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
જો તમારી પાસે સમય છે તો તે સમયને એમજ વ્યર્થ ના કરશો. નવા નવા વિચારોને અમલમાં મુકો તેનાથી તમને ભવિષ્યમાં કેટલો ફાયદો કે પછી કેટલું નુકશાન થવાનું છે તેની ચકાસણી કરો અને જે કોઈપણ અનુભવી અને તમારી સાચી મદદ કરે એવો મિત્ર હોય તેની જ સલાહ લેવાનું રાખજો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે અનેક મુશ્કેલીઓનો સામનો થશે. આજે ચિંતામાં વધારો થશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્ય પર અસર થશે. આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે રોકાણ કરવાની ઉત્તમ તક તમારી સામે આવશે. જો કોઈ જમીન ખરીદવા માટેનો પ્લાન કરી રહ્યા છો તો આજનો સમય તમારી માટે યોગ્ય છે. તમારા વડીલોના સાથ સહકારથી આજે સારું રોકાણ કરી શકશો. ભવિષ્યમાં તેનાથી અનેક લાભ થશે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં વધારે પડતું કામ કરવું પડશે પણ એ કામ તમને અઢળક લાભ કરાવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવી રીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો
4. કર્ક – ડ,હ (Cancer):
આ રાશિના જાતકોએ સફળ થવા અને સતત આગળ વધવા માટે જૂની વાતોને ભૂલવી જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે ખોટા વિચારો મનમાં લાવશો નહિ. તમારા ગુરુજન અથવા કોઈ સંતના ચરણમાં બેસીને કથા કીર્તન કરી શકો. સંતાનોનો સ્વભાવ તમને આજે વિચલિત કરશે. આજે ઓફિસમાં તમારા ખુબ વખાણ થશે તમે કરેલા પ્રોજેક્ટ કાર્યથી તમારી કંપનીને લાભ થશે અને તમને પણ પ્રમોશન મળવાના યોગ છે. દુરના અને ઘણા સમયથી ના મળ્યા હોય એવા મિત્રોનો કોન્ટેક્ટ કરો. જૂની વાતો યાદ કરીને તમારો આખા દિવસનો થાક ઉતરી જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
5. સિંહ – મ,ટ (Lio):
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ વેપારીઓ માટે ખુબ સારો છે. વેપારમાં વૃદ્ધિ અને તેના કારણે વિદેશ યાત્રા પણ કરવાના યોગ છે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં ખુબ તકેદારી રાખીને કામ કરવાનું છે તમારું કરેલું કામ કોઈ બગાડે નહિ તેનું ધ્યાન રાખજો. તમારી દરેકની ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને અણબનાવ બનવાના યોગ છે. આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમે વિચાર્યું પણ નહિ હોય. આજે લોકો તમારા વિચારોની મજાક ઉડાવશે. એવા લોકોને બહુ ધ્યાનમાં ના લેતા તમે તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
7. તુલા – ર,ત (Libra):
આજે તમારા નિયમિત ખર્ચમાં વધારો થશે ક્યાંક તમારો ખર્ચ તમારા બજેટની બહાર ના જાય તેની તકેદારી રાખજો. રોકાણ કરવા માટે જે પણ તક મળે તેમાં તમારા ભવિષ્યના ફાયદા અને નુકશાન બંનેની ચકાસણી કરજો પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
ઘણા સમયથી જે મિત્રો પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના કામનો અંત આવશે અને કામ પૂર્ણ કર્યાનો આનંદ તમારા બોસના ચહેરા પર જોઈ શકશો. તમારા સાથી કર્મચારી તમારા કામથી ઈર્ષા કરશે. બ્રેક લો અને જીવનસાથી સાથે ક્યાંક લાંબી રાઈડ પર જાવ. તમારા કોઈ નજીકના મિત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે કરો. આગામી થોડા સમયમાં તમને તમારા માતા તરફથી વારસાગત મિલકતનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે મિત્રો સાચા પ્રેમની રાહમાં છે તેમની મુલાકાત આજે તેમના સાચા જીવનસાથી સાથે થશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૩
શુભ રંગ : વાદળી
10. મકર – જ, ખ (Capricorn):
ઘણા સમયથી જે મિત્રો પોતાનું ઘર કે પછી સ્થાયી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ આજે ટોકન આપી શકે છે. આજે કોઈ પણ સારા કે મોટા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળો ત્યારે મંદિરે દીવો જરૂર કરજો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ. સ્વાસ્થ્યની તમારે વધારે કાળજી રાખવાની છે. સાંજના સમયે પેટનો દુખાવો કે પછી ગેસ અથવા એસીડીટી જેવી તકલીફ થઇ શકે છે. આજે રાત તમારા જીવનની એક યાદગાર રાત બનીને રહેશે. જીવનસાથીને નાની નાની સરપ્રાઈઝ ગીફ્ટ આપો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

નોકરી-ધંધો – આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here