આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 26 માર્ચ 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે તમારી નજીકના કોઈ મિત્ર મુશ્કેલીમાં મુકાશે. આજે તમે મિત્રોની મદદ કરજો જયારે તમે કોઈ મુશ્કેલીમાં મુકશો ત્યારે એ મિત્રો જ તમારી મદદે આવશે. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. કોઈપણ જગ્યાએ લાંબા મૂડીરોકાણમાં સાચી માહિતી અને સાચી વિગતો જાણ્યા વગર નિર્ણય કરશો નહિ. નકારાત્મકતાને તમારાથી દૂર રાખો. કોઈપણ મુશ્કેલીમાં તમારી ધીરજ ગુમાવશો નહિ. જો કોઈ તમારા પ્રેમનું મૂલ્યાંકન પૈસાથી કરે તો એ વ્યક્તિથી દૂર રહો તમારી ગેરહાજરી તેમને તામારા સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
વધારે પડતો કંજૂસ સ્વભાવ તમને આજે પરેશાન કરશે. વધુ પૈસા કમાવવા માટેના અનેક રસ્તા આજે તમારી સામે આવશે. પૈસાનું રોકાણ કરતા પહેલા તમારા જીવનસાથીની સલાહ અચૂક લેજો. જો કોઈ નાની નાની શારીરિક તકલીફ થતી હોય તો તેને ઇગ્નોર કરતા નહિ, ડોક્ટરની મુલાકાત જરૂરથી લેજો. સાંજનો સમય પરિવાર સાથે કેટલીક જૂની યાદો તાજી કરવામાં વિતાવો. આજનો દિવસ મહિલા મિત્રો માટે પણ ખુબ લાભદાયી છે. ગૃહિણીઓ જો કોઈ નવું કાર્ય કરવા માંગે છે તો તેમને પરિવાર તરફથી સપોર્ટ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ, હ (Cancer):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ, ટ (Lio):
આજનો તમારો દિવસ આળસમાં વ્યતીત થશે રવિવારે કરેલી મસ્તી અને સારા સમયને યાદ કરીને તમે ભાવુક થઇ શકો છો. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
પૈસાની બાબતમાં દરેક નિર્ણય સમજી વિચારીને કરજો. તમારે હજી વધુ સારી રીતે બજેટ નક્કી કરવાની જરૂરત છે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલ બીમારીમાંથી રાહત મળશે પણ સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. આજે વેપારી મિત્રોને વેપાર સંબંધિત અગત્યના નિર્ણય લેવાના રહેશે. આજે અકસ્માતના યોગ છે તો રસ્તા પર ચાલતા અને વાહન ચલાવતા તકેદારી રાખજો. વિદ્યાર્થી મિત્રોને તેમના ઉપરી વિદ્યાર્થી અને વડીલોની મદદ મળશે. પરણિત મિત્રો કે કેમનું કોઈ બહારના વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું છે તેમને સાવચેત રહેવાની જરુયાત છે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

7. તુલા – ર, ત (Libra):
પૈસાના કોઈપણ વ્યવહારમાં આજે ઉતાવળ કરવાની જરૂર નથી. તમારી સમજદારીથી આજે નિર્ણય કરો કોઈની વાતમાં આવીને કે દેખાદેખીમાં કોઈપણ કામ કરવું યોગ્ય નથી. નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. આજે અમુક લોકો સાથે મુલાકાત થશે જેમનાથી તમને તમારી અનેક મુશ્કેલીઓનું સમાધાન મળશે. આજે શેર બજારમાં પૈસા રોકવા માટે યોગ્ય દિવસ નથી. આજે માતાની તબિયત બગડી શકે છે. બહાર રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. આજે તમારા ઉપરી અધિકારી તરફથી તમારા વખાણ તમે સાંભળી શકશો. તમે આજે અનેક લોકોની ભીડમાંથી અલગ દેખાઈ આવશો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
જો તમે સમય સાથે ચાલવા માંગો છો તો જેમ સમયમાં પરિવર્તન આવે છે એમ તમારા જીવનમાં પણ પરિવર્તન લાવો જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થશે. પૈસા બનાવવા માટે જો કોઈ સારો પ્રોજેક્ટ હાથમાં આવે છે તો તેને પુરતી ચકાસણી કરીને લાંબા ગાળા માટે રોકાણ કરો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જો તમે મેકઓવર કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. તમારા નવા અવતારને જોઇને દરેક મિત્રો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. આજે બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા તમને થશે. બહુ ટેન્શન લઈને મન પર બહુ ભાર રાખશો નહિ. માથાનો દુખાવો આજે તમને હેરાન કરશે. પરિવારના વડીલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. ઓફીસમાં બધા તમારી વાહ વાહ કરશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારું મન પ્રફુલિત રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારે તમારા ખર્ચ પર કંટ્રોલ કરવાની જરૂરત છે. આર્થિક પરીસ્થિતિને કારણે પરિવારમાં તણાવ જેવી પરીસ્થિતિ ઉભી થશે. જે મિત્રોને ડાયાબિટીસ, અને લોહી સંબંધિત તકલીફ હોય તેમણે તકેદારી રાખવાની છે. નિયમિત ડોક્ટરની મુલાકાત જરૂરી છે. તમારા જીવનસાથી આજે તમારી ભાવનાઓ સમજશે. તમારા જીવનસાથી તરફથી તમને સહકાર મળશે. આજે વિદ્યાર્થી મિત્રોનો સમય ફાલતું કામમાં પસાર થશે. વેપારી મિત્રોએ કોઈપણ જોખમ લેતા પહેલા વિચારવાનું છે. ભાગીદારીની ઓફર મળી શકે છે પણ આજે કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે. આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે. આજે તમે તમારા બાળકો સાથે સમય પસાર કરી ચાલી રહેલ તણાવને ઓછો કરી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
પરિવારમાં અમુક ખાસ વ્યક્તિ સાથે તમારે વિવાદ થઇ શકે છે. આજે બની શકે તો પ્રયત્ન કરો કે તમારી વાણી અને વર્તનથી કોઈને દુઃખ પહોચે નહિ. પરણિત મિત્રો માટે આજનો દિવસ અનુકુળ હશે. આજે લગ્નજીવનનો સાચો આનંદ તમે માણી શકશો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન આપવું. આજે વાહન ચલાવતા ખાસ તકેદારી રાખશો, રસ્તો ઓળંગતા પણ ખાસ તકેદારી રાખવી. આજે સફળતા તમારા સુધી આવીને પરત જશે. હજી મહેનત અને ઈમાનદારી રાખવી તમારા કામમાં. આજે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

નોકરી-ધંધો – આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

કૌટુંબિક-પારિવારિક – વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.