જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 26 ઓક્ટોબર : શિવજીની કૃપાથી આ 5 રાશિઓને મળવા જઈ રહી છે ખુશીઓ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. કામની વ્યસ્તતાના કારણે આજના દિવસે પરિવારની ઉપેક્ષા ના કરવી. રોજગારી માટે ચાલી રહેલા તમારા પ્રયાસો સફળ થશે.
આજના દિવસે સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું તેમજ તમારી વાણી ઉપર પણ સંયમ રાખવાની જરુર છે. આજે તમારું ભાગ્ય તમને 80 ટકા સહાયતા કરશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. તેમને નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. સાથે જ આજના દિવસે ધનવૃદ્ધિ પણ થશે. પરણિત લોકોનું દામ્પત્ય જીવન પણ સુખમય રહેશે. પરિવારની અંદર જરૂરી કામો માટે થોડી ચર્ચા પણ થઇ શકે છે. જીવનસાથીને આર્થિક લાભ થવાના યોગ છે, કાર્યક્ષેત્રમાં પણ તેની પ્રગતિ થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આજના દિવસે પરાક્રમમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. આજે ધન અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ થશે. તમારા અટકેલા કામો કોઈ મોટા અધિકારીની મદદથી પૂર્ણ થશે. પ્રેમ જીવનમાં આજે મધુરતા બનેલી રહેશે. સંતાનના વ્યવસાયમાં રોકાણ કરવાના કારણે ફાયદો મળી શકે છે. નકામા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. આગળ જતા મોટા ખર્ચ આવી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય માટેના દ્વારા ખુલશે. વ્યાપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.આજના દિવસે સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું. આજના દિવસે મિત્રો સાથે મનોરંજનના અવસર પ્રાપ્ત થશે. ધનના મામલામાં કોઈપણ પ્રકારનું જોખમ ના ઉઠાવવું.

5. સિંહ – મ, ટ (Leo):
પારિવારિક વાતાવરણના કારણે આ રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે. વ્યાપારની અંદર પિતાનું માર્ગદર્શન મળશે અને ભાઈ બહેનોનો સહયોગ પ્રાપ્ત થશે. સાસરી પક્ષ દ્વારા પણ આજના દિવસે લાભ થશે અને સંબંધોમાં પણ મધુરતા આવશે. પૈસાની લેવડ-દેવડમાં આજના દિવસે ખાસ સાવધાની રાખવી.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે આ રાશિના જાતકો સવારથી જ ઉર્જાવાન રહેશે. આજના દિવસે તમે કંઈક કરી છૂટવાની વ્યસ્તતામાં દિવસ વિતાવશો. આર્થિક દિશામાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે, તમારી વાણી દ્વારા તમને પ્રસંશા મળશે. આજે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું. પારિવારિક સંપત્તિમાં વૃદ્ધિ થવાનો યોગ છે.

7. તુલા – ર, ત (Libra):
ધંધામાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે અને જીવનસાથીનો સહયોગ પણ પ્રાપ્ત થશે. સંતાનના વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તેનાથી મન પણ પ્રસન્ન રહેશે. લગ્ન કરવા ઇચ્છતા લોકો માટે સારા સંબંધો મળી શકે છે. નવા કામો કરવા માટે આજનો દિવસ ખુબ જ ઉત્તમ છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને ઉન્નતિનો રહેશે. જુના દેવામાંથી છુટકારો મળી શકે છે. વિધાર્થીઓને ઉચ્ચ શિક્ષણના માર્ગ ખુલી શકે છે. નવા કર્યો કરવા માટે આજનો દિવસ ખુબ જ સરસ છે. પરિવાર માટે આજના દિવસે વધુ ખર્ચ થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો રહેશે. ગુપ્ત શત્રુ અને ઈર્ષાળુ લોકોથી આજના દિવસે સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે નાની યાત્રાનો યોગ બની રહ્યો છે. આજના દિવસે વધારાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. નહિ તો આર્થિક સંતુલન બગડી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ રોજગારમાં સફળતા મળવાના યોગ છે. મિત્રો સાથે આજે કોઈ યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરી શોધી રહેલા યુવાનોને પણ આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યો કરવા ઉપર સમાજમાં ખ્યાતિ પ્રાપ્ત થશે. પરિવારના સદસ્યોનો આજે સાથ સહકાર મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસે રાજકીય ક્ષેત્રોમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. પિતાના માગર્દર્શનથી ભવિષ્યના માર્ગ ખુલ્લા થશે. આજે લાભ મળવાના કારણે આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. નાના-મોટા રોગમાંથી પણ આજે મુક્તિ મળી શકે છે. આજે કોઈ જુના મિત્ર સાથે મેળાપ થવાની સંભાવના છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોને આજના દિવસે જીવનસાથી દ્વારા લાભ મળશે અને સંબંધોમાં પણ મધુરતા આવશે.  કાર્યક્ષેત્રમાં પણ જુના ઝઘડામાંથી મુક્તિ મળશે. કોર્ટ કચેરીના મામલામાં પણ આજે મુક્તિ મળી શકે છે. વિધાર્થીઓને પણ પરીક્ષામાં સફળતા મળશે. નવી યોજનાઓમાં રોકાણ કરવા માટેનો ઉત્તમ દિવસ છે.