26 જૂન 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ, લ, ઈ (Aries):
આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો. આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ
3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી
4. કર્ક – ડ, હ (Cancer):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
5. સિંહ – મ, ટ (Lio):
આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આજે તમારો વેપાર અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તમને કોઈની મદદ મળશે. કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. કોઈની પીઠ પાછળ વાત કરવાની આદત હોય તો આજે એને અવગણજો, આજે તમારા અને તમારી નજીકના મિત્રો સાથે સંબંધ બગડી શકે છે. આજે પ્રિયજનને પ્રપોઝ કરવા માંગો છો તો સારો દિવસ છે, પોઝીટીવ જવાબ મળશે. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં અમુક પસંદ ના હોય એવા વ્યક્તિ સાથે ના ગમતું કામ કરવું પડશે. વેપારીઓને ધનલાભ થશે. અમુક મિત્રો કે જે નાનો વેપાર શરુ કરવા માંગે છે તેમની માટે દિવસ સારો છે. આજે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
7. તુલા – ર, ત (Libra):
આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની
8. વૃશ્ચિક – ન, ય(Scorpio):
આર્થિક પરીસ્થિતિમાં અચાનક બદલાવ આવશે. શેર માર્કેટ અને કોમોડિટીમાંથી સારો ધનલાભ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. વડીલોની તબિયતની વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. પરણિત મિત્ર જીવનસાથી સાથે કોઈ લાંબી અને રોમેન્ટિક જગ્યાએ ફરવા માટે જઈ શકે છે. માનસિક શક્તિમાં વધારો થશે. આત્મવિશ્વાસ વધશે તમારું દરેક કામ આજે તમે સમયસર પૂરું કરી શકશો. આવકમાં વધારો થશે. તમારા સંતાનો તમારાથી ખુશ રહેશે. નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારીઓની મદદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી
10. મકર – જ, ખ (Capricorn):
આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો. આજનો દિવસ પરિવાર સાથે સુખ અને શાંતિથી વ્યતીત થશે તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
નોકરી કરતા મિત્રોનું અટકી ગયેલ પ્રમોશન મળશે, ધનલાભ થવાની સાથે સાથે ખર્ચ માં પણ વધારો થશે. નાહકની વસ્તુઓ અને વધારે ખર્ચ એટલે કે બજેટ બહાર ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. પરિવારમાં ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે, સ્થાયી અસ્થાયી સંપત્તિ ખરીદવાના યોગ છે. જીવનસાથીની મદદથી ધનલાભ થશે. તેમની સાથે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો. હૃદયની તકલીફ હોય તેવા મિત્રોએ ખાસ તકેદારી રાખવી, ખાવામાં અને રોજીંદા જીવનમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ માનવી. વિદ્યાર્થી મિત્રોના તણાવમાં વધારો થશે. તમારી સમજદારી અને આવડતથી વધારે પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
12. મીન – દ, ચ, જ, થ (Pisces):
શેર, સટ્ટો, કોમોડિટી અને બીજા આવું દલાલીનું કામ કરવા વાળા મિત્રોને આર્થિક નુકશાન થવાના યોગ છે. પારિવારિક જીવન માટે સમય ઠીક ઠાક રહેશે. આ સમય દરમિયાન તમે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. મનની શાંતિ માટે સંત કે ગુરુના શરણે જાવ. દાંપત્યજીવન પણ અનુકુળ રહેશે. વારંવાર ગુસ્સો આવતા મિત્રોએ તેમના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરત છે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. વાહન ચલાવતા તકેદારી રાખવી, અકસ્માતના યોગ છે. આજે કિમતી વસ્તુઓ સાચવીને રાખવી, ચોરી પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. મીડિયા સાથે જોડાયેલ મિત્રોને સારો ધનલાભ થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here