જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ ૨૬ નવેમ્બર :સાંઈબાબાની કૃપાથી આ ૩ રાશિઓને મળી રહ્યો છે ભાગ્યનો સાથ, ધંધામાં મળશે સફળતા

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. ખર્ચમાં વધારો થવાથી પરેશાન રહેશો. સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે. વધુ ઠંડી વસ્તુનું સેવન ના કરો. જેનાથી કફની સમસ્યા આવી શકે છે. કામને લઈને સ્થિતિ તમારા પક્ષમાં રહેશે.
આજના દિવસે તમે તમારા કામથી કામ રાખો. બીજાના કામમાં હાથ ના નાખો. યાત્રા દરમિયાન સાવધાની રાખો. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ પરેશાનીનો સામનો કરી શકે છે. આજના દીવસે પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ ખરાબ થઇ શકે છે. પરણિત લોકો માટે દાંમ્પત્ય જીવન સારું રહેશે. જીવનસાથી સાથેના સંબંધમાં પ્રેમ વધશે. પરિવારમાં સુખ રહેશે. આજના દિવસે જરૂરિયાતનો સામાન લેવા જશો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોને આજનો દિવસ અનુકૂળ રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે, જેનાથી તમને ખુશી મળશે. પરિવારના લોકોમાં પ્રેમ જોવા મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં થોડી તકલીફ આવી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. લવ લાઈફના મામલે સાવધાની રાખવાની જરૂર છે. કોઈ વ્યક્તિ પાસેથી તમને તકલીફનો સામનો કરવો પડી શકે છે. કામને લઈને આજનો દિવસ થોડો કમજોર રહેશે. આજના દિવસે કામને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરશો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમે જે પ્રયાસ કરો છો તેમાં સફળતા મળશે. આજના દિવસે મન લગાવીને કામ કરો જેનું સારું પરિણામ મળશે. સુખ-સુવિધાઓમાં ખર્ચ વધારે થશે. જેનાથી મન દુઃખી થશે. શારીરિક તકલીફનો સામનો કરવો પડી શકે છે. કોઈ ઇજા અથવા પેટ દર્દ થઇ શકે છે. પરણિત લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પ્રેમી પંખીડાના જીવનમાં આજના દિવસે ઉથલપાથલ થઇ શકે છે. આજના દિવસે કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને નવી તકો મળશે. આજે નોકરી માટે ઇન્ટરવ્યુ કોલ આવી શકે છે. તમે તમારા વિરોધીઓને હરાવશો. પરિવારમાં પ્રેમ રહેશે. તમારી માતાના આશીર્વાદ અને ટેકો પ્રાપ્ત કરશે. વેપાર માટે આજનો દિવસ સારો છે. તમને કેટલાક નવા લોકો સાથે કામ કરવામાં સફળતા મળશે અને આજે તમને ધંધામાંથી સારા લાભ મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તકેદારીથી ભરપુર રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો તમારા પર નિર્ભર રહેશે. બિનજરૂરી ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે. શિક્ષણમાં મન ઓછું રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમને કોઈ પડકારનો સામનો કરવો પડશે. તમારા કોઈપણ મિત્રને તમારી પ્રેમ જીવનમાં દખલ ના કરવો દો. પારિવારિક જીવનમાં થોડું તણાવ રહેશે. જો કે જેઓ પરિણીત છે. તેમનું વિવાહિત જીવન સારું રહેશે. ઓફિસમાં કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. તમે તમારા કામથી કામ રાખો તો જ તમે યોગ્ય રીતે કાર્ય કરી શકશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. વિવાહિત જીવન જીવતા લોકો તેમના જીવન સાથીને ખુશ રાખવા માટે સારામાં સારા પ્રયાસો કરશે.જેનાથી તમારા લગ્ન જીવનને ખુશી મળશે. આજે ધંધામાં વૃદ્ધિનો દિવસ છે. તમારી ઘણી યોજનાઓ સફળ થશે અને તમે પણ ખુશ થશો. પરિવારનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો આજે તમને લવ લાઇફમાં સારા પરિણામ મળી શકો છો.
7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. તમારા ખર્ચને કંટ્રોલ કરવામાં ધ્યાન આપો. નહીં તો મોટી મુશ્કેલી થઇ શકે છે. આજના દિવસે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. આજના દિવસે ભોજનમાં વધુ મસાલાનો ઉપયોગ ના કરો. અન્યથા તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. માતાનો પ્રેમ મળશે. પરિવારના કોઈ વ્યક્તિની શારીરિક તકલીફ થઇ શકે છે. પ્રવાસ માટે આજનો દિવસ સારો નથી. પ્રેમી પંખીડાને આજના દિવસે ખુશી મળશે. આજના દિવસે કોઈ મિત્ર પાર્ટી આપી શકે છે. ગૃહસ્થ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. ઘરના સભ્યોની કામને લઈને સારી સલાહ મળી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજનો દિવસ આ રાશિના જાતકો માટે મધ્યમ રહેશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે સફળતા મળશે. પ્રિય વ્યક્તિની નજીક આવશો. આજના દિવસે જીવનસાથીની કોઈ વાત માનીને ખાસ કામ કરી શકો છો. ગાડી સાવધાનીથી ચલાવો. પરિવારમાં કોઈ વાતને લઈને માહોલ ગરમ રહેશે. જેનાથી તમને પરેશાની થશે. આજના દિવસે જમવામાં ધ્યાન આપવું પડશે. પ્રવાસ દરમિયાન ખુશી મળી શકે છે. કામને લઈને દિવસ સામાન્ય છે. આજના દિવસે કોઈ અટકાયેલા કામ પુરા કરવામાં ધ્યાન આપી શકો છો. સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ સારો રહેશે. આજના દિવસે ખર્ચ વધુ થશે. સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. તમે કોઈને પ્રેમ કરો છો તો મનની વાત જરૂર જણાવો. આજના દિવસે કંઈક સારું જમી શકો છો. આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. આજના દિવસે કોઈ જુના મિત્રને મળવાનો મોકો મળી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. જમીન મકાન મિલકતમાં સફળતા મળશે. કામને લઈને કરેલી યાત્રા સફળ રહેશે. આજના દિવસે વધુ ખર્ચ થશે. જેને લઈને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આજના દિવસે મનમાં એક સાથે બહુ જ બધા કામ યાદ આવશે જેને પુરા કરવા પડશે. આવકમાં વધારો થશે. પ્રેમી પંખીડામાં આજના દિવસે તણાવ રહેશે. પરિવારજનોનો સહયોગ મળશે. ટ્રાવેલિંગ માટે દિવસ અનુકૂળ રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે દિવસ સારો રહેશે. પરિવારમાં ખુશી આવશે. કામને લઈને સારા પરિણામ મળશે. આજના દિવસે ખર્ચ રહેશે પરંતુ આવકમાં વધારો થશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથેના સંબંધ સુધરશે. પરણિત લોકો માટે તનાવપૂર્ણ સ્થિતિ રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઇ શકે છે. આજના દિવસે ઘરનો માહોલ ખરાબ થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. ઘણા કામો સમજી વિચારીને પુરા કરો. જેનાથી બધા કામ બહુ સારી થશે અને આનંદ આવશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. ખુશીમાં વધારો થશે. આજના દિવસે કોઈ જૂની ઈચ્છા પુરી થઇ શકે છે. જેનાથી મનમાં ખુશી થશે. પરિવારનો માહોલ સારો રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે ખુશી મળશે. પરિવારના લોકોને કોઈ સ્વાસ્થ્યની સમસ્યા થઇ શકે છે.